અશોક ચક્ર : આ સન્માન મેળવનારા પ્રથમ કાશ્મીરી સૈનિક નઝીર વાની કોણ છે? શું તેઓ અગાઉ ઉગ્રવાદી હતા?

નઝીર વાની Image copyright TWITTER/@ADGPI
ફોટો લાઈન નઝીર વાની

નવેમ્બરની ઠંડીની એ રાત્રી હતી. ઇન્ડિયન આર્મીના જવાનોએ દક્ષિણ કાશ્મીરના શોપિયન જિલ્લાના બટગુંદ ગામને ચારેય બાજુથી ઘેરી લીધું હતું.

એ રાત્રીએ થોડા સમય માટે નીરવ શાંતિ રહી પરંતુ બાદમાં ધડાકાભેર ગોળીબારનો અવાજ એ શાંત વાતાવરણમાં ગૂંજવા લાગ્યો.

સુરક્ષા દળોને બાતમી મળી હતી કે ગામમાં છ ઉગ્રવાદીઓ છુપાયા છે.

એ રાતે ઇન્ડિયન આર્મીના જવાન નાઝીર વાની ઉગ્રવાદી વિરોધી ઑપરેશનમાં ભાગ લેવા માટે ખૂબ જ તપ્તર જણાતા હતા. તેમના સાથીએ કહ્યા અનુસાર વાનીને ઑપરેશનમાં ભાલ લેવાની તીવ્ર ઇચ્છા જાગી હતી.

તેમને તેમના એક સાથીની શહીદીનો બદલો લેવો હતો.

કહેવાય છે કે વાનીના ખાસ મિત્રનું ઉગ્રવાદીઓ સામેના એક ઑપરેશનમાં મૃત્યુ થઈ ગયું હતું. તેમણે ત્યારે જ એ જવાનનો બદલો લેવાની પ્રતિજ્ઞા કરી લીધી હતી.

નઝીર અહેમદ વાનીને સરકાર મરણોત્તર 'અશોક ચક્ર'થી સન્માન કરવા જઈ રહી છે. કાશ્મીરમાં ઉગ્રવાદી વિરોધી ઑપરેશનમાં બહાદુરી દર્શાવવા માટે તેમનું દેશના સૌથી ઉચ્ચતમ ઍવૉર્ડથી સન્માન થશે.

જોકે, તેઓ આજે આ દુનિયામાં નથી પણ તેમને આ ઍવૉર્ડ મરણોત્તર આપવામાં આવી રહ્યો છે.

સૌથી ખાસ વાત એ છે કે અશોક ચક્ર ઍવૉર્ડ મેળવનારા તેઓ પહેલા કાશ્મીરી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

  1. 26 જાન્યુઆરીએ બહાર ન નીકળે વિદ્યાર્થીઓ : દેવબંદ
  2. જ્યારે હું ગાંધી બનીને ગુજરાતનાં 150 ગામડાંમાં ફર્યો
Image copyright Aakash Hassan
ફોટો લાઈન નઝીર વાનીની કબર

38 વર્ષીય વાની ગત વર્ષે નવેમ્બર મહિનામાં દક્ષિણ કાશ્મીરમાં ઉગ્રવાદી વિરોધી ઑપરેશન દરમિયાન શહીદ થયા હતા. આ ઑપરેશનમાં છ ઉગ્રવાદીના પણ મોત થયા હતા.

ઇન્ડિયન આર્મીએ નિવેદન રજૂ કર્યું હતું કે વાની ખૂબ જ બહાદુર સૈનિક હતા અને તેઓ વર્ષ 2004માં આર્મીમાં જોડાયા હતા. આ પૂર્વે તેઓ એક ઉગ્રવાદી હતી.

આર્મીના નિવેદન અનુસાર "તેમના સમગ્ર સક્રિય જીવન દરમિયાન તેમના જીવને જોખમની ધમકીઓ તેમને મળતી રહી તેમ છતાં તેઓ બહાદુરીપૂર્વક રહ્યા. તેઓ પ્રેરણાદાયી છે."

તેમના નાના ભાઈ મુસ્તાક વાનીએ બીબીસીને જણાવ્યું કે,"નઝીરે ક્યારે ઉગ્રવાદનો પથ નહોતા અપનાવ્યો તેઓ મુસ્લિમ બ્રધર્સ સંગઠન ઇખવાન મુસલમિનમાં જોડાયા હતા."

"આ આત્મસમર્પણ કરનારા સ્થાનિક ચરમપંથીઓનું એક એવું સંગઠન છે જેને સરકારોનું પીઠબળ હોય છે. આ સંગઠન પછી પ્રદેશમાં ઉગ્રવાદીઓ સામે લડાઈ લડે છે."


કુલગામના રહેવાસી

વાની ભારત પ્રશાશિત કાશ્મીરના કુલગામ જિલ્લાના સૌથી સંવેદનશીલ જિલ્લા કુલગામના રહેવાસી છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ગત વર્ષે તેમણે ઉગ્રવાદી વિરોધીઓ સામે હાથ ધરવામાં આવેલા કેટલાક ઑપરેશનનો ભાગ રહ્યા હતા.

વર્ષ 2007માં તેમને બહાદુરી માટે સેના મેડલથી નવાજવામાં આવ્યા હતા. જ્યારે 2018માં ફરીથી એક વાર તેમને સેના મેડલ મળ્યું હતું.

તેમના પરિવારમાં હવે પત્ની અને બે બાળકો અતહર (20) તથા શાહિદ (18) છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ