હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પરનો પ્રતિબંધ હટ્યો

હાર્દિક પંડ્યા Image copyright Getty Images

બીસીસીઆઈએ હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર લાદેલો પ્રતિબંધ તાત્કાલિક ધોરણે હટાવી લીધો છે.

ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા અને લોકેશ રાહુલ પર મહિલાઓ અંગે અભદ્ર ટિપ્પણી કરવા બાબતે ઍડમિનિસ્ટ્રેટિવ કમિટિના ચીફ વિનોદ રાય દ્વારા બે વન-ડે મેચનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

આ બંને ખેલાડી પર બીસીસીઆઈનો કાર્યભાર સંભાળતી સમિતિ(સીઓએ)એ 11 જાન્યુઆરી 2019નાં રોજ એક ઇમેલ દ્વારા બોર્ડના સંવિધાન નિયમ 46 અનુસાર આરોપીની સુનાવણી થાય ત્યાં સુધી નિયમ 41(6)નાં આધારે તેમને પ્રતિબંધિત કર્યા હતા.

બીસીસીઆઈએ જણાવ્યું હતું, "કોઈ પણ ક્રિકેટર વિરુદ્ધ ગેરવર્તનના જે કેસ નોંધાય છે ત્યારે બીસીસીઆઈએ સુનાવણી માટે તપાસ અધિકારીની પસંદગી કરવાની હોય છે"

"જોકે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર આ મામલે નિમણૂક બાકી છે. જેથી સીઓએનો મત છે કે આગળ લાદેલો પ્રતિબંધ હટાવી દેવો જોઈએ. આ નિર્ણય કોર્ટ મિત્ર પીએસ નરસિમ્હાની પરવાનગીથી લેવાયો છે.''

આ ટીકાઓના પગલે હાર્દિક પંડ્યાએ ટ્વિટર પર લોકોની માફી માગી હતી અને કહ્યું હતું કે તેમનો ઈરાદો કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ન હતો.


શોમાં હાર્દિક પંડ્યાએ શું કહ્યું હતું?

Image copyright Getty Images

હાર્દિક પંડ્યા પોતાના સાથી ક્રિકેટર કે. એલ. રાહુલ સાથે 'કૉફી વિથ કરણ' નામના શોમાં હાજરી આપી હતી.

પંડ્યાએ આ શોમાં પોતાના જીવન વિશે જોડાયેલા કેટલાક સવાલોના જવાબ આપ્યા હતા.

તમને આ વાંચવું પણ ગમશે:

પંડ્યાએ રિલેશનશિપ, ડેટિંગ અને મહિલાઓ સાથે જોડાયેલા સવાલો મામલે કેટલીક વાતો કરી હતી જેનાથી ફૅન્સ હેરાન થઈ ગયા.

પંડ્યાએ કહ્યું કે તેમનો પરિવાર ખૂબ જ ખુલ્લા વિચારો ધરાવે છે.

Image copyright AFP

તેમણે કહ્યું, "જ્યારે મેં પહેલીવાર છોકરી સાથે શારીરિક સંબંધ બનાવ્યા તો ઘરે આવીને કહ્યું, કરીને આવ્યો છું"

પંડ્યાએ પોતાનો જૂનો સમય યાદ કરતાં કહ્યું કે જ્યારે તેઓ માતાપિતા સાથે પાર્ટીમાં ગયા ત્યારે તેમનાં માતાપિતાએ પૂછયું કે કઈ યુવતીને જોઈ રહ્યો છે? પંડ્યાએ એક બાદ એક યુવતીઓ તરફ આંગળી ચીંધીને કહ્યું કે આ બધી મહિલાઓને.

ઉપરાંત જ્યારે કરણ જોહરે કહ્યું કે જો તમે બંને એક જ છોકરી સામે જોતા હોવ તો કોણ તેને મનાવી લેશે.

જેના જવાબમાં કે. એલ. રાહુલે કહ્યું કે એ તો તે છોકરી પર જ આધારિત છે.

પંડ્યાએ કહ્યું, "નહીં નહીં આવું કંઈ નથી, ટૅલેન્ટ પર હોય છે. જેની મળી તે લઈ જાય."


સચિન પરની કૉમેન્ટને કારણે પણ ફૅન્સ ગુસ્સે

Image copyright Getty Images

આ જ શોમાં કરણ જોહરે ક્રિકેટ વિશે પણ સવાલો પૂછ્યા હતા. જેના હાર્દિક પંડ્યાએ આપેલા જવાબોને કારણે ફૅન્સ ગુસ્સે થયા હતા.

કે. એલ. રાહુલ અને હાર્દિક પંડ્યા બંનેએ ધોની અને કોહલી વચ્ચે કોણ સારા કૅપ્ટન છે તેને પસંદ કરવા કહ્યું. બંનેએ તેમાં ધોનીને પસંદ કરેલા.

ત્યારબાદ તેમને સચિન તેંડુલકર અને વિરાટ કોહલીમાંથી કોણ સારા બૅટ્સમેન છે તે પસંદ કરવા કહ્યું.

જેમાં તે બંનેએ વિરાટ કોહલીને સચિન કરતાં સારા બૅટ્સમેન ગણાવ્યા હતા.

આ નિવેદન પણ તેમના ફૅન્સને પસંદ આવ્યું ન હતું અને તેના પર ટીકાઓ થઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો