જયંતી વિશેષ : 'એ દિલ હૈ મુશ્કિલ'ના રચનાકાર ઓ.પી. નૈય્યરનાં દિલની વાતો

ઓ પી નૈય્યર Image copyright SIRAJ KHAN

ઓંકાર પ્રસાદ નૈય્યર એવા સંગીતકાર છે કે જેમને ત્યાં સંગીત સંપૂર્ણપણે પંજાબની લોક-લય પર આધારિત થઈને સામે આવતું હતું. સાથે જ શાસ્ત્રીય રાગોના પારંપરિક સ્વરુપથી અલગ તેનાં કેટલાંક ટૂકડાં અનાયાસ ઉધાર લઈને પ્રયોગધર્મી ઢબે આકાર લેતાં જોવા મળતા હતા.

આ નૈય્યરની એક એવી વિશેષતા રહી છે કે જેનાથી તેમણે કોઈ લોક ધૂનની જમીનને પોતાના ગીતની તર્જ બનાવતા તેમાં અજાણ્યા જ કોઈ રાગના કેટલાક કોમળ કે પછી શુદ્ધ કણ ઉમેરી દીધાં, જેનાથી ગીતોની સૌંદર્ય માધુરી પણ વધી ગઈ.

તેમના દ્વારા કમ્પોઝ કરવામાં આવેલી મોટાભાગની ધૂનોમાં શાસ્ત્રીયતા અને લોકધાર્મિકતાની પરસ્પર અવરજવરને જોઈ શકાય છે.

નૈય્યરની પ્રતિભાથી નિખરેલી એ ઉલ્લેખનીય ફિલ્મોનો નામોલ્લેખ પણ જરુરી લાગે છે જેણે એક અલગ પ્રકારનાં સંગીતમય જમાનાનું સર્જન કર્યું.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમાં પ્રમુખ રૂપે યાદ કરવા યોગ્ય ફિલ્મો છે- આસમાન (1962), આર-પાર, મંગૂ (1954), મિસ્ટર એન્ડ મિસિસ 55 (1955), સીઆઈડી (1956), નયા દૌર, તુમસા નહી દેખા (1957), હાવડા બ્રિજ, ફાગુન, સોને કી ચિડીયા, રાગિની, ટ્વેલ્વ ઓ ક્લૉક (1958), એક મુસાફીર એક હસીના (1962), ફિર વહી દિલ લાયા હું (1963), કશ્મીર કી કલી (1964), મેરે સનમ (1965), બહારે ફિર ભી આએંગી, યહ રાત ફીર ન આએગી, સાવન કી ઘટા (1966), હમસાયા, કિસ્મત (1968), સંબંધ (1969), પ્રાણ જાયે પર વચન ન જાયે (1973).

50 અને 60ના દાયકામાં આ સુંદર સંગીતમય ફિલ્મોનાં બહાને ઓ.પી.નૈય્યરે એક એવા નવા સંગીતમય યુગની શરુઆત કરી જેમાં ભારતીય શાસ્ત્રીય સંગીતની દમદાર ઉપસ્થિતિને તેમનાં દ્વારા મુખ્ય ધારામાં લાવવામાં આવેલા લોક સંગીતે સીધો પડકાર આપ્યો હતો.

એક હદ સુધી એમ કહી શકાય છે કે ઓ.પી.નૈય્યરના આગમનથી જ ભારતીય ફિલ્મ સંગીતમાં પંજાબી લોકસંગીત એક નવો જમાનો શરૂ થયો કે જેની શરૂઆત તેમના પહેલા માસ્ટર ગુલામ હૈદરે કરી દીધી હતી.


પાશ્ચાત્ય સંગીતનો ઉપયોગ

Image copyright INDIAN POSTAL DEPARTMENT

એ જોવું પણ રસપ્રદ હશે કે જે પંજાબી બીટ અને ફોક લોરને નૈય્યરે પોતાના સંગીતનું પ્રમુખ ઘટક બનાવ્યું હતું, તેને જ પહેલી વખત ગુલામ હૈદર, દલસુખ પંચોલીની ફિલ્મ ખજાંચીમાં લઈને આવ્યા હતા.

સ્વયં નૈય્યરને પહેલો મહત્ત્વપૂર્ણ બ્રેક પણ પંચોલીના બેનર હેઠળની ફિલ્મ આસમાન માટે મળ્યો હતો.

ઓ.પી. નૈય્યરના સંદર્ભમાં કેટલીક વસ્તુઓ વિશેષ રૂપે રેખાંકિત કરવા યોગ્ય લાગે છે. જેમ કે તેમણે પોતાના સંગીતમાં લોક તત્વોનો સમાવેશ કર્યો અને તેને વ્યાપક સ્તરે સ્વીકાર કરવા યોગ્ય બનાવ્યાં.

આ જ રીતે શાસ્ત્રીય રાગોની સુંદર સંરચનાઓમાંથી પણ કેટલાક તત્વો લઈને પોતાની ધુનોને શિલ્પની દૃષ્ટિએ સુંદર બનાવી.

લોક અને શાસ્ત્રની રાહ પર ચાલતા તેમણે એક ત્રીજો રસ્તો પણ પોતાની સંગીત યાત્રા માટે અપનાવ્યો જે પાશ્ચાત્ય સંગીતની દુનિયા તરફ જતો હતો.

પંજાબી લોક સંગીત

Image copyright SIRAJ KHAN

તેમણે પાશ્ચાત્ય સંગીતનો પ્રભાવ ગ્રહણ કરીને કેટલીક લોકપ્રિય સિંફનીઝ અને રિધમ પેટર્નનું ભારતીય વાદ્યોથી અનુસરણ કર્યુ અને પોતાની ધુનોને કર્ણપ્રિયતાના શિખર સુધી પહોંચાડી.

આપણે સહેલાઈથી ઓ.પી.નૈય્યરના સંગીતમાં રૉક એન્ડ રોલની ડ્રમ બીટનો સહજ અંગીકાર, ઓપેરાની પ્રચલિત ધ્વનિઓનું ભારતીયકરણ, પહેલી વખત મસ્તીવાળા અંદાજમાં એલ્વિસ પ્રેસલેનું આર્કેસ્ટ્રેશન અને ગાયિકી શૈલીનું અનુસરણ અને પાશ્ચાત્ય વાદ્યો જેમ કે ટ્રમ્પેટ, હવાઇયન ગિટાર, મૈંડોલિન, એકૉર્ડિયન, ચેલો અને બાંગોની મદદથી બેંડનુમા પ્રભાવો વાળા ઇંટરલ્યૂડ્સનો પ્રયોગ જોઈ શકીએ છીએ.

તેના પગલે સૌથી મહત્ત્વપૂર્ણ વાત જે નૈય્યરની હિતમાં જાય છે, એ છે કે આ બધાની આંશિક ઉપસ્થિતિ હોવા છતાં તેમના સંગીતનું એક અનોખું સ્વરૂપ વિકસિત થયું.

તેમાં પંજાબી લોક સંગીતની લય તેમજ તાલ, શાસ્ત્રીય નિયમોમાં બંધાયેલા રાગના શુદ્ધ અને કોમળ સ્વરોનો પ્રયોગ અને વિદેશી સિમ્ફનીઝનો મધ્યવર્તી સંગીતમાં રોચક ઉપયોગ, બધું જ નિયત રૂપે પોતાનું સ્થાન મેળવી શક્યા.

નવા પ્રકારનો અવાજ, અનોખો લય

Image copyright WWW.OPNAYYAR.ORG

ઓ.પી.નૈય્યરના સંગીતનો મહત્ત્વપૂર્ણ ભાગ છે વિશેષ લય ઉત્પન્ન કરવા માટે વિભિન્ન પ્રકારના તાલનો રોચક પ્રયોગ.

પારંપરિક ઢબે કહરવા, દાદરા, દીપચંદી, ઝપતાલ, ત્રણ તાળી, એક તાલ વગેરેના વ્યાવહારિક ઉપયોગની સાથે તેઓ ઘણી વખત વિભિન્ન સાજોથી કેટલાક નવા પ્રકારનો અવાજ પણ કેટલાક અનોખા લયોમાં સૃજિત કરતા હતા.

તેમના ગીતોમાં મોટાભાગે ઘોડાગાડીનો અવાજ કે ઘોડાના પગના અવાજનો નિશ્ચિત રિધમ સારો લાગે છે જે વાસ્તવિક રૂપે ક્યારેક તબલા, નાળ, ઢોલક કે કાંગો વગેરેમાંથી કાઢીને ખૂબ મામૂલી રૂપે લાકડીના નાના નાના ટૂકડાને વગાડીને ઉત્પન્ન કરવામાં આવે છે.

લાકડીના નાના નાના ટૂકડાનો આ પ્રકારના વાદ્યનો સર્વાધિક પ્રયોગ ઓ.પી. નૈય્યરે જ કર્યો છે કે જેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ભાષામાં ખોપડી કહેવામાં આવે છે.

(યતીંદ્ર મિશ્ર લતા મંગેશકર પર 'લતાઃ સુરગાથા' નામે પુસ્તક લખી ચૂક્યા છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો