રાહુલ ગાંધીએ મુલાકાતનો રાજકીય લાભ લીધો : મનોહર પર્રિકર

રાહુલ ગાંધી Image copyright TWITTER/@INCINDIA

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને લાંબા સમયથી અસ્વસ્થ ગોવાના મુખ્ય મંત્રી અને ભાજપના નેતા મનોહર પર્રિકરની મુલાકાત હવે વિવાદોમાં ઘેરાઈ છે.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ પર્રિકરની તબિયત પૂછવા માટે ગોવા ગયા હતા અને આ દરમિયાન પર્રિકર તેમને કહ્યું હતું કે રફાલ મામલામાં એમનો કોઈ હાથ નથી.

રાહુલ ગાંધીના આ દાવાની ચર્ચા થઈ રહી હતી અને આ અંગે હવે મનોહર પર્રિકરનું નિવેદન આવી ગયું છે.

ભાજપ અધ્યક્ષ અમિત શાહે સમાચાર એજન્સી એએનાઈનું એક ટ્વીટ રિટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં મનોહર પર્રિકરે રાહુલ ગાંધીને મોકલેલો લેખિત જવાબ પણ છે.

જેમાં મનોહર પર્રિકરે લખ્યું છે, "મને બહુ ખરાબ લાગ્યું કે આ મુલાકાતનો તમે રાજકીય લાભ માટે ઉપયોગ કર્યો. તમે મારા સાથે જે પાંચ મિનિટ વિતાવી એ દરમિયાન રફાલ અંગે કોઈ જ વાત નહોતી થઈ."

આ પત્રને રિટ્વીટ કરતા અમિત શાહે લખ્યું, "પ્રિય રાહુલ ગાંધી, એક બીમાર વ્યક્તિના નામે જૂઠ્ઠું બોલીને તમે બતાવી દીધું કે તમે કેટલા અસંવેદનશીલ છો. ભારતના લોકો તમારા વર્તનથી ચોંકી ગયા છે."


મંગળવારે થઈ હતી મુલાકાત

Image copyright Getty Images

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગોવાના મુખ્ય મંત્રી મનોહર પર્રિકર સાથેની મુલાકાત અંગે કહ્યું હતું કે તેઓ શિષ્ટાચાર ખાતર તેમને મળવા ગયા હતા.

રાહુલ મંગળવારે ગોવા વિધાનસભાના પરિસર સ્થિત મુખ્ય મંત્રી ચૅમ્બરમાં પર્રિકરને મળ્યા હતા.

એ માટે રાહુલ ગાંધીના વખાણ પણ થયા. પર્રિકર ઘણા દિવસોથી બીમાર છે, એવામાં કૉંગ્રેસ અધ્યક્ષનું તેમને મળવું એ પ્રશંસા કરવા જેવું પગલું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

મંગળવારે કોચ્ચીમાં કૉંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે તેમણે ફરી રફાલનો ઉલ્લેખ કરી દીધો.

રાહુલનું કહેવું હતું, "પૂર્વ રક્ષા મંત્રી મનોહર પર્રિકરે સ્પષ્ટ કહ્યું છે કે નવી ડીલથી તેમને કોઈ લેવાદેવા નથી, જેને નરેન્દ્ર મોદીએ અનિલ અંબાણીના ફાયદા માટે કરી છે."

ખરેખરમાં રાહુલની પર્રિકર સાથેની મુલાકાત બાદ આ પ્રશ્ન ઊઠી રહ્યો હતો કે તેમણે રફાલનો મુદ્દો એટલા જોર-શોરથી ઉઠાવ્યો અને પછી તેઓ પર્રિકરને મળવા કેમ પહોંચી ગયા.

વિશ્લેષકોનું કહેવું છે કે કદાચ રાહુલ ગાંધી બેઠકમાં આ અંગે ઉલ્લેખ કરીને આ વાતને બૅલેન્સ કરવા માગતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ