મેહુલ ચોકસી : ભારતનું નાગરિકત્વ છોડયું, ઍન્ટિગુઆમાં વસવાટ, પાસપોર્ટ જમા કરાવી દીધો

મેહુલ ચોકસી Image copyright Getty Images

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ ભાગેડુ મેહુલ ચોકસીએ ભારતનું નાગરિકત્વ છોડી દીધું છે. અખબારની વેબસાઇટ સુત્રોના હવાલાથી ટાંકેલી ખબર પ્રમાણે મેહુલ ચોકસીએ ઍન્ટિગુઆમાં પોતાનો પાસપોર્ટ સરન્ડર કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે મેહુલ ચોકસી અને નીરવ મોદી પંજાબ નેશનલ બૅન્ક સાથે 13,500 કરોડની છેતરપિંડી કરીને દેશ છોડીને જતાં રહ્યાં છે અને સીબીઆઈ તપાસ ચાલી રહી છે.

આને હીરા કારોબારી મેહુલ ચોકસીની પ્રત્યાર્પણથી બચવાની કોશિશ તરીકે જોવામાં આવે છે.

પાસપોર્ટ જમા કરાવવાની સાથે મેહુલ ચોકસીએ નિયત ફીનો 177 ડૉલરનો ડ્રાફ્ટ પણ રજૂ કર્યો હતો અને અધિકારીઓનાં કહેવા મુજબ એમણે નવું ઠેકાણું જૉલી હાર્બર માર્કસ ઍન્ટિગુઆ દર્શાવ્યું છે.

કુલ મૂડી રોકાણનાઆંકડા વગર વાઇબ્રન્ટ સમિટનું સમાપન

Image copyright Getty Images

વાઇબ્રન્ટ ગુજરાત સમિટના 9માં અધ્યાયના અંતે 28,360 જેટલા એમઓયૂ (મૅમોરેન્ડમ ઑફ અંડરસ્ટેન્ડિંગ) થયા હતા જે આગામી વર્ષોમાં 21 લાખથી વધુ રોજગારીની તકો ઊભી થશે તેવું 'નવગુજરાત સમય'ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

અહીં એક વાત નોંધવા જેવી છે કે કેટલા રૂપિયાના એમઓયૂ થયા મતલબ કે કુલ મૂડી રોકાણ કેટલું થયું તેનો કોઈ આંકડો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો નથી.

'ઇન્ડિયન એક્સપ્રેસ' અખબારે સરકારી આંકડાઓના હેવાલેથી લખ્યું છે કે વાઇબ્રન્ટની આઠમી સમિટમાં કુલ 13,45,873 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ થયું હતું. સાથે જ 23,67000 નોકરીની તકો પણ ઊભી થઈ હતી.

અખબારે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હવાલાથી લખ્યું, "વાયબ્રન્ટ સમિટના સફળ પ્રયોગે ગુજરાતને વર્ષ 2001માં આવેલા કચ્છ ભૂકંપ અને 2002માં થયેલા ગોધરાકાંડમાંથી ઊગારવામાં મદદ કરી."

ઉલ્લેખનીય છે કે આ બધાની બીજી તરફ ગુજરાતના અમુક અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે વાઇબ્રન્ટ સમિટ માત્ર દેખાડા પૂરતી છે. જ્યારે વાઇબ્રન્ટ સમિટ નહોતી થતી ત્યારે પણ ગુજરાત વિકાસ કરી રહ્યું હતું.


મેસિડોનિયા : નામ બદલવાના મુદ્દે પ્રદર્શકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ

Image copyright REUTERS

મેસિડોનિયાના નામ બદલવાને લઈને ગ્રીસની રાજધાની એથેન્સમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ આમનેસામને આવી ગઈ હતી.

પ્રદર્શનકારીઓને વિખેરવા પોલીસે બળપ્રયોગ કર્યો હતો અને આંસુ ગૅસના સેલ છોડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા અમૂક દિવસોથી ગ્રીસના ઉત્તર-પશ્ચિમ આવેલા મેસિડોનિયાનું નામ રિપબ્લિક ઑફ નોર્થ મેસિડોનિયા કરવાની ચર્ચા ચાલી રહી છે.

થોડા દિવસો અગાઉ જ મેસિડોનિયાની સંસદે રિપબ્લિક ઑફ નોર્થ મેસિડોનિયા માન કરવાને ખાતર બંધારણીમાં સુધારો કર્યો હતો.

નામ બદલવાને કારણે ગ્રીસ અને મેસિડોનિયા વચ્ચે રહેલા 27 વર્ષ જૂના વિવાદનો અંત આવવાનો છે.

ગ્રીસમાં પણ મેસિડોનિયા નામનો વિસ્તાર હોવાથી તે અલગ દેશ તરીકે મેસિડોનિયાના નામનો વિરોધ કરતું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?


ત્રિપલ તલાક અને સિટીઝનશીપ બિલનો નીતિશ કુમારે વિરોધ કર્યો

Image copyright Hindustan Times/ getty images

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર જનતા દળ યુનાઇટેડ સિટીઝનશીપ બિલ અને ત્રિપલ તલાકનો વિરોધ કરશે. પટનામાં થયેલી કાર્યકારોની એક બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.

પક્ષના અધ્યક્ષ અને બિહારના મુખ્ય મંત્રી નીતિશકુમારની બેઠકમાં આ નિર્ણય લેવાયા બાદ સિટીઝનશીપના વિરોધ માટે આસામમાં પ્રદર્શનકારીઓની ટીમને મોકલવામાં આવી છે.

જેડીયૂના રાષ્ટ્રીય પ્રવક્તા કે. સી. ત્યાગીના જણાવ્યા અનુસાર, "અમે આ બિલનો વિરોધ કરીશું કારણકે તે આસામની અસ્મિતા અને એમની ભાવનોઓની વિરુદ્ધમાં છે."

"સિટીઝનશીપ સુધારા બિલના વિરોધ માટે 27 જાન્યુઆરીના રોજ મને અને પાર્ટીના ના ઉપ-પ્રમુખ પ્રશાંત કિશોરને ગોવાહાટી મોકલવામાં આવશે."

ઇમિગ્રન્ટ્સને આસામમાં વસવાટ માટેનું અને ભારતિય નાગરિક્ત્વના નિયમોમાં ફેરફારો માટેનું આ બિલ હજુ રાજ્યસભામાં પસાર થવાનુ બાકી છે પરંતુ આસામના રાજકીય પક્ષો અને નાગરિકો આ બિલના વિરોધમાં છે કેમ કે તે 1985 ઍકર્ડનું ઉલ્લંઘન કરશે.


સીરિયામાં ઇઝરાયલ દ્વારા ઇરાનિયન સૈન્ય પર હુમલા

Image copyright EPA

ઇઝરાયલ સંરક્ષણ દળ (આઇડીએફ) પ્રમાણે તેમનું ઓપરેશન ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના એલિટ ગ્રુપ કૂદ્સ ફૉર્સ વિરુદ્ધ છે.

આના પર આગળ વધુ માહિતી નથી આપવામાં આવી પરંતુ સીરિયાના સાના સ્ટેટ ન્યૂઝ એજન્સી પ્રમાણે દેશની સુરક્ષાએ દક્ષિણમાં 'ઇઝરાયેલી હુમલાઓને રોક્યા' હતા.

જોકે, ઇઝરાયલ ભાગ્યે જ સીરિયા પર કરેલા હુમલાઓને સ્વીકારે છે.

મે 2018માં ઇઝરાયેલે કહ્યું હતું કે તેમણે 2011ના સીરિયન ગૃહ યુદ્ધ બાદના તમામ મોટા હુમલાઓમાં ઇરાનિયન લશ્કરના માળખાઓમાં આક્રમણ કર્યું છે.

ઇઝરાયલની લશ્કરી છાવણી ગોલાન હાઇટ્સમાં રૉકેટથી કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયલમાં સમગ્ર હડતાલનો માહોલ છે.

શશીકલાને જેલમાં 5 રૂમ અને રસોઈ માટે મહારાજની સુવિધા : RTIમાં થયો ખુલાસો

Image copyright AFP

'એનડીટીવી'ના એક અહેવાલ અનુસાર બેંગાલુરુ સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલાં AIADMK નેતા શશીકલાને જેલના નિયમો તોડીને ખાસ સુવિધાઓ અપાઈ રહી છે.

ગયા વર્ષે જ ડીઆઈજી ડી રૂપા પર શશીકલાને વિષેશ સુવિધાઓ આપવા પર આરોપો લાગ્યા હતા.

તેમણે અપ્રત્ક્ષ રૂપે ડીજીપી સત્યનારાયણ રાવ પર બે કરોડ રૂપિયાની લાંચ લઈને શશીકલાને સુવિધાઓ આપવાનો આરોપ લગાવ્યો હતો.

RTIમાં મળેલી માહિતી અનુસાર ના ખાલી શશીકલાને અલગથી રસોડું આપવામાં આવ્યું છે બલકે સામાન્ય દિવસોમાં પહેરાતાં કપડાં પણ પહેરવાની છૂટ આપી છે જે જલના નિયમોની વિરુદ્ધ છે.

આવક કરતાં વધુ સંપત્તિ હોવાના મામલામાં શશીકલા જેલમાં બંધ છે. એવામાં એમને મળેલી સુવિધાઓ જેવી કે પાંચ રૂમ, રસોઈઓ, સાદા કપડાં, બહારના લોકોને અનિયત સમય સુધી મળવાની છૂટે ચર્ચા જગાવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો