ભારતીય ગરીબો માટે રાહુલ ગાંધીની લઘુત્તમ આવક ગૅરંટી યોજના કેટલી તર્કબદ્ધ?

પ્રતીકાત્મક તસવીર Image copyright AFP

ભારતમાં વિરોધ પક્ષ કૉંગ્રેસ પાર્ટીએ દેશના ગરીબોને ન્યૂનતમ આવકની ગૅરંટીનું વચન આપ્યું છે, જો તેઓ ચૂંટણી જીતશે તો આ વચન પૂરું કરશે એવો તેમનો વાયદો છે.

તો શું આ યોજના ગેમ-ચૅન્જર બનશે અને કોંગ્રેસ પાર્ટીનું નસીબ પલટી નાખશે?

(એવી અફવાઓ છે કે ભાજપા ટૂંક સમયમાં જ આવી એક યોજનાની જાહેરાત કરવાની તૈયારીમાં છે)

અથવા આ યોજના જોખમ બનવાની છે, જે લોકોને લલચાવવાનારૂ ઇંધણ બની શકે છે? કે આ એક ભ્રમિત સ્થિતિ છે અથવા આનાથી લોકોના ગેરમાર્ગે દોરાઈ જવાનો ભય છે?

લઘુત્તમ આવક યોજનાની વિગતો માત્ર પક્ષના ચૂંટણી ઢંઢેરામાં જાહેર કરવામાં આવશે, જે ટૂંક સમયમાં જાહેર થશે.

ખાતરીપૂર્વક કહીએ તો આ એક સાર્વત્રિક પાયાની આવક નથી.

અહીં વિચાર એવો એ છે કે સૌને રાજ્ય દ્વારા કોઈ પણ શરત વગર, એક ચોક્કસ આવક પ્રાપ્ત થાય છે,

ભલે પછી વ્યક્તિ પૂર્ણ સમય અથવા એક આંશિક સમય માટે અન્ય કામ પણ શરૂ કરે.

(ગત એપ્રિલમાં, ફિનલૅન્ડે 2000ની ચુકવણી કરવા માટે પાયાની આવક ધરાવતા લોકોની પસંદગી કરીને એ બે વર્ષ પૂરતા પાયલોટ પ્રોજેક્ટને આગળ નહીં વધારવાનો નિર્ણય કર્યો, જેણે આંતરરાષ્ટ્રીય કક્ષાએ બહુ જ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.)

કૉંગ્રેસની યોજના અનિવાર્યપણે આવકની પાત્રતાની સીમા નક્કી કર્યા બાદ ભારતના સૌથી ગરીબ ઘરો માટે આવકના સમર્થનનો વાયદો કરે છે.

આ પણ પ્રકૃતિગત રીતે પ્રગતિશીલ હોવાની સંભાવના છે. જો પરિવાર હક્કદાર છે, તો 50,000 રૂપિયા ($700 ; £ 534) એક વર્ષ અને એ પહેલાં જ જો 30,000 કમાય છે તો આ સહાયતાના રૂપમાં 20,000 રૂપિયા પ્રાપ્ત કરશે.

જેટલો વધુ ગરીબ પરિવાર એ મુજબ વધુ આવકનું સમર્થન મળશે.

અભિજીત વિનાયક બેનર્જી, MITમાં અર્થશાસ્ત્રના પ્રોફેસરે મને જણાવ્યું કે, એમાં "શુદ્ધ નૈતિક દૃષ્ટિએ લઘુત્તમ આવકની ખાતરી માટે ચોક્કસપણે ખુબ સહાનુભૂતિ છે."

પરંતુ તેઓ કહે છે, ભારત જેવા જટિલ દેશમાં આનું મોટે પાયે અમલીકરણ કરવામાં ખુબ પડકારોનો સામનો કરવો પડશે.

Image copyright AFP

ઉદાહરણ તરીકે જોઈએ તો ગ્રામિણ રોજગાર ગૅરંટી કાર્યક્રમનું શું થાય છે?

'મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગૅરંટી યોજના' (મનરેગા) એક નાણાંકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસ ગૅરંટીકૃત શ્રમ રોજગારી પ્રદાન કરીને દરેક ગ્રામિણ પરિવારને લઘુત્તમ આવકનો વાયદો કરે છે.

શું નવી યોજના પણ ગ્રામિણ કાર્યક્રમમાંથી આવકની ગણના કરશે? જો કોઈ ગ્રામિણ કામ કરવાનું બંધ કરી દે તો શું થશે?

વધુ સામાન્ય રીતે, લાભાર્થી બનવા માટે કોણ વધુ અમીર હશે?

જો એક નિવાસી બસ કામ કરવાનું બંધ કરી દે અને એને લીધે ગરીબ થઈ જાય છે, તો શું એ વ્યક્તિ આ યોજના માટે લાયક હોવી જોઈએ?

વધુ સ્પષ્ટપણે, જો પૈસા માટે યોગ્ય થઈ જવું જોઈએ અને કયા આંકડાઓને આધારે? (ભારતમાં

ગરીબોની સાચી સંખ્યા બાબતે, વિવિધ અનુમાનો છે અને આંકડાઓ વિવાદોમાં ઘેરાઈ ગયા છે.)

પ્રોફેસર બેનર્જીનું કહેવું છે, "આપણા સંશોધનો જણાવે છે કે જ્યાં ગરીબો મોટે ભાગે હારી જાય છે અને ઓછા ગરીબો હોબાળો મચાવે છે, આંશિક રૂપે- પરંતુ સંભવતઃ ભ્રષ્ટાચારને કારણે નહી પરંતુ એ પણ એક કારણ તો છે જ કે ઓછા ગરીબો દાવા કેવી રીતે કરવા એ જાણી લેવામાં વધુ પાવરધા છે,"

વળી, અર્થશાસ્ત્રીઓને "નૈતિક જોખમ" રૂપે સમસ્યા છે લોકો જે અનુચિત જોખમ લઈ શકે છે તેના પરિણામો ભોગવવા ના પડે.


'પ્રોત્સાહનનો અભાવ'

Image copyright AFP

કલ્યાણકારી યોજનાઓ, ઘણાં અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે કલ્યાણકારી યોજનાઓ લોકોને ગરીબીમાં ફસાવી શકે છે.

ગૅરંટીકૃત આવક સમર્થનની એક આલોચના એ છે કે આ કામ કરવા માટેનું પ્રોત્સાહન ઘટાડે છે, પેઢીઓથી અમેરિકામાં કેટલાય લોકો કલ્યાણ ઉપર ટકી રહ્યા છે. કારણકે એમાંથી બહાર આવવા માટેનું કોઈ પ્રોત્સાહન નથી.

અર્થશાસ્ત્રી વિવેક દેહેજીયા આશ્ચર્ય વ્યક્ત કરે છે કે શું આ યોજના સાથે પણ આવું જ કંઇક બની શકે?

"જો તમે આવકની સહાયતા માટે લાયક બનવા માટે પ્રતિ માસ 10,000 રૂપિયાની ઘરેલું આવક મર્યાદા નક્કી કરો છો, તમારી પાસે આની ઉપર શું પ્રોત્સાહન છે?" તેઓ કહે છે.

આ રીતની યોજનાના સમર્થન માટે ભારતને પૈસા ક્યાંથી મળશે એ બાબતે પણ સવાલ છે.

આપણે કરોડો પાત્રતા ધરાવતા પરિવારોની વાત કરી રહ્યા છીએ જેને ચુકવણી કરવી પડશે.

ભારતમાં પહેલા જ 900થી વધુ મહાસંઘ દ્વારા પોષિત યોજનાઓ છે- સસ્તા ભોજનની જેમ, ખાતર સબસીડી, ગ્રામિણ રોજગાર ગૅરંટી, પાક વિમો, વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, બજેટ ફાળવણી અને આ સૌના માટે સંપૂર્ણ ઘરેલું ઉત્પાદનના લગભગ 5% માટે લેખાંકન.

આમાંથી ઘણી યોજનાઓ લીકેજ દ્વારા, દુરુપયોગ, પાત્ર વ્યક્તિના બહિષ્કાર, અને છેતરપિંડી સુદ્ધાંને કારણે પડી ભાંગી.

અર્થશાસ્ત્રીઓ આશ્ચર્ય વ્યક્ત કરે છે કે શું નવી આવક યોજના માટે જરૂરી ધનરાશીની મોટી રકમ ચાલુ સબસીડી અને હયાત કલ્યાણ યોજનાઓમાંથી આવશે? જો આવું કરવામાં આવે તો તે રાજકીય રીતે કાયમ અઘરું બની શકે.

કૉંગ્રેસ પાર્ટીના ડેટા ઍનાલિટિક્સ વિભાગના પ્રમુખ પ્રવીણ ચક્રવર્તીએ મને જણાવ્યું, "બહુ વિચાર અને મહેનત કરીને આવક યોજનામાં પ્રવેશ કર્યો છે." હાલની કલ્યાણ યોજનાઓમાં ભારે ઘટાડા વગર એ ઉલ્લેખનીય છે."

તો સ્પષ્ટ રૂપે યોજના એ છે કે આના માટે ખોટો ખર્ચ ઘટાડીને પૈસા શોધો (ખોટા સરકારી ખર્ચ ઓછા કરીને?) અને આ માટે "નવો આવક રળો" (નવા કર?) આ બન્ને કાઠું કામ છે.

વિવેક દેહેજીયા કહે છે, જો અન્ય કલ્યાણકારી યોજનાઓ અને સબસીડી આમાં સમાવી લેવામાં આવે તો આ યોજનાથી આર્થિક લાભ થશે.

નહીતર તેઓ કહે છે, આ "એક ફરીથી હાથ બહારની વાત બની જશે," અને એ અયોગ્ય રીતે અલગ તારવેલી કલ્યાણકારી વાસ્તુકલા, ભારતની ગરીબીને પહોંચી વાળવામાં મદદરૂપ નહીં થાય."

સ્પષ્ટપણે, આ યોજના બ્રાઝીલની ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવા માટેની 'ગ્રાન્ટ બોલ્સા ફમિલિયા' અથવા પરિવાર અનુદાનના એક ભાગથી પ્રેરિત છે.

જોકે, જે લોકો ગરીબી રેખામાં સામેલ નથી તેઓ ગરીબોને રોકડ ટ્રાન્સફર કરવાના મુદ્દે દલીલ કરશે.


રાજ્ય માટે પરીક્ષા

રોકડ ટ્રાન્સફરના સમર્થકોનું કહેવું છે કે, તેનાથી ગરીબી ઓછી થાય છે, ગરીબોને ખર્ચ કરવાનો વિકલ્પ આપો તઓ તેઓ સૌથી સારું વિચારે છે, બહેતર લક્ષ્ય બનાવે છે.

તેઓ એવું પણ કહે છે કે એનાથી નાણાંકીય ભંડોળમાં પણ સુધારો થાય છે અને ગરીબોને વધુ ઉપભોગ કરવામાં મદદ કરવાથી જીડીપીમાં વૃદ્ધિ થાય છે.

અન્ય અર્થશાસ્ત્રી, સૌથી વિશેષ નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેન, માને છે કે માર્કેટ ફૉર્સથી દોરાયેલી આર્થિક વ્યવસ્થામાં જો સરકાર તેમને એક લઘુત્તમ આવક પૂરી પાડશે તો લોકો ખાનગી શિક્ષણ અને આરોગ્યની કાળજી અર્થે વધુ ખર્ચ કરશે.

કોઈ પણ રીતે, ગૅરંટીકૃત આવક સોંપવી, ભારતમાં જેવા વિશાળ અને જટિલ દેશમાં કોઈ પણ સરકાર સત્તામાં હોય એની કોઈ પરવા વગર એક મોટા પડકારરૂપ બની રહેશે.

ભારતીય રાજ્ય માટે આ એક પરીક્ષા હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ