BBC TOP NEWS : શું મેહુલ ચોકસીને ભારત લાવવા સિક્રેટ અભિયાન થઈ રહ્યું છે?

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના સમાચાર અનુસાર ભારતમાંથી ભાગેલા મોટા આર્થિક અપરાધીઓને ભારત પાછા લઈ આવવા માટે સરકાર વિશેષ અભિયાન હાથ ધરી રહી છે.
અખબાર સૂત્રોના હવાલાથી લખે છે કે કારોબારી મેહુલ ચોકસીની ધરપકડ માટે અધિકારીઓ વેસ્ટ ઇન્ડિઝ જશે.
આ સાથે જ 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ પણ એવો અહેવાલ છાપ્યો છે કે આ માટે એક સિક્રેટ કૅરેબિયન ફ્લાઇટને જીડીસીએ (ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ ઍવિએશન) દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
આ મિશન માટે લાંબી સફર કરી શકે એવા ઍર ઇન્ડિયાના વિમાન બૉઈંગને જોતરવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પર વાઇરલ થયો GoBackModi ટ્રૅન્ડ
એનડીટીવીનો અહેવાલ જણાવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તામિલનાડુ મુલાકાત અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્ટિટર અને ફેસબુક પર #GoBackModi (ગૉ બૅક મોદી)ના ટ્રૅન્ડ જોવા મળ્યો છે.
વડા પ્રધાન મોદી આજે તમિલનાડુમાં મદુરાઈ ખાતે ઍઇમ્સ હોસ્પિટલના બાંકામનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે.
ટ્ટિટર અને ફેસબુક પર લોકોએ સાઇક્લોન ગાજાથી લઈને અનેક મુદ્દાઓની નિષ્ફળતા બાબતે મોદીની ટીકા કરી #GoBackModi, #GoBackSadistModi વગેરે ટ્રૅન્ડ શરુ કર્યા છે.
આ ટ્રૅન્ડની સામે #MaduraiThanksModi #aiimsmadurai #TNWelcomesModi વગેરે પણ જોવા મળ્યા છે.
ચંદા કોચરના કેસની તપાસ કરી રહેલા સીબીઆઈ અધિકારીની બદલી
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર વીડિયોકોનને લૉન આપવામાં ગેરરીતી આચરવાના કેસમાં ચંદા કોચર વિરુદ્ધ તપાસ કરનારા સીબીઆઈના અધિકારીની બદલી કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નાણામંત્રી અરુણ જેટલીએ સીબીઆઈને ચંદા કોચર મામલે તપાસમાં સલાહ આપ્યા બાદ નિર્ણય લેવાયો છે.
અરુણ જેટલી સીબીઆઈને સલાહ આપી હતી કે તેઓ તપાસ સાચી જગ્યાએ કેન્દ્રિત રાખે.
દિલ્હી ખાતે સીબીઆઈના બૅન્કિંગ અને સુરક્ષા સાથે છેતરપિંડી વિભાગમાં ફરજ બજાવતા એસપી સુધાંશુ ધાર મિશ્રા આ મામલાની તપાસ કરી રહ્યા હતા અને ચંદા કોચરની એફઆઈઆર પર તેમણે સહી કરી હતી.
હવે તેનું રાંચીની ઇકૉનૉમિક ઓફિસમાં બદલી કરી દેવામાં આવી છે.
આઈસીઆઈસીઆઈ મામલામાં ચંદા કોચર , તેમના પતિ દિપક કોચર અને વીડિયોકોન સમૂહના પ્રબંધ નિદેશક વેણુગાલ ધૂત વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
અયોધ્યા મુદ્દો અમને સોપીં દો, 24 કલાકમાં સમાધાન કરીશું - યોગી
'એનડીટીવી ઇન્ડિયા'ના અહેવાલ અનુસાર ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યા મુદ્દાને 24 કલાકમાં નિપટાવી દેવાનો વાયદો કર્યો છે.
યોગીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ આ મુદ્દે ચુકાદો આપવામાં અસમર્થ છે. જો તેમને આ મુદ્દો સોંપી દેવામાં આવે, તો 24 કલાકમાં સમાધાન આવી જશે.
આ સિવાય યોગીએ વર્ષ 2014ની લોકસભા ચૂંટણી કરતાં પણ વધુ બેઠકો 2019ની ચૂટંણીમાં મેળવવાનો દાવો કર્યો છે.
કોર્ટને સલાહ આપતા યોગીએ કહ્યું, "હું અદાલતને આ મુદ્દો જલદી નિપટે તેવી અપીલ કરું છું. અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયની ખંડપીઠે 30 સપ્ટેમ્બર 2010ના રોજ સ્વીકાર કર્યો હતો કે બાબરી મસ્જિદ હિંદુ મંદિરને નષ્ટ કરી બનાવવામાં આવ્યો હતો."
તમે આ વાંચ્યું કે નહીં?
- યોગીએ સ્મૃતિ ઈરાની અને કેટરિના કૈફનાં 'નામ' શું રાખ્યાં?
- જ્યારે પ્રણવ મુખર્જી બે વખત વડા પ્રધાન બનતા-બનતા રહી ગયા
- કેવી રીતે અજય સિંહ બિષ્ટ બન્યા યોગી આદિત્યનાથ?
જસ્ટિન ટ્રુડોએ ચીન ખાતેના રાજદૂતને હટાવ્યા
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ચીન ખાતેના પોતાના રાજદૂત જ્હૉન મેકલમને હટાવી દીધા છે.
વિવાદાસ્પદ ટિપ્પણીઓ બાદ મેકલમે અમુક લોકો પર પત્યર્પણનો કેસ કર્યો હતો જેમાં ચાઇનીઝ ટેલિકોમ કંપની 'વ્હાવે' (huawei)ના સિનિયર એક્ઝિક્યૂટિવનો પણ સમાવેશ થાય છે.
ટ્રુડોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે મેકલમને આ કેસ અંગે કારણો રજૂ કરવા જણાવ્યું હતું, પરું તોઓ નિષ્ળ રહ્યા.
અમેરિકાના ભલામણ બાદ કૅનેડામાં વ્હાવેનાં ચીફ ફાયનાન્સિયલ ઓફિસર મેંગ વાન્ઝુની અટક કરવા મુદ્દે ચીન ગુસ્સામાં હતું.
અમેરિકાનો આરોપ છે કે વાન્ઝુએ ઈરાન પર જકાત વધારી દીધી છે. જોકે, વાન્ઝુ અને ચીન આ આરોપોને નકારી કાઢે છે.
પેરીસ આતંકી હુમલાને રજૂ કરતું પેઇન્ટિંગ ચોરી
જાણીતા બ્રિટિશ કલાકાર બેન્સ્કીએ વર્ષ 2015માં પિરસના બેટક્લેન મ્યૂઝિક હૉલમાં થયેલા આતંકી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલી અર્પણ કરતું પેઇન્ટિંગ કર્યું હતું જેની ચોરી થઈ ગઈ છે.
ચોરો દ્વારા દુખ પ્રગટ કરતી મહિલાનું ચિત્રને વચ્ચેથી કાપીને લઈ જવામાં આવ્યું.
ઉલ્લેખનીય છે કે વર્ષ 2015માં એક મ્યૂઝિક કાર્યક્રમ દરમિયાન હથિયારધારી આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં 90 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
બેટક્લેન દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું જેમાં લખ્યું હતું, "આપણા દરેક જેમાં પેરિસિયન, દુનિયાના નાગરિકો, સ્થાનિકોનું પ્રતિબિંબ રજૂ કરતું બેન્સ્કીના કામને આપણાથી દૂર કરી દેવામાં આવ્યું છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો