પ્રિયંકા ગાંધી વાડ્રા જ્યારે ભાજપની સામે ચૂંટણી મેદાનમાં ઊતર્યાં હતાં

પિયંકા ગાંધી વાડ્રા Image copyright AFP

વર્ષ 1988. ઇંદિરા ગાંધીની હત્યાને ચાર વર્ષ વીતી ચૂક્યાં હતાં. ત્યારે એક મંચ પર લોકોએ પ્રિયંકા ગાંધીને જોયાં.

પ્રિયંકાની ઉંમર ત્યારે માત્ર 16 વર્ષની હતી. એ પ્રિયંકાનું પહેલું સાર્વજનિક ભાષણ હતું.

એ ભાષણનાં 31 વર્ષ બાદ કૉંગ્રેસ સમર્થક હંમેશાં માગ ઉઠાવતા હતા તે હવે પૂરી થઈ છે.

કૉંગ્રેસે પ્રિયંકા ગાંધીને મહાસચિવ બનાવીને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી આપી છે.

જોકે, 2014માં સામાન્ય ચૂંટણીઓ પહેલાં એવું માનવામાં આવતું હતું કે પ્રિયંકા વારાણસીમાંથી ચૂંટણી લડવા માગતાં હતાં.

જોકે, મોદીની વિરુદ્ધ લડવાના જોખમને જોતાં તેમના નિર્ણય પર મહોર લાગી શકી ન હતી.

ગયા વર્ષે જ્યારે સોનિયા ગાંધીને જ્યારે પ્રિયંકાને રાજનીતિમાં આવવાની વાત પૂછવામાં આવી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે પ્રિયંકા નક્કી કરશે કે તેમણે રાજનીતિમાં ક્યારે આવવું છે.


પ્રિયંકાને કહે છે ભૈયાજી

Image copyright Getty Images

પ્રિયંકા ગાંધી જ્યારે નાનાં હતાં અને પોતાના પિતા રાજીવ અને માતા સોનિયા સાથે રાયબરેલી જતાં તો તેમના વાળ હંમેશાં નાના રહેતા હતા.

અમેઠી અને રાયબરેલીના પ્રવાસ પર ગામના લોકો રાહુલની જેમ જ પ્રિયંકાને પણ ભૈયા બોલાવતા હતા. થોડા કેટલાક વખતમાં તે નામ બદલીને ભૈયાજી થઈ ગયું.

યૂપીમાં પ્રિયંકાની લોકપ્રિયતાને તમે આમ જ સમજી શકો છો કે સામાન્ય લોકો તેમને ખૂબ જ પસંદ કરે છે.

તેમનું કારણ પ્રિયંકાની હેર-સ્ટાઇલ, કપડાંની પસંદગી અને વાત કરવાની રીતેમાં ઇંદિરા ગાંધીની છાપ સ્પષ્ટ પણ દેખાઈ આવે છે.

પ્રિયંકા જ્યારે યૂપીના પ્રવાસે જતાં તો તેમનો દિવસ સવારે છ વાગ્યાથી શરૂ થતો હતો.

ટ્રેડમિલ પર થોડો વ્યાયામ કર્યા બાદ પ્રિયંકા યોગ કરે છે.

એવું કહેવામાં આવે છે કે પ્રિયંકા ગાંધી યૂપીના પ્રવાસે જ્યારે હોય ત્યારે રોટલી કે પરાઠાંની સાથે શાક અને દાળ ખાવાનું પસંદ કરે છે. સાથે કેરી કે લીંબુંના અથાણાં પણ હોય છે.

તેમને અને તેમના પતિ રૉબર્વ વાડ્રાને મુઘલાઈ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે.


રિક્ષાનો પ્રવાસ

Image copyright Reuters

પ્રિયંકાએ ચૂંટણીઓમાં પ્રચાર 2004માં શરૂ કર્યો હતો.

આ સમયે પ્રિયંકા મહેમાન તરીકે રાયબરેલીમાં રહેતા બહાદુર સિંહના ઘર પર એક મહિના સુધી રહ્યાં હતાં.

રમેશે બીબીસીને આ મામલે 2016માં જણાવ્યું હતું, "પ્રિયંકા પ્રચાર કરવા માટે એકલાં નીકળતાં હતાં અને મોડી રાત્રે ઘરે પરત ફરતાં હતાં."

"તેમનાં બંને બાળકો ઘરે નોકરાણી સાથે રહેતાં હતાં. એક દિવસ તેઓ જલદી આવી ગયાં અને મને કહ્યું કે બંને બાળકોને રિક્ષાની મુસાફરી કરાવવી છે તો બે રિક્ષા મળી શકે છે? "

"જેવી જ રિક્ષા આવી તેઓ બાળકો સાથે બેસીને બહાર નીકળી ગયાં અને એસપીજીવાળી તેમની પાછળ ભાગ્યા."

"અડધા કલાક પછી તેઓ પરત આવ્યાં અને અડધા કલાક પછી રિક્ષાવાળાને 50 રૂપિયા આપીને રૂમમાં જતાં રહ્યાં."


2004માં શા માટે પ્રિયંકાને પ્રચારમાં ઉતારવામાં આવ્યાં?

Image copyright Getty Images

24 અકબર રોડ પુસ્તક લખનારા રશીદ કિદવઈ પ્રિયંકાની કૉંગ્રેસમાં જરૂરિયાતની એક દિલચસ્પ કહાણી કહે છે.

વર્ષ 2004માં સામાન્ય ચૂંટણી સમયે એ મહેસૂસ થયું કે કૉંગ્રેસની હાલત ખરાબ છે.

પાર્ટીએ એક પ્રૉફેશનલ એજન્સીની સેવાઓ લીધી હતી, જેણે તત્કાલિન કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને જણાવ્યું કે તેઓ એકલાં ભાજપના મોટા નેતા અન તત્કાલિન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને ટક્કર આપી શકશે નહીં.

જે બાદ રાહુલ ગાંધી બ્રિટનમાં પોતાની નોકરી છોડીને સક્રિય રાજનીતિમાં આવ્યા.

આ ચૂંટણીઓ બાદ જ્યારે પરિણામો શરૂ થયાં તો અમેઠીમાં ટીવી જોઈ રહેલાં પ્રિયંકાના ચહેરા પર હાસ્ય દર દસ મિનિટે વધી રહી હતી.

તેઓ એકાએક બોલી ઊઠ્યાં 'મમ્મી હેઝ ડન ઈટ.'

રાશિદ કહે છે કે આ એજન્સીમાં સોનિયાએ ફરી સલાહ માગી. ત્યારે જે સલાહ તે એ હતી કે જોરદાર વાપસી માટે રાહુલ અને પ્રિયંકાની સંયુક્ત એજેન્સીની જરૂરિયાત હશે.


જ્યારે પ્રિયંકા 10 મિનિટ સુધી નેતાઓ પર ગુસ્સે થયાં

Image copyright Reuters

વર્ષ 2012. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી ચાલી રહી હતી.

પ્રિયંકા ગાંધી રાયબરેલીની બછરાંવા બેઠક પર પ્રચાર કરી રહ્યાં હતાં.

એક ગામમાં તેમના સ્વાગત માટે ત્યાંના સૌથી મોટા કૉંગ્રેસી નેતા અને પૂર્વ ધારાસભ્ય ઊભેલા દેખાયા.

પ્રિયંકાના ચહેરાના ભાવ બદલ્યા, તેમણે પોતાની ગાડીમાં બેઠેલા લોકોને ઊતરવા માટે કહ્યું અને ઈશારાથી એ કદાવર નેતાને ગાડીમાં બેસાડ્યા.

પોતાની આગળની સીટ પર પાછળ વળીને ગુસ્સામાં પ્રિયંકાએ તે નેતાને 10 મિનિટ સુધી ધમકાવ્યા અને કહ્યું કે આગળથી મને આવું કંઈ સાંભળવું ના પડે, હું બધું જાણું છું, હવે ગાડીમાંથી હસતા-હસતા ઊતરો.

તે બાદ પાર્ટી કાર્યકર્તાઓની એક બેઠક થઈ. બેઠકને વચ્ચેથી રોકી એક સ્થાનિક નેતાને પ્રિયંકા ગાંધી બોલાવી પાછળના રૂમમાં લઈ ગયાં.

પાંચ મિનિટ તે નેતા રૂમમાંથી નીકળ્યા તો તેમની આંખમાં આંસુઓ ટપકી રહ્યાં હતાં.

કેટલાક મહિના બાદ પ્રિયંકા ગાંધી ટિકિટની વહેંચણી કરી રહ્યા હતા. આ સમયે તેમણે આ નેતાની સલાહ પણ આરામથી સાંભળી હતી.


પ્રિયંકા ગાંધીની સફર પર એક નજર

Image copyright Getty Images

12 જાન્યુઆરી 1972ના રોજ જન્મ

મૉર્ડન સ્કૂલમાં અભ્યાસ કર્યો

દિલ્હી યુનિવર્સિટીની જીસસ એન્ડ મેરી કૉલેજમાં મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો

1997માં વેપારી રૉબર્ટ વાડ્રા સાથે લગ્ન

2004માં સોનિયા ગાંધી માટે પ્રચાર

પ્રિયંકા ગાંધીને બે બાળકો છે, એક પુત્ર અને એક પુત્રી

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ