હાર્દિક પંડ્યાનો શાનદાર કેચ, 'આજ મેં ઉડ કે આયા'

ફોટો Image copyright TWITTER

ભારતે ન્યૂ ઝિલૅન્ડને સિરીઝી ત્રીજી મૅચમાં સાત વિકેટથી હરાવી દીધું છે.

રોહિત શર્મા અને કોહલીની શાનદાર બૅટિંગને કારણે ભારતે 43 ઓવરમાં જ ત્રણ વિકેટ પર 245 રન કરી લીધા હતા અને ભારતે પાંચ વન ડે મૅચની સિરીઝમાં 3-0થી નિર્ણાયક બઢત હાંસલ કરી લીધી છે.

વિવાદમાં આવેલા ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યાનું ટીમમાં પરત ફરવું લાભદાયી નીવડ્યું હતું.

હાર્દિક હૅનરી નિકોલસ અને મિશેલ સન્ટનેરને સસ્તામાં આઉટ કરી દીધા હતા.

આ ઉપરાંત ખતરનાક બની શકે તેવા કૅપ્ટન કૅન વિલિયમસનનો કૅચ પણ ઝડપ્યો હતો.

હાર્દિક પંડ્યાએ 17મી ઓવરમાં કેન વિલિયમસનનો શાનદાર કેચ પકડ્યો હતો.

આ કેચની સોશિયલ મીડિયામાં ચર્ચા થવા લાગી હતી.


ક્રિકેટ નિષ્ણાંતોથી લઈને ફેન્સે હાર્દિકના આ કેચના વખાણ કર્યા હતા.

હર્ષા ભોગલેએ ટ્વીટ કરી હતી કે ટીમમાં હાર્દિકને જલદી પરત બોલાવવા પાછળનું અન્ય એક કારણ. મેદાનમાં શાનદાર પ્રદર્શન.

મોહમ્મદ કૈફે ટ્વીટ કરી હતી કે આ ફિલ્ડરની વિકેટ હતી. હાર્દિક પંડ્યાનો જોરદાર કેચ.

મીની લામા નામના ટ્વિટર હૅન્ડલ પરથી શાનદાર કેચ માટે જાણીતા જોન્ટી રોડ્સના પ્રતિભાવની વાત ફોટો દ્વારા જણાવી.

શાહિદ શેખ નામના યૂઝરે ટ્વીટ કરી લગાન ફિલ્મ સાથે હાર્દિકના વિવાદની સરખામણી કરી હતી.


આ સાથે લોકોએ હાર્દિક પંડ્યાના 'કૉફી વિથ કર'માં થયેલા વિવાદને રમત સાથે જોડ્યો હતો.

પ્રિયાંશુ નામના ટ્વિટર યૂઝરે ટ્વીટ કરી કે "આજ મેં કર કે આયા હું' નિવેદનની ટીકા બાદ હાર્દિક પંડ્યા "આજ મેં ઊડ કે આયા હું."

ઉર્જી નામનાં ટ્વિટર યૂઝરે ટ્વીટ કરી હતી કે, ''માની લો મારી વાત, કૉફીથી સારી છે ચા.''


શોમાં હાર્દિક પંડ્યાએ શું કહ્યું હતું?

Image copyright Getty Images

હાર્દિક પંડ્યા પોતાના સાથી ક્રિકેટર કે. એલ. રાહુલ સાથે 'કૉફી વિથ કરણ' નામના શોમાં હાજરી આપી હતી.

પંડ્યાએ આ શોમાં પોતાના જીવન વિશે જોડાયેલા કેટલાક સવાલોના જવાબ આપ્યા હતા.

તમને આ વાંચવું પણ ગમશે:

પંડ્યાએ રિલેશનશિપ, ડેટિંગ અને મહિલાઓ સાથે જોડાયેલા સવાલો મામલે કેટલીક વાતો કરી હતી જેનાથી ફૅન્સ હેરાન થઈ ગયા.

પંડ્યાએ કહ્યું કે તેમનો પરિવાર ખૂબ જ ખુલ્લા વિચારો ધરાવે છે.

Image copyright AFP

તેમણે કહ્યું, "જ્યારે મેં પહેલીવાર છોકરી સાથે શારીરિક સંબંધ બનાવ્યા તો ઘરે આવીને કહ્યું, કરીને આવ્યો છું"

પંડ્યાએ પોતાનો જૂનો સમય યાદ કરતાં કહ્યું કે જ્યારે તેઓ માતાપિતા સાથે પાર્ટીમાં ગયા ત્યારે તેમનાં માતાપિતાએ પૂછયું કે કઈ યુવતીને જોઈ રહ્યો છે? પંડ્યાએ એક બાદ એક યુવતીઓ તરફ આંગળી ચીંધીને કહ્યું કે આ બધી મહિલાઓને.

ઉપરાંત જ્યારે કરણ જોહરે કહ્યું કે જો તમે બંને એક જ છોકરી સામે જોતા હોવ તો કોણ તેને મનાવી લેશે.

જેના જવાબમાં કે. એલ. રાહુલે કહ્યું કે એ તો તે છોકરી પર જ આધારિત છે.

પંડ્યાએ કહ્યું, "નહીં નહીં આવું કંઈ નથી, ટૅલેન્ટ પર હોય છે. જેની મળી તે લઈ જાય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો