જૂનાં ક્રૅડિટ અને ડેબિટ કાર્ડ બંધ : ચીપ ધરાવતાં નવાં કાર્ડ કેવી રીતે કામ કરશે?

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન,

નવા કાર્ડમાં આ રીતે ચીપ લાગેલી હશે.

જો તમારાં ડેબિટ અથવા તો ક્રૅડિટ કાર્ડની ડાબી તરફ મોબાઇલ ફોનના સીમ કાર્ડ જેવી ચીપ લાગેલી ન દેખાય તો સમજવું કે 31 ડિસેમ્બર, 2018 બાદ તમારું કાર્ડ માન્ય નહીં રહે.

ભારતીય રિઝર્વ બૅન્કે વર્ષ 2015માં દેશની દરેક બૅન્કોને સપ્ટેમ્બર મહિનાથી માત્ર ઈએમવી ચીપ ધરાવતાં કાર્ડ આપવાનું કહ્યું હતું, જેથી ગ્રાહકો સાથેની છેતરપિંડી અટકાવી શકાય.

ઈએમવી કાર્ડ પહેલાંનાં મૅગ્નેટિક ચીપ વાળા કાર્ડ કરતાં વધુ સુરક્ષિત છે. આ ચુંબકીય પટ્ટીમાં ખાતા સાથે જોડાયેલી જાણકારી સ્ટોર થઈ જાય છે.

જ્યારે મશીનમાં કાર્ડ નાખવામાં આવે છે ત્યારે ચુંબકીય પટ્ટી જાણકારી પ્રોસેસ કરીને વ્યવહાર કરે છે. પરંતુ આ રીત સુરક્ષિત નથી એટલા માટે ગ્રાહકો સાથે છેતરપિંડી થવાનો ભય રહે છે.

પરંતુ ઈએમવી ચીપની વાત કરવામાં આવે તો તેમાં ચીપ લાગેલી હોય છે. તેમાં ગ્રાહકનાં ખાતાની માહિતી એન્ક્રિપ્ટેડ હોય છે. જ્યાં સુધી ગ્રાહક મશીનમાં પિન એન્ટર ન કરે, ત્યાં સુધી આ કાર્ડનો ઉપયોગ નહીં કરી શકાય.

તમે આ વાંચ્યું કે નહીં?

શું છે EMV?

ઇમેજ સ્રોત, Getty Images

ઈએમવી મતલબ કે યુરોપે, માસ્ટરકાર્ડ, વિઝા.

આ કાર્ડ વધુ સુરક્ષિત માધ્યમ છે તેની ખરાઈ યુરોપે, માસ્ટરકાર્ડ અને વિઝા જેવી પ્રમુખ કાર્ડ કંપનીઓએ આપી હતી એટલા માટે તેનું નામ ઈએવી છે.

જે પણ ગ્રાહક પાસે જૂનાં મૅગ્નેટિક પટ્ટીવાળા કાર્ડ છે તે વર્ષ 2019માં માન્ય નહીં રહે.

જો તમારે આ નવું કાર્ડ લેવું હોય તો માત્ર બૅન્ક પાસબુક લઈને બૅન્ક જવાનું રહેશે અને એક ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ તમને આ નવું કાર્ડ આપવામાં આવશે.

જે લોકો ઇન્ટરનેટ બૅન્કિંગનો ઉપયોગ કરે છે તેઓ ઑનલાઇન આવેદન કરી શકે છે.

જોકે, અમુક બૅન્કો એસએમએસ, ઈ-મેલ અથવા તો ફોન કરીને જાણ કરે છે. અમુક બૅન્કોએ તો ગ્રાહકોને આ નવા કાર્ડ તેમના ઘરે પણ મોકલી આપ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો