આખરે પ્રજાસત્તાક દિન અને સ્વાતંત્ર્ય પર્વ મદરેસા કેવી રીતે ઉજવે છે?

મદરેસાના વિદ્યાર્થીઓ

સ્વાતંત્ર્ય દિવસ અને પ્રજાસત્તાક દિને કૂર્તા-પાયજામા અને માથા પર ટોપી પહેરેલા અને હાથમાં તિરંગો રાખેલાં યુવાનો કે બાળકોની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવાં લાગે છે.

સામાન્ય રીતે આ તસવીરો કોઈ મદરેસાના વિદ્યાર્થીઓની હોય એવું માની લેવામા આવે છે.

ભારતમાં મદરેસાને માત્ર એક ઇસ્લામી શિક્ષણ આપતી સંસ્થા માનવામાં આવે છે.

જોકે, કેટલીક મદરેસાઓમાં ગણિત, હિંદી અને વિજ્ઞાન પણ ભણાવવામાં આવે છે.

ભારતમાં અલગ-અલગ પંથની અલગ-અલગ મદરેસા છે. તેમાં સૌથી મોટી મદરેસા ઉત્તર પ્રદેશની 'દારુલ ઉલૂમ દેવબંધ' છે.

તાજેતરમાં જ દારુલ ઉલૂમ દેવબંધ મદરેસા હૉસ્ટેલે તેના વિદ્યાર્થીઓને પ્રજાસત્તાક દિવસની રજાઓમાં મુસાફરી ટાળવા કહ્યું હતું.


Image copyright FACEBOOK/DARUL ULOOM DEOBAND

પ્રજાસત્તાક દિવસ પર સુરક્ષા વધી જાય છે અને એક પ્રકારનો ડરનો માહોલ સર્જાતો હોવાનું કારણ 'દારુલ ઉલૂમ દેવબંધ' દ્વારા અપાયું હતું.

મદરેસા દ્વારા કહેવાયું હતું કે બહુ મહત્ત્વનું કામ હોય તો જ મુસાફરી કરવી અને કોઈ સાથે વિવાદથી બચવું.

ઘણા વખતથી એવા પ્રશ્નો ઊઠે છે કે મદરેસામાં કેમ પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ પર કોઈ કાર્યક્રમ યોજાતો નથી કે ત્યાં રજા પણ નથી હોતી?

તમે આ વાંચ્યું કે નહીં?

ગયા વર્ષે યોગી સરકારે સ્વાતંત્ર્ય દિવસ પર મદરેસામા ધ્વજવંદન કરવાનું ફરજિયાત કરી દીધું હતું.

તેમની રમઝાનની રજાઓ ઓછી કરવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.

ત્યારે સવાલ એ થાય છે કે આખરે પ્રજાસત્તાક દિવસે મદરેસાઓમાં થાય છે શું?

શું મદરેસાના વિદ્યાર્થીઓને ખરેખર બહાર હેરાન કરવામાં આવે છે?

દિલ્હીના કેટલાક મદરેસાઓમાં અમે આ જ સવાલોના જવાબ શોધવાની કોશિશ કરી.


પ્રજાસત્તાક દિવસે મદરેસાઓમાં શુ થાય છે?

Image copyright Getty Images

ઉત્તર-પૂર્વ દિલ્હીના મુસ્તફાબાદ વિસ્તારની મોટી મદરેસાઓમાંની એક મદરેસા 'અશરફિયા તાલિમુલ કુરઆન' દેવબંધ સાથે જોડાયેલી છે.

તેમાં લગભગ 350 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી 32 ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના છે.

આ મદરેસામાં નાઝરા, હિફ્ઝ અને કિરાતનો અભ્યાસ કરાવવામાં આવે છે. ત્યાર બાદ આગળના અભ્યાસ માટે વિદ્યાર્થીઓને દેવબંધ મોકલવામાં આવે છે.

વર્ષ 1990થી આ મદરેસાને સંભાળી રહેલાં કારી અબ્દુલ જબ્બાર દેવબંધમાં વિદ્યાર્થીઓને આપવામાં આવેલી સૂચનાને સમર્થન આપે છે.


ફોટો લાઈન કારી અબ્દુલ જબ્બાર

તેઓ જણાવે છે કે દેવબંધ તરફથી આવી કોઈ સૂચના નથી આવી પરંતુ વિદ્યાર્થીની જવાબદારી મદરેસાની હોય છે.

જો વિદ્યાર્થીઓને ક્યાંય જવું હોય તો તેમણે પહેલાં મદરેસાને જાણ કરવી પડશે. પછી તેઓ બહાર જઈ શકે છે.

જબ્બાર કહે છે, "પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ પર તેમની મદરેસામા કાર્યક્રમ થાય છે."

"આ દિવસે કોમી એખલાસનું ગીત 'સારે જહાં સે અચ્છા' ગાવામાં આવે છે અને વિદ્યાર્થીઓને આ દિવસનું મહત્વ સમજાવવામાં આવે છે."


ફોટો લાઈન મોહમ્મદ જૈદ

14 વર્ષના મોહમ્મદ જૈદ મેરઠથી આવે છે અને તે મદરેસામાં ઉર્દૂ અને અરબી શીખે છે.

તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે 15 ઑગસ્ટે શું કરો છો, તો એણે કહ્યું કે પતંગ ઉડાડવામાં આવે છે.

તેઓ કહે છે કે ક્યાંય બહાર નથી જતાં, તેમના કેટલાંક મિત્રો બહાર ફરવા જરૂર જાય છે.


ફોટો લાઈન મોહમ્મદ સાહિલ ખાન

આ જ મદરેસામાં હાફિઝા કરતા 19 વર્ષના મોહમ્મદ સાહિલ ખાન સ્વાતંત્ર્ય દિન અંગે જણાવે છે કે આ દિવસે આપણો દેશ આઝાદ થયો હતો.

સાહિલ કહે છે કે તેઓ સ્વાતંત્ર્ય દિવસ અને પ્રજાસત્તાક દિવસે ઇન્ડિયા ગેટ જાય છે.


મદરેસાના વિદ્યાર્થીઓ ખરેખર ડરે છે?

ફોટો લાઈન મૌલાના હસી-ઉર-રહમાન

મુસ્તુફાબાદમાં જ બરેલવી પંથ સાથે જોડેલી મદરેસા 'ઇસ્લામિયા હુસેનિયા નૂરિયા' આવેલી છે.

દિલ્હીથી બહારના વિસ્તારોમાંથી આવેલા 30 વિદ્યાર્થીઓ અહીં રહીને અભ્યાસ કરે છે.

હું આ મદરેસામાં પહોંચ્યો તો જોયું કે ત્યાં તો પહેલાંથી જ પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા માટે ઝંડા લાવવામાં આવ્યા હતા.

આ મદરેસાની જવાબદારી સંભાળતાં મૌલાના હસીબ-ઉર-રહેમાન દેવબંધની સૂચનાથી અસહમત છે.

છતાં તેઓ કહે છે કે વિદ્યાર્થીઓએ હંમેશા બહાર જતાં સચેત રહેવું જોઈએ.

તેનું કારણ તેઓ આપે છે કે કેટલાંક લોકો છે જે ડર ફેલાવવા માગે છે.

તેનાથી મદરેસાના વિદ્યાર્થીઓને માત્ર પ્રજાસત્તાક દિવસે જ નહીં પણ હંમેશા તકલીફ થઈ શકે છે.

સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક દિવસે આ મદરેસામાં શું થાય છે? આ અંગે તેઓ કહે છે,

"અમે દર વખતે મદરેસામાં ધ્વજ ફરકાવીએ છીએ અને વિદ્યાર્થીઓને ઇતિહાસના મહત્ત્વ વિશે જાણકારી આપવામાં આપીએ છીએ."

તેઓ કહે છે, " આ દિવસે મદરેસામાં દેશભક્તિના ગીતો ગવાય છે અને શેર-ઓ-શાયરી પણ થાય છે."


ફોટો લાઈન નાહિદ અખ્તર(વચ્ચે)

આ જ મદરેસામાં અભ્યાસ કરતા બિહારના કિશનગંજના નાહિદ અખ્તર પ્રજાસત્તાક દિવસનું મહત્ત્વ જણાવે છે.

તેઓ કહે છે કે આ દિવસથી આપણા દેશનું બંધારણ અમલમાં આવ્યુ હતું.

તેઓ કહે છે, "હું યૌમ-એ-જમ્હુરિયા(પ્રજાસત્તાક દિવસ) પર દર વર્ષે બહાર જઉં છુ અને મને કોઈ પ્રકારનો ડર નથી લાગતો. હું આજે પણ બહાર ફરવા જઈશ."

ઉત્તર પ્રદેશના લોનીના મોહમ્મદ શઝાદ કહે છે કે ક્યાંય મુસાફરી કરવામાં કોઈ ડર નથી લાગ્યો અને તેઓ આ વર્ષે પણ બહાર ફરવા જશે.


ફોટો લાઈન જુનૈદનો પરિવાર

જૂન 2017માં ઈદની ખરીદી કરીને લોકલ ટ્રેનમાં પોતાના ઘર વલ્લભગઢ જઈ રહેલા 16 વર્ષના જુનૈદની હત્યા કરી દેવાઈ હતી.

એ સમયે તેણે કૂર્તો, પાયજામો અને ટોપી પહેરી હતી. ટ્રેનના સહયાત્રીઓ સાથે બેસવા બાબતે તેમને રકઝક થઈ હતી.

ઝાફરાબાદમાં 'બાબુલ ઉલૂમ' નામના મદરેસામાં 250થી વધુ વિદ્યાર્થીઓ દિલ્હી બહારના છે.

તેમાંથી જ એક છે હરિયાણાના મેવાતનો 15 વર્ષનો અબ્દુલ્લા.

અબ્દુલ્લા કહે છે કે કપડાંના કારણે મુસાફરી દરમિયાન લોકો તેની સામે તાકી રહે છે.


ફોટો લાઈન અબ્દુલ્લા

અબ્દુલ્લા કહે છે, "મેટ્રોમાં લોકો ટોપી જોઈને કહે છે કે જુઓ આ ક્યાં જઈ રહ્યો છે. લોકો મોં પણ ફેરવી લે છે."

"ઘણી વખત અમને ટ્રેનમાં સીટ પરથી ઊઠાડી મૂકવામાં આવે છે."

"હું 26 જાન્યુઆરીએ મદરેસામાં જ રહું છું અને અહીં જે કાર્યક્રમ થાય તેમાં ભાગ લઉં છું. હું ક્યાંય નથી જતો અને જઈશ પણ નહીં."


દેશભક્તિ પર સવાલ

ફોટો લાઈન મૌલાના મોહમ્મદ દાઉદ

"પાકિસ્તાનની ક્રિકેટ ટીમ જીતે તો મુસ્લિમ વિસ્તારોમાં ફટાકડા ફૂટે છે. એ દેશભક્ત નથી હોતા. તેમનામાં પાકિસ્તાન પ્રત્યે પ્રેમ રહેલો છે."

વૉટ્સઍપમાં શૅર થતી આ બાબતો ક્યારેક કોઈને કોઈ પાસેથી તો તમે સાંભળી જ હશે.

'બાબુલ ઉલૂમ મદરેસા'ના પ્રિન્સિપલ મૌલાના દાઉદ સવાલ કરે છે કે મુસલમાનોથી વધુ દેશભક્ત આખરે કોણ છે?

તેઓ કહે છે, "દેવબંધ અને તેની સાથે જોડાયેલી મદરેસા બહુ પહેલાંથી જ સ્વાતંત્ર્ય દિવસ અને પ્રજાસત્તાક દિવસે ધ્વજ ફરકાવે છે અને ત્યાં રજા પણ હોય છે."

"અમારા રસૂલ મોહમ્મદ સાહેબનો હુકમ છે કે જે દેશમાં રહો તેને પ્રેમ કરો."

"જો કાલે સરહદ પર જરૂર પડે તો જીવની આહુતિ આપનારા અમે સૌથી પહેલાં હોઈશું."

"આપણે દેશભક્તિના સર્ટિફિકેટ માગતા ફરીએ એ વાત જ બેકાર છે."


'દેશ માટે જીવ કુરબાન કરી શકીએ'

Image copyright AFP
ફોટો લાઈન લાલ કિલ્લા પરથી જામા મસ્જિદનો નજારો

જોકે, તેઓ કહે છે કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષોમાં દેશમાં નફરતનો માહોલ ઊભો થયો છે અને આ દરમિયાન કેટલાંક મુઠ્ઠીભર લોકો ડર ફેલાવી રહ્યા છે.

તેઓ રસ્તે ચાલતા મદરેસાના છોકરાઓને ચીડવે છે. તેમની દાઢી પર સવાલ ઊભા કરે છે. એ જ કારણથી દેવબંધે આ સૂચના આપી છે.

તેઓ કહે છે, "દેશમાં 95 ટકા બિનમુસ્લિમ ભાઈઓ સારા છે પણ જો નફરત ફેલાવનારા 90 ટકા થઈ ગયા તો આ દેશમાં રહેવું મુશ્કેલ થઈ જશે."

મૌલાના દાઉદ જેવો જ મત મૌલાના હસીબ પણ ધરાવે છે. તેઓ કહે છે કે તેમના પૂર્વજો આ જ ધરતીમાં દફન છે તો પછી તેઓ બીજા કોઈ દેશને કેમ ચાહે?

હસીબ કહે છે, "અમે આ દેશ માટે જાન અને માલ બંને આપી શકીએ છીએ."

તમે આ વાંચ્યું કે નહીં?

"હબ્બુલ વતની(દેશભક્તિ)નો સંદેશ માત્ર હદીસો નહીં પણ કુરઆનમાંથી પણ મળે છે."

"મારી સાથે મારી દાઢી અને કપડાંના કારણે 20 વર્ષ પહેલાં દુર્વ્યવહાર થઈ ચૂક્યો છે."

"પણ હું ક્યારેય દેશ સાથે ગદ્દારી ન કરી શકું અને હું અહીં જ રહીશ."

2014માં મોદી સરકારના બન્યા પછી તસ્કરી નામે ઘણા મુસલમાનો પર ત્રાસ ગુજારવામાં આવ્યો, ત્યાં સુધી કે તેમની હત્યા પણ કરી દેવાઈ.

કારી અબ્દુલ જબ્બાર કહે છે, "નબી મોહમ્મદ સાહેબનું ફરમાન છે કે ક્યારેય પોતાના બાદશાહને ખરાબ ન કહેવો."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ