રાજ્ય સભામાં આજે ટ્રિપલ તલાક બિલ રજૂ કરાશે, કૉંગ્રેસના વિરોધની શક્યતા

સંસદ

ઇમેજ સ્રોત, Getty Images

ગુરુવારે લોકસભામાં પાસ કરાયેલું ટ્રિપલ તલાક બિલ બાદ આજે રાજ્ય સભામાં રજૂ કરાશે.

કૉંગ્રેસ અને ભાજપે પોતાના સાંસદોને રાજ્યસભામાં હાજર રહેવા વ્હિપ જાહેર કર્યું છે.

આ પહેલાં લોકસભામાં જ્યારે બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે કૉંગ્રેસે વૉક આઉટ કર્યું હતું.

લોકસભાની માફક રાજ્યસભામાં પણ આ બિલ પર ગંભીર ચર્ચા થવાની આશા વ્યક્ત કરાઈ રહી છે.

જોકે, વિપક્ષ બિલનો વિરોધ કરે એવી આશા વ્યક્ત કરાઈ રહી છે.

...તો 31 ડિસેમ્બર બાદ આપનું કાર્ડ પણ માન્ય નહીં રહે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ચીપ વગરના ડેબિટ કે ક્રેડિટ કાર્ટ હવે માન્ય નહીં રહે.

જો આપના ડૅબિટ કે ક્રૅડિટ કાર્ડમાં ડાબી તરફ મોબાઇલના સિમ કાર્ડ જેવી દેખાતી ચીપ નથી લાગેલી તો આપનું આ કાર્ડ 31 ડિસેમ્બર, 2018 બાદ માન્ય નહીં રહે.

ભારતીય રિઝર્વ બૅન્ક દ્વારા મૅગ્નેટિક સ્ટ્રિપ કાર્ડની જગ્યાએ ઈએમવી ચીપ અને પિન ધરાવતાં કાર્ડ ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો હતો.

આ કાર્ડ્સને બદલવાની મુદ્દત 31 ડિસેમ્બર સુધી નક્કી કરાઈ છે.

દીપિકા કક્કડ બિગ બૉસ 12નાં વિજેતા

ઇમેજ સ્રોત, colors PR

ઇમેજ કૅપ્શન,

દીપિકા કક્કડ બન્યાં 'બિગ બૉસ 12'નાં વિજેતા.

રવિવારની રાતે બિગ બૉસ 12નાં વિજેતાનું નામ જાહેર કરાયું. રિયાલિટી શૉ 'બિગ બૉસ સીઝન 12' ફિનાલેનાં વિજેતા તરીકે ટેલિવિઝન ઍક્ટર દીપિકા કક્કડનું નામ જાહેર કરાયું છે.

અત્યંત રોમાંચક અને આકરા મુકાબલમાં તેમણે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી શ્રીસંતને હરાવ્યા.

ઇનામ સ્વરૂપે દીપિકાને 30 લાખ રૂપિયા અને ટ્રૉફી એનાયત કરાઈ. કાર્યક્રમના હૉસ્ટ સલમાન ખાને વિજેતા તરીકે દીપિકાના નામની જાહેરાત કરી.

તો ત્રીજા નંબરે દીપક ઠાકુર રહ્યા કે જેને રૂપિયા 20 લાખની રકમ ઇનામ તરીકે મળી.

મહત્ત્વપૂર્ણ છે કે 'સસૂરાલ સિમર કા' નામના ટેલિવિઝન કાર્યક્રમ દ્વારા લોકપ્રિય બનેલાં દીપિકા પહેલાં શિલ્પા શિંદે, ઉર્વશી ધોળકિયા, જુહી પરમાર અને શ્વેતા તિવારી જેવાં ટેલિવિઝન સ્ટાર 'બિગ બૉસ'ની ટ્રૉફી પોતાનાં નામે કરી ચૂક્યાં છે.

રશિયા સીરિયામાં શાંતિ સ્થાપવાના પ્રયાસ કરશે

ઇમેજ સ્રોત, AFP/getty images

ઇમેજ કૅપ્શન,

અમેરિકા દ્વારા પોતાના સૈન્યને પરત બોલાવી લેવાના નિર્ણય બાદ રશિયા અને સીરિયા સ્થિતિ સંભાળવાના પ્રયાસ કરશે.

અમેરિકા દ્વારા પોતાના સૈન્યને સીરિયામાંથી પરત બોલાવી લેવાના નિર્ણય બાદ યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રમાં રશિયા અને સીરિયા સ્થિતિ સંભાળવાના પ્રયાસ કરશે.

બન્ને રાષ્ટ્રોના વિદેશમંત્રીઓ દ્વારા આ મામલે વાતચીત હાથ ધરાઈ છે. રશિયના વિદેશમંત્રી સરગેઈ લાવરોવ અને તુર્કીના વિદેશમંત્રી મેવલત ચૌશુલુએ સીરિયા મામલે કેવાં પગલાં લઈ શકાય એ અંગે વાત કરી.

આ બેઠક બાદ બન્ને દેશો સીરિયાને થાળે પાડવાનું કામ કરશે એવું તુર્કીના વિદેશમંત્રીએ જણાવ્યું.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમણે એવું પણ જણાવ્યું કે સીરિયામાં શાંતિ સ્થાપવાના આ પ્રયાસમાં અમેરિકાનો સહયોગ પણ લેવામાં આવશે.

આ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વાર સીરિયામાં સૈન્ય પરત બોલાવવાનો નિર્ણય લેવાયો હતો.

જેના પગલે સીરિયાના ઉગ્રવાદી સંગઠનો વધુ પ્રમાણમાં સક્રીય થઈ શકે છે અને દેશમાં હિંસાની સ્થિતિ વધી શકે છે.

મેઘાલય : કોલસાની ખાણમાં ફસાયેલાઓને નૅવી બહાર કાઢશે

ઇમેજ સ્રોત, REUTERS

મેઘાલયના લુમથરી ગામમાં કોલસાના ખાણોમાં ગત બે સપ્તાહથી ફસાયેલા 15 શ્રમીકોને બહાર કાઢવાના ભારતીય નૅવી અભિયાન ચાલવશે.

આ પહેલાં 'નેશનલ ડિઝાસ્ટર રિસ્પૉન્સ ફૉર્સ'(એનડીઆરએફ) અને ભારતીય નૌસેનાના જવાનોએ ખાણમાં ભરાયેલા પાણીનો અંદાજો મેળવવા માટે રવિવારે ડૂબકી લગાવી હતી.

એનડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એસકે સિંઘે જણાવ્યું, "જવાનો 70 ફૂટ સુધી ડૂબકી લગાવી શક્યા હતા જોકે, તળીયે પહોંચવા તેઓ સફળ નહોતા નીવડ્યા."

ઓડિશા ફાયસ સર્વિસ ટીમ દ્વારા ઘટનાસ્થળે 10 હાઈ સ્પીડ પાવર પમ્પ લગાવાયા છે, જેના થકી ખાણનું પાણી બહાર કાઢવામાં આવી રહ્યું છે.

મહત્ત્વપૂર્ણ છે કે 320 ફૂટ ઊંડી આ ખાણમાં છેલ્લા 18 દિવસથી 15 ખાણીયાઓ ફસાયેલા છે.

જેમને બહાર કાઢવા માટે વિવિધ સંસ્થાઓના 200થી વધુ બચાવકર્મીઓ બનતા પ્રયાસો કરાઈ રહ્યા છે.

અમેરિકા સાથે મળીને કામ કરવા ચીન તૈયાર

ઇમેજ સ્રોત, Getty Images

વેપારી વાતચીત આગળ વધતા ચીને અમેરિકા સાથે મળીને કામ કરવાની સહતમતી દર્શાવી છે.

ચીને જણાવ્યું છે કે તે 'મહત્ત્વની અનુકુળતાના અમલીકરણ' મામલે અમેરિકા સાથે કામ કરવા તૈયાર છે.

તમે આ વાંચ્યું કે નહીં?

આ પહેલાં આર્જેન્ટિનાના પાટનગર બ્યુનોસ એરિસમાં યોજાયેલી બેઠક દરમિયાન બન્ને રાષ્ટ્રો નવા વેપારી દરોને 90 દિવસ સુધી ટાળવા તૈયાર થયા હતા.

હાલમાં દર્શાવેયાલી સમજૂતી પણ આ નિર્ણયનું પરિણામા માનવામાં આવી રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો