આખા ભારતની આંખો અંજાઈ ગઈ એવાં 2018નાં એ લગ્નો

રણવીર- દીપિકા Image copyright FB/DEEPIKA

વર્ષ 2018માં બે પ્રકારનાં લગ્નો થયાં. એક તો એ જે લગ્નની જાહેરાતથી માંડીને પૂર્ણ થયા ત્યાં સુધી ચર્ચાઓમાં છવાયેલા રહ્યાં.

બીજા એ જે સામાન્ય રીતે ગોપનીયતાથી થયા એવાં લગ્નો અને લગ્નની તસવીરો શેર કરાયા બાદ જ દુનિયાને બે વ્યક્તિઓ લગ્નગાંઠે બંધાયાની જાણ થઈ.

પ્રથમ પ્રકારનાં લગ્નોમાં પ્રિયંકા ચોપરા-નિક જોનાસ, દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, અને ઇશા અંબાણી-આનંદ પિરામલ જેવાં નામો સામેલ છે.

બીજા પ્રકારનાં લગ્ન કરનારા લોકોમાં બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ, પારુપલ્લી કશ્યપ અને મસાન ફિલ્મની શ્વેતા ત્રિપાઠી સામેલ હતાં.

બંને પ્રકારના લગ્નોમાં જે એક વાત સામાન્ય હતી એ વાત છે કે પ્રેમ કરનારાઓને તેમના માનીતા સાથી મળ્યાં.

એ વાતની ખુશી સોશિયલ મીડિયા પર વાઇરલ તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

જો ગણવામાં આવે તો 2018માં ઘણી સંખ્યામાં અભિનેત્રીઓએ લગ્ન કર્યું. જેમાં સોનમ કપૂર અને નેહા ધૂપિયાનો સમાવેશ થાય છે.


નામી હસ્તીઓએ કેવી રીતે કર્યો લગ્નનો નિર્ણય?

Image copyright AFP
ફોટો લાઈન સોનમ કપૂર અને આનંદ આહૂજા

આ સંજોગોમાં એવો સવાલ થાય કે કેવી રીતે આટલા બધાં મોટા સિતારાઓએ આ વર્ષે લગ્નનો નિર્ણય લીધો.

બીબીસીએ ફિલ્મ સમીક્ષક અર્ણવ બેનર્જી સાથે આ લગ્નો વિષે વાત કરી.

બેનર્જીએ અભિનેત્રીઓનાં લગ્ન કરવાના નિર્ણય તરફ ધ્યાન ખેંચતા કહ્યું, "હવે છોકરીઓને કારકિર્દી સમાપ્ત થઈ જવાનો ડર નથી રહ્યો.

પહેલાં અભિનેત્રીઓ કામ જ કરતી રહી જતી હતી અને લગ્ન નહોતી કરતી."

"એ સારથી કે લગ્ન પછી ફક્ત માનો રોલ મળશે અથવા કોઈ કામ જ નહીં આપે, પરંતુ હવે એવું નથી રહ્યું."

આવો તમને આ વર્ષે નામી હસ્તિઓના બહુ ચર્ચિત લગ્નો અંગેનું એક નાનકડું પુનરાવર્તન કરાવીએ.

જેથી તમે જ્યારે આગામી વર્ષમાં દાખલ થાઓ તો એ હિસાબ રહે કે તમારી પસંદગીના સિતારાઓ નવા વર્ષમાં એકલા નથી, પોતાના જીવનસાથીની સાથે નવા વર્ષમાં પગલાં માંડ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇશા અંબાણી અને આનંદ પીરામલ

Image copyright AFP
ફોટો લાઈન ઈશા અંબાણી- આનંદ પિરામલ

મુકેશ અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણીના લગ્ન પીરામલ ગ્રૂપના ચેરમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે થયું.

ભારતના સહુથી ધનિક માણસનાં દીકરીનું લગ્ન હતું

આ લગ્ન તેના મહેમાનોને કારણે વધુ ચર્ચામાં રહ્યાં, જ્યાં અમિતાભ બચ્ચનથી માંડીને અમિર ખાન સુધી જમણ પીરસતા નજરે પડ્યા.

તો સલમાન, શાહરૂખ ખાન લગ્ન પહેલાં ઠુમકા મારતા નજરે પડ્યા.

લગ્નમાં ઐશ્વર્યા બચ્ચન પણ મહેમાનોને મીઠાઈ વહેંચતા નજરે પડ્યાં.

આ લગ્નનું ગાંડપણ એવું હતું કે કરિશ્મા કપૂર એ અભિષેક બચ્ચન સાથે ડાંસ કરતી દેખાઈ, જેની સાથે એક વખતે સગાઈ તૂટી ગઈ હતી.

શ્વેતા ત્રિપાઠી

Image copyright INSTAGRAM
ફોટો લાઈન શ્વેતા ત્રિપાઠી અને ચૈતન્ય

મસાન ફિલ્મ યાદ છે? ફિલ્મમાં શાલૂનું ચરિત્ર ભજવ્યું હતું.

આ વર્ષે મસાનની એ શાલૂ એટલે કે શ્વેતા ત્રિપાઠીને પોતાની રિયલ લાઈફમાં દીપક એટલે કે ચૈતન્ય જીવનભર માટે જીવનસાથીના રૂપમાં મળી ગયા.

જૂનમાં થયેલા તેમના લગ્નની ચર્ચા સોશિયલ મીડિયા ઉપર પણ નહોતી અને સમાચારોમાં પણ નહોતી, પરંતુ આ લગ્નની કથા ઓછી રસપ્રદ નથી.

શ્વેતા અને ચૈતન્ય શર્મા પાંચ વર્ષથી એકબીજાની સાથે હતાં. બંનેની મુલાકાત સ્ટેજ ઉપર થઈ હતી.

ચૈતન્યએ શ્વેતાને પોતાના હૃદયની વાત કહેવા માટે સ્ટેજ પસંદ કર્યું.

શ્વેતાને નાટક જોવાને બહાને બોલાવ્યા અને સ્ટેજ ઉપર લગ્ન માટે પ્રપોઝ કર્યું.

શ્વેતાએ આ બધું જોઈને જોરથી બૂમ પાડી અને લગ્નના પ્રસ્તાવ ઉપર ફક્ત એક શબ્દ જ કહી શક્યા- હા.


સાઈના નેહવાલ

Image copyright TWITTER
ફોટો લાઈન પારુપલ્લી કશ્યપ અને સાઈના નેહવાલ

તારીખ હતી 14મી ડિસેમ્બર.

મોટાભાગે બેડમિન્ટન સાથે નજરે પડતી સાઈનાની એક એવી તસવીર ટ્વીટર ઉપર દેખાઈ, જેમાં હાથમાં બેડમિન્ટન નહીં, ફૂલોની માળા હતી.

કેપ્શન લખ્યું હતું - મારા જીવનની શ્રેષ્ઠ મેચ.

હૈદરાબાદમાં બહુ જ સાદાઈથી બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ અને પારુપલ્લી કશ્યપે લગ્ન કર્યું.

લગ્નમાં બહુ ઓછા મહેમાનો સામેલ હતાં, પરંતુ આગામી દિવસોમાં ફેન્સની સાઈનાનાં લગ્ન નહીં જોઈ શક્યાની ઇન્તેજારી એ તસવીરોને જોઈને દૂર થઈ ગઈ.

સાઈના પોતાની શ્રેષ્ઠ મેચ સાથે જિંદગીની ટુર્નામેન્ટ રમવા માટે આગળ વધી ગઈ છે.


દીપિકા-રણવીરનો લાલ ઈશ્ક

Image copyright FB/RANVEER

કદાચ 2018નું આ એક એવું લગ્ન હતું, જેની તસવીરોની તેમના પ્રશંસકોએ બહુ અધીરાઈથી રાહ જોઈ હતી.

રણવીર-દીપિકાએ લગ્ન માટે ઇટલીના લેક કોમોને પસંદ કર્યું. આ 'જળમહેલ'માં બંને સિતારાઓએ કોંકણી રીત-રિવાજ મુજબ લગ્ન કર્યું.

લગ્નના બીજા દિવસે રણવીર અને દીપિકા બંનેએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તસવીરો શેર કરી.

ત્યારબાદ એ સિલસિલો શરૂ થયો તો આગામી કેટલાક દિવસો સુધી ચાલુ રહ્યો.

તસવીરો અને એક પછી એક રિસેપ્શન સમાચારોમાં છવાયેલા રહ્યાં.

હાલમાં જ રણવીર સિંહે કહ્યું, "પદ્માવતમાં રાણી મને ન મળી, પરંતુ હકીકતની જિંદગીમાં રાણી મને મળી ગઈ."

આ સાંભળીને દર્શકોની વચ્ચે બેઠેલા દીપિકા પાદુકોણ હસતાં હસતાં પોતાની આંખોના આંસુ લૂછતાં દેખાય છે.


પ્રિયંકા ચોપરા- નિક જોનાસ

Image copyright FB/PRIYANKA

પ્રિયંકા અને નિક જોનાસની જે તસવીર તમે જોઈ રહ્યાં છો, એવી ઘણી તસવીરોના અધિકાર કરોડો રૂપિયામાં વેચાયા છે.

પ્રિયંકા ચોપડા અને નિક જોનાસે વર્ષના અંતમાં જોધપુરના ઉમ્મેદ ભવનમાં લગ્ન કર્યું.

આ લગ્ન હિંદુ રીતરિવાજ મુજબ પણ થયું અને ચર્ચની રીત-ભાત મુજબ પણ.

બંનેના લગ્નની તસવીરોના રાઈટ્સ પીપલ મૅગેઝિને ખરીદ્યા હતા.

પરંતુ પછીથી પ્રિયંકા અને નિક બંનેએ લગ્નની તસવીરોને સોશિયલ મીડિયા ઉપર શેર કરી હતી.

જોકે, એક વખતે આતશબાજીની મનાઈ કરનારા પ્રિયંકાના લગ્નમાં ફટાકડા ફોડવા બાબતે ટોણાં પણ મારવામાં આવ્યા.

કપિલ શર્મા- ગિન્ની ચતરથ

Image copyright AFP

નાના પડદા ઉપર હસાવનારા કપિલ શર્મા છેલ્લા કેટલાક સમયથી ટીવીથી દૂર હતા.

પછી એક દિવસ તેઓ અચાનક નજરે પડ્યા, આ વખતે અન્યોને હસાવતા નહીં, પરંતુ પોતાના ચહેરા ઉપર સ્મિત સાથે.

કોમેડિયન કપિલ શર્માએ 12 ડિસેમ્બરે ગર્લફ્રેન્ડ ગિન્ની ચતરથ સાથે લગ્ન કર્યું.

આ લગ્નમાં કોમેડિયન કૃષ્ણા, સુમોના ચક્રવર્તી, ભારતી સિંહ, આરતી સિંહ, હર્ષ લિમ્બાચિયા, રાજીવ ઠાકુર અને સિંગર ઋચા શર્મા પણ સામેલ થયાં હતાં.


નેહા ધૂપિયા-અંગદ બેદી

Image copyright NEHA DHUPIA INSTAGRAM

નેહા ધૂપિયા અને અંગદ બેદીનું લગ્ન આ વર્ષે 10મી મેએ દિલ્હીમાં થયું હતું.

આ લગ્નમાં બહુ જ ઓછા લોકો સામેલ થયા. આવા લગ્નોને હશ-હશ વેડિંગ તરીકે ઓળખવામાં આવે છે.

એટલે કે ફક્ત પરિવાર અને કેટલાક ખાસ મિત્રો જ સામેલ કરવામાં આવ્યા.

અંગદ અને નેહાએ પોતાના સંબંધને રહસ્ય રાખ્યો હતો.

હાલમાં જ નેહા અને અંગદનાં ઘરે દીકરીએ જન્મ લીધો. નામ રાખવામાં આવ્યું-મૈહર.


સોનમ કપૂર - આનંદ આહૂજા

Image copyright TWITTER

આ લગ્નના વર્ષમાં સોનમ કપૂર અને આનંદ આહૂજાને કેવી રીતે ભૂલાય? આ જોડીનું લગ્ન 8 મેએ મુંબઈમાં થયું.

એમ કહી શકાય કે બોલીવૂડમાં લગ્નની મોસમ આ વર્ષે સોનમના સાત ફેરા પછી શરૂ થઈ.

અનિલ કપૂરના ઠુમકા અને લગ્નના વાઇરલ વીડિયો લોકોએ ખૂબ માણ્યાં.

લગ્નના રિસેપ્શનમાં આનંદ આહૂજા શેરવાનીની નીચે સ્પોર્ટ્સ શૂઝ પહેરીને આવ્યા.

આ તસવીર પણ સોશિયલ મીડિયા ઉપર છવાઈ ગઈ.


મિલિંદ સોમેન- અંકિતા

Image copyright INSTAGRAM

2018માં લગ્ન કરનારાઓમાં મિલિંદ સોમેન પણ સામેલ હતા.

પચાસની ઉંમર પાર કરી ચૂકેલા મિલિંદે પોતાની પ્રેમિકા અંકિતા સાથે લગ્ન કર્યું.

કારણ કે અંકિતા મિલિંદ કરતાં ઉંમરમાં ઘણા નાના છે એટલે આ લગ્ન ચર્ચામાં તો રહ્યું, પરંતુ કેન્દ્ર બંનેની ઉંમરમાં અંતર હતું.

કદાચ લોકો એ ગીત ભૂલી ગયાં,

"ના ઉમ્ર કી સીમા હો... ના જન્મ ક હો બંધન...જબ પ્યાર કરે કોઈ... તો દેખે કેવલ મન... નઈ રીત ચલાકર તુમ...યે રીત અમર કર દો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો