હિંદુ મહાસભાનાં સચિવે ગાંધીજીના પૂતળાને ગોળી મારી, લોહી વહેવડાવ્યું, વીડિયો વાઇરલ

પૂજા શકૂન પાંડે Image copyright video grab
ફોટો લાઈન ગાંધીજીના પૂતળાને ગોળી મારી રહેલાં હિંદુ મહાસભાનાં પૂજા શકુન પાંડે

મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર હિંદુ મહાસભાનાં રાષ્ટ્રીય સચિવ પૂજા શકુન પાંડેએ રમકડાંની બંદૂક દ્વારા ગાંધીના પૂતળાને ગોળી મારીને આ દિવસની ઉજવણી કરી હતી.

ઉત્તર પ્રદેશના અલીગઢમાં તેમણે આ દિવસને 'શૌર્ય દિવસ' તરીકે ઉજવ્યો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે પૂજા જ્યારે ગોળી મારી રહ્યાં છે ત્યારે પૂતળામાંથી લોહી પણ વહેડાવવામાં આવ્યું હતું.

મીડિયાના અહેવાલો અનુસાર તેમણે ગોડસેને માળા પહેરાવી હતી અને ગાંધીજીની હત્યાની યાદમાં મીઠાઈ પણ વહેંચી હતી.

30 જાન્યુઆરીના રોજ દિલ્હીના બિરલા હાઉસમાં ગાંધીજીને ગોડસેએ ગોળી મારીને તેમની હત્યા કરી નાખી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

હાલ આ મામલે અલીગઢ પોલીસે પૂજા શકુન પાંડે અને અન્ય 12 અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.

દોઢ મિનિટ જેટલા આ વીડિયો દેખાઈ રહ્યું છે કે પાંડે ગાંધીજીના પૂતળા સામે બંદૂક તાકીને ટ્રિગર દબાવી રહ્યાં છે. જે બાદ પૂતળામાંથી લોહી નીકળી રહ્યું છે.

તેમની સાથે ઊભેલા લોકો નાથુરામ ગોડસે જિંદાબાદના નારા પણ લગાવી રહ્યા છે.


લોકો શું કહી રહ્યા છે?

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થયા બાદ લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

સંતોષ કોણે નામના યૂઝર્સે ટ્વિટર પર લખ્યું, "આ લોકો ગાંધીને 71 વર્ષોથી ગોળી મારી રહ્યા છે, પરંતુ ગાંધીજી છે કે મરતા જ નથી. કેમ કે ગાંધી વિચાર છે અને વિચાર ક્યારેય મરતા નથી."

જાણીતાં પત્રકાર બરખા દતે લખ્યું, "ગાંધીજીની હત્યા પર આ રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરનાર હિંદુ મહાસભાના આ લોકોને ભારત વિરોધી કહેવાશે કે તેના સામે રાજદ્રોહનો ગુનો દાખલ થશે?"

પવન કે પારીક નામના યૂઝર્સે લખ્યું કે શા માટે હજી પૂજા શકુન પાંડે સામે રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. શું નરેન્દ્ર મોદીની દાંડી યાત્રા દેખાડો માત્ર છે.

અમર્ત્ય દાસે લખ્યું, "મને આનાથી કોઈ નવાઈ લાગી નથી. કેમ કે આ હિંદુ મહાસભા/આરએસએસ/ભાજપનું ચરિત્ર છે."

Image copyright Twitter

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો