BBC Review 2018 : જુઓ વર્ષ દરમિયાન બનેલી ખાસ ઘટનાઓ વિશે બીબીસીનો ખાસ કાર્યક્રમ

બુલેટિનનો સ્ક્રિનગ્રેબ

2018નું વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સહિત ટેકનૉલૉજી, રાજકારણ સહિતના ક્ષેત્રે અનેક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ બની.

બીબીસી ન્યૂઝ ગુજરાતીનું ન્યૂઝ બુલેટિન પણ વર્ષ 2018માં જ લૉન્ચ થયું હતું, જેના દ્વારા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય અને ગુજરાતના ન્યૂઝ-સ્ટોરીઝ તમારા સુધી પહોંચાડવામાં આવ્યા.

આ વર્ષની તમામ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ માટે બીબીસીએ ખાસ યરઍન્ડર કાર્યક્રમ '2018 રિવ્યૂ' તૈયાર કર્યો છે.

જેમાં તમને જોવા મળશે આ વર્ષના ભારત-પાકિસ્તાનના સંબંધોથી લઈને કેરળ, યમનમાં આવેલી કુદરતી આફત ઉપરાંત વિશ્વ આખાની ધ્યાન ખેંચનારા સમાચારોનો ચિતાર.

વળી ઓશોના ખાસ રહેલા મા આનંદશીલાનો બીબીસીએ કરેલો ખાસ ઇન્ટરવ્યૂ.

બીલિમોરા-વઘઈની બાપુ એક્સપ્રેસની સફરની સાથે સાથે ગુજરાતમાં પથ્થરની કઢીની સ્ટોરી ઉપરાંત એવી ગુજરાતી વાનગી જેણે વિદેશમાં ધૂમ મચાવી છે તેનો અહેવાલ પણ.

તદુપરાંત આ ખાસ કાર્યક્રમમાં દેશમાં બનેલી કેટલીક ખાસ ઘટનાઓ અંગે વિશેષ અહેવાલ.

જુઓ વર્ષ દરમિયાનની ખાસ ઘટનાઓનો બીબીસી ગુજરાતીનો આ ખાસ કાર્યક્રમ.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા