કુંભ 2019 : મોદીએ મુલાકાત લઈને પ્રયાગરાજમાં ડૂબકી લગાવી?

મોદી પ્રયાગરાજમાં Image copyright SM VIRAL IMAGE GRAB

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 4-5 તસવીર એ દાવા સાથે સોશિયલ મીડિયામાં શેર થઈ રહી છે કે તેમણે કુંભ મેળામાં ડૂબકી લગાવી.

દક્ષિણપંથી વિચારધારા ધરાવતાં ઘણાં ફેસબુક ગ્રૂપમાં આ તસવીર હજારો વખત પોસ્ટ કરવામાં આવી છે.

પીએમ મોદીને 'હિંદુ સિંહ' ગણાવતાં ઘણા લોકોએ આ તસવીરોના આધારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર સવાલ ઊઠાવ્યા છે.

તેમણે લખ્યું છે, "પોતાને જનોઈધારી હિંદુ ગણાવતા રાહુલ ગાંધી કુંભમાં ક્યારે ડૂબકી લગાવશે?"


Image copyright SM VIRAL IMAGE GRAB

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ(અલાહાબાદ)માં 12 વર્ષમાં એક વાર યોજાતા કુંભ મેળાની શરૂઆત થઈ ચૂકી છે. જેને હિંદુઓનો સૌથી મોટો સમારોહ માનવામાં આવે છે.

49 દિવસ સુધી ચાલતા અર્ધ આ કુંભમેળાનું પહેલું શાહી સ્નાન 15 જાન્યુઆરીથી શરૂ થયું.

આવનારા દિવસોમાં છ મુખ્ય દિવસો પર શાહી સ્નાન થશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બરના રોજ કુંભની શરૂઆત પહેલાં તૈયારીઓની જાણકારી લેવા માટે પ્રયાગરાજ ગયા હતા.

તેમણે કુંભમાં સ્નાન કર્યું એ બાબતે કોઈ અધિકારીક સૂચના નથી.


2016ની અને આ તસવીરો

Image copyright SM VIRAL IMAGE GRAB

રિવર્સ ઇમેજ સર્ચથી ખ્યાલ આવે છે કે પીએમ મોદીની જે તસવીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે તે 2016માં મધ્ય પ્રદેશમાં યોજાયેલા ઉજ્જૈન કુંભ દરમિયાન લેવાયેલી છે.

વર્ષ 2016માં 22 એપ્રિલથી 21 મે સુધી સિંહસ્થ કુંભનું આયોજન થયું હતું. અંતિમ સ્નાન પહેલાં પીએમ મોદીએ તેની મુલાકાત લીધી હતી.

જૂના રિપોર્ટ્સ મુજબ સાંસદ સ્વ. અનિલ માધવ દવેએ 2016ની ઉજ્જૈન કુંભ મેળાની આયોજન સમિતિની કમાન સંભાળી હતી.

દવે એ ત્યારે કહેલું, "પીએમ મોદી ઉજ્જૈન આવશે પણ ક્ષિપ્રા નદીમાં સ્નાન કરશે નહીં." તેનો અર્થ કે આ તસવીરો 2016ની પણ નથી.

જ્યારે સ્નાન કરવા પહોંચ્યા પીએમ મોદી

અમારી તપાસમાં જાણવા મળ્યું કે વાઇરલ થઈ રહેલી તસવીરો વર્ષ 2004ની છે.

નરેન્દ્ર મોદી એ વખતે ગુજરાતના મુખ્ય મંત્રી હતા અને ઉજ્જૈનના મહાકાલેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કરવા ગયા હતા.


Image copyright Getty Images
ફોટો લાઈન 2004માં લોકસભા ચૂંટણીમાં અમદાવાદમાં મતદાન કર્યા બાદ ત્યારના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી

કેટલાક અહેવાલો અનુસાર વર્ષ 2004માં ઉજ્જૈનમાં યોજાયેલા સિંહસ્થ કુંભ દરમિયાન નરેન્દ્ર મોદીએ આરએસએસના 'વૈચારિક મહાકુંભ'માં ભાગ લીધો હતો અને શિપ્રા નદીમાં સ્નાન પણ કર્યુ હતું.

આ અહેવાલો મુજબ વર્ષ 2004ની લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરો થયા બાદ નરેન્દ્ર મોદીએ ઉજ્જૈનની મુલાકાત લીધી હતી.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ