સ્મૃતિ ઈરાનીએ સલીમને કહ્યું, 'હિંમત હોય તો હનુમાન ચાલીસા સંભળાવો'

સ્મૃતિ ઇરાની

ઇમેજ સ્રોત, AFP

ટ્રિપલ તલાક બિલ લોકસભામાં પસાર થઈ ગયું પણ આ બિલની ચર્ચા ખલીફાથી લઈને હનુમાન ચાલીસા સુધી પહોંચી હતી.

આ બિલની તરફેણમાં 245 અને વિપક્ષમાં 11 મત પડયા હતા. કૉંગ્રેસ અને એઆઇડીએમકે એ વૉકાઉટ કર્યુ હતું.

ટ્રિપલ તલાકની ચર્ચા દરમિયાન મોહમ્મદ સલીમને સ્મૃતિ ઈરાનીને કહ્યું કે દમ હોય તો હનુમાન ચાલીસા સંભળાવો.

ચર્ચા દરમિયાન સ્મૃતિ ઇરાનીએ કહ્યું, "તમામ મહિલાઓ માટે ન્યાય સુનિશ્ચિત કરીશું."

"એ લોકો કે આને અપરાધની નજરથી કેમ જોઈ શકાય એવા ઉદ્દેશથી ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે એમને મારું નિવેદન છે."

"જો ઇસ્લામિક ઇતિહાસ જોવામાં આવે તો બીજા ખલીફાની સામે પહેલીવાર આવો કેસ આવ્યો. જયારે એક વ્યકિતને પુછવામાં આવ્યુ કે શું આપે આ રીતે તલાક આપ્યા છે."

"જયારે એ વ્યકિતએ એનો સ્વીકાર કર્યો તો એને 40 કોરડાઓની સજા કરવામાં આવી. આનો અર્થ છે ઇસ્લામમાં તલાકને સ્ત્રી સામે કરાયેલો ગુનો ગણવામાં આવ્યો છે."

સીપીઆઇ(એમ)ના સાંસદ મોહમ્મદ સલીમે આ બાબતે સ્મૃતિ ઇરાનીને રોકીને કહ્યું, "ખલીફાનું નામ બતાવો, મૅડમ નામ."

આની સામે સ્મૃતિ ઇરાનીએ જવાબ આપ્યો, "હઝરત સાહેબનું નામ મારા મોઢે સાંભળવા માગો છો તો હું પણ તમારા મોઢે હનુમાન ચાલીસા સાંભળવા ઇચ્છીશ. કયારેક દમ હોય તો સંભળાવી દેજો."

લાઇન

તમને આ વાંચવું પણ ગમશે:

લાઇન

ટ્રિપલ તલાક પર કોણે શું કહ્યું?

હિંદુ મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, AFP

કાયદામંત્રી રવિશંકર પ્રસાદ : "આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિષય છે. આજનું બિલ ફકત માણસ અને માણસાઈ માટે છે. આ બિલ દેશની મહિલાઓના સન્માન માટે છે.

"મુસ્લિમ પુરષો માટે સજાની જોગવાઈ રાજનીતિ નથી. આ મહિલાઓને ન્યાય આપનારું મજબૂત બિલ છે. 20થી વધારે ઇસ્લામિક દેશો ટ્રિપલ તલાકના મામલાઓ નિયંત્રિત કરી ચૂકયા છે તો ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશમાં એ કેમ ન થઈ શકે?"

"આને રાજકીય ચશ્માથી ન જોવું જોઈએ. અમે આ બિલમાં કહ્યું છે કે પીડિત મહિલા કે તેનાં પરિવારજનો જ ફરિયાદ કરી શકશે. સુપ્રીમ કૉર્ટે પણ કહ્યું છે કે બિલ પાસ થવું જોઈએ."

line

કૉંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવ : "જો મહિલાના સન્માન અને ગરિમાનો સવાલ છે તો કૉંગ્રેસની તરફથી કોઈ જ વાંધો નથી પણ મુખ મેં રામ અને બગલ મેં છૂરીથી વાંધો છે."

"જયારે આ બિલને લઈને અગાઉ ચર્ચા થઈ હતી ત્યારે પણ અમે સવાલો ઉઠાવ્યા હતા. અમારી માગણીઓને આ નવા બિલમાં સમાવવામાં નથી આવી."

"સશક્તિકરણને નામે મુસ્લિમ મહિલાઓને મુકદમાબાજીની પરેશાની આપવામાં આવી રહી છે. આ બિલનો હેતુ મુસ્લિમ પુરુષોને હેરાન કરવાનો વધારે છે નહીં કે મુસ્લિમ મહિલાઓને સશક્ત કરવાનો."

line

અસદઉદ્દિન ઔવેસી : "આ બિલની અનેક જોગવાઈઓ ગેરબંધારણીય છે. આ બિલને સંયુકત પસંદગી સમિતિ પાસે મોકલવું જોઈએ."

"જો આપણા દેશમાં તલાકના કાયદામાં હિંદુને એક વર્ષની સજાની જોગવાઈ હોય તો મુસલમાનો માટે સજા ત્રણ વર્ષ કેમ કરવામાં આવી છે?

"કેમ કે આનો ઉપયોગ અમારી વિરુદ્ધ થશે. તમારો કાયદો ધર્મની વિરુદ્ધ છે. તમે મુસ્લિમ મહિલાઓ માટે કામ નથી કરી રહ્યા."

"પૂરા દેશમાં 'મીટૂ અભિયાન' થયું હતું. એ વખતે વખતે ઊભા થયા હતા એ મંત્રીઓ કયાં ગયા? કયાં ગયા તેઓ? તમે એ લોકોને પક્ષમાં સ્થાન આપો છો અને અમને અરીસો દેખાડો છો?"

line

મલ્લિકાર્જુન ખડગે : "આ એક મહત્ત્વપૂર્ણ બિલ છે. એક ધર્મની અંદર દખલ દઈને સરકારે કાયદો બનાવવો યોગ્ય નથી."

"મારી વિનંતી છે કે આને સંયુકત પસંદગી સમિતિને મોકલવામાં આવે. થોડો સમય આપવામાં આવે જેથી સરળતાથી બિલ આવી શકે. આ મહત્ત્વપૂર્ણ છે કેમકે આનો સંબંધ કરોડો મહિલાઓ સાથે છે."

line

ભાજપા સાંસદ મીનાક્ષી લેખી : "જે પ્રધાન સેવકની સેવાઓનો લાભ દરેકને મળી રહ્યો છે, શું એનાથી મુસ્લિમ મહિલાઓને વંચિત રાખવી જોઈએ."

"આજે સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરી રહી છે. સરકારે કેટલીયે યોજનાઓ શરુ કરી છે. આવામાં ટ્રિપલ તલાક એ સમાજમાં કુરીતિ છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો