"મારો મત તેમને, જે પક્ષ યુવાનોને નોકરી આપવાની વાત કરશે"
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

#MyVoteCounts : "મારો મત તેમને, જે પક્ષ યુવાનોને નોકરી આપવાની વાત કરશે"

"આગામી લોકસભાની ચૂંટણીમાં જે પક્ષ યુવાનો માટે નોકરીની સુરક્ષા મુદ્દે વાત કરશે હું તેમને મત આપીશ. જો પરીક્ષામાં હું સારા ગુણ મેળવું છું તો સરકારે મને નોકરી આપવી જ જોઈએ."

આ શબ્દો છે પંજાબના બરનાલામાં રહેતાં 18 વર્ષ નૈનિતા સોલેહનાં.

આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ પ્રથમ વખત મત આપવાના છે.

નૈનિતા કહે છે, "મારી જેવાં ઘણા યુવાનો છે જેઓ તેમના ભવિષ્ય અંગે ચિંતિત છે. યુવાનોમાં ભય છે કે તેઓ જે અભ્યાસ કરી રહ્યા છે, તેના પર તેમને નોકરી નહીં મળે."

બીબીસીની વિશેષ શ્રેણી #MyVoteCounts પર જુઓ પંજાબના નૈનિતાની વાત.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો