CAG રિપોર્ટ : રફાલ મામલે એનડીએ સરકારે સસ્તો સોદો કર્યો

રફાલ પ્લેન Image copyright Getty Images

બજેટ સત્રના અંતિમ દિવસે આજે રફાલ વિવાદ કૉંગ્રેસે અગાઉથી નકારેલો કેગનો અહેવાલ રાજ્યસભામાં રજૂ થયો છે.

કેગના અહેવાલમાં એનડીએ સરકારે યુપીએ સરકારની ડીલ કરતાં 9 ટકા સસ્તી ડીલ કરી હોવાનો દાવો નકારી કાઢવામાં આવ્યો છે.

કેગે મુજબ એનડીએ સરકારની ડીલ 9 ટકા નહીં પણ 2.86 ટકા સસ્તી દર્શાવી છે.

કેગના રિપોર્ટમાં ભાવ દર્શાવવામાં નથી આવ્યા પરંતુ જણાવવામાં આવ્યું છે કે સંપૂર્ણ તૈયાર સ્થિતિમાં રફાલનો ખર્ચ લગભગ યુપીએ સરકાર જેટલો જ છે.

કેગ પોતાના અહેવાલમાં કહ્યું કે 126 રફાલની ખરીદીને મુકાબલે ભારતે ડિલીવરીનું સમયપત્રક યોગ્ય છે. કૅગે પોતાના અહેવાલમાં એમ પણ કહ્યું કે 126 રફાલની ખરીદીના મુકાબલે 36 ફાઇટર વિમાનોની ખરીદીમાં ભારતે 17.08 ટકા પૈસા બચાવ્યા છે.

કૉંગ્રેસે અહેવાલ રજૂ થાય તે અગાઉ સંસદ ભવનમાં ગાંધીજીની પ્રતિમા પાસે દેખાવો કર્યા હતા.

કેગના અહેવાલમાં એમ પણ જણાવવામાં આવ્યું કે સંરક્ષણ મંત્રાલયની ટીમે માર્ચ 2015માં ભલામણ કરી હતી કે 126 વિમાનોના સોદાને રદ કરી દેવામાં આવે. ટીમે કહ્યુ હતું કે ફ્રાન્સની કંપની ડસો ઍવિએશન સૌથી ઓછી કિંમતો આપવાની નથી અને ઇએડીએસ (યુરોપિયન ઍરોનોટિક્સ ડિફૅન્સ ઍન્ડ સ્પેસ કંપની) ટૅન્ડરની શરતો પૂરી નથી કરતી.

સમાચાર સંસ્થા એએનઆઇએ દેખાવોની જાણકારી ટ્ટીટ કરી હતી.

કેગે એમ પણ કહ્યું કે ભારતીય વાયુ સેનાએ એએસક્યૂઆર ( ઍર સ્ટાફ ક્વોલિટીટીવ રિક્વાયરમૅન્ટ)ની પરિભાષા નિયત નહોતી કરી જેને લીધે કોઇ પણ વેપારી એજન્સી એનું પૂરી રીતે પાલન ન કરી શકી.

ખદીરી પ્રક્રિયા દરમિયાન એએસક્યૂઆર સતત બદલાતી રહી. જેને લીધે તકનિક અને કિંમતના મૂલ્યાંકનમાં સમસ્યાઓ સર્જાઇ અને હરીફોના ટૅન્ડરને નૂકસાન પહોંચ્યું. ખરીદીમાં મોડુ થવાનું મુખ્ય કારણ આ કેગે દર્શાવ્યું છે.

કેગના આ અહેવાલની ખાસ વાત એ છે કે એમાં રફાલ ફાઇટર જેટની કિંમત વિશે કોઇ જ વાત કરવામાં નથી આવી.

આ અહેવાલમાં રફાલની ખરીદી સાથેની પ્રક્રિયા વિશે વાત કરવામાં આવી છે પરંતુ તેની કિંમત કેટલી ખરેખર કેટલી છે તે વિશે ફક્ત કોડ સ્વરુપે જ વાત થઈ છે.

ઉલ્લેખનીય છે કે રફાલની કિંમતોને લઈને જ રાહુલ ગાંધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સતત પ્રહાર કરી રહ્યાં છે.

કેગે પોતાના અહેવાલમાં કિંમતો શબ્દ આવે છે ત્યાં U 1… જેવા કોડવર્ડસનો ઉપયોગ કર્યો છે.

અગાઉ સંસદમાં એક સવાલના જવાબમાં સરકાર રફાલ ફાઇટર જેટની કિંમત 570 કરોડ કહી ચૂકી છે. જો કે, હથિયારોથી સજ્જ રફાલ ફાઇટર કિંમત પર સતત વિવાદ થઈ રહ્યાં છે.

સરકાર બે સરકારો વચ્ચે થયેલા સરકાર કરારની શરતોનો હવાલો આપીને અગાઉ કિંમત જાહેર કરવાનો ઇનકાર કરી ચૂકી છે. સરકારનું એમ પણ કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષાને કારણે તથા કરારની ગોપનીયતાને કારણે કિંમતો જાહેર ન કરી શકાય.

અગાઉ રાહુલ ગાંધીએ ધ હિંદુ અખબારના અહેવાલને આધારે રફાલ સોદામાં મોદીએ કરેલા તમામ બચાવ ખોટાં સાબિત થઈ રહ્યાંનો દાવો કરતી ટ્ટીટ કરી હતી.

કેગનો અહેવાલ જાહેર થયા બાદ નાણા મંત્રી અરુણ જેટલીએ સંખ્યાબંધ ટ્ટીટ કરીને કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.

એમણે કહ્યું કે મહાજૂઠબંધનનો પર્દાફાશ થયો છે. લોકશાહી દેશ સમક્ષ ખોટું બોલનારાઓને કેવી રીતે સજા આપતી હોય છે?


ત્રિપલ તલાક અને નાગરિકત્વ બિલ રદ થયા

Image copyright Getty Images

આજે રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન ટ્રિપલ તલાક અને ચર્ચાસ્પદ નાગરિકત્વ બિલ પસાર થઈ ન શકતા તે રદ જાહેર થયા છે.

રાજ્યસભામાં રફાલનો અહેવાલ રજૂ થતાં જ હોબાળો મચ્યો હતો અને રાજયસભા 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

ત્યારબાદ રાજ્યસભાએ બજેટ સત્રના રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પસાર કર્યો હતો અને ફાયનાન્સ બિલ (વચગાળાનું બજેટ) કોઈ ચર્ચા વગર પસાર થયું હતું.

રાજ્યસભા ચૅરમેન અને વાઇસ પ્રેસિડેન્ટ વૈંક્યા નાયડુએ નિયમ પરંપરા મુજબ સમાપન ભાષણ કરી રાજ્યસભાને સમય પૂરો થાય ત્યાં સુધી સ્થગિત કરી દીધી હતી.

આમ, બહુચર્ચિત નાગરિકત્વ અને ટ્રિપલ તલાકના બિલ રાજ્યસભામાં પસાર થઈ શક્યા નહોતા. નિયમ મુજબ હવે આ બંને બિલ ફરીથી લોકસભામા રજૂ કરવાની જરુર પડશે.

સંસદની કાર્યવાહીનો નિયમ એવો છે કે જો કોઈ બિલ રાજ્યસભાએ પસાર કરેલું હોય પણ લોકસભામાં પસાર થવાનું બાકી હોય અને સંસદ ભંગ થઈ જાય તો પણ એને ફરીવાર રાજ્યસભામાં રજૂ કરવાની જરુર પડતી નથી.

આની સામે લોકસભામાં કોઈ બિલ પસાર થયેલું હોય ફણ રાજયસભામાં પસાર થવાનું બાકી હોય અને સંસદ ભંગ થઈ જાય તો તેને ફરીથી લોકસભામાં પસાર કરવાની જરુર પડે છે.

આજે 2019ની આગામી લોકસભાની ચૂંટણી અગાઉ બજેટ સત્રનો છેલ્લો દિવસ હતો જેમાં આ બિલ પસાર થઈ નથી શક્યા. આમ, ટ્રિપલ તલાક અને નાગરિકત્વ બિલ હવે આવનારી સરકાર પર જશે.

ઉલ્લેખનીય છે કે નાગરિકત્વ બિલ મુદ્દે નોર્થ-ઇસ્ટમાં આકરો વિરોધ થઈ રહ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો