રફાલ ડીલ અંગે ઘણી ચોંકાવનારી બાબતો હજી સામે આવશે : એન. રામ

રફાલ Image copyright Getty Images

અંગ્રેજી અખબાર ધ હિંદુમાં તાજેતરમાં છપાયેલા એક રિપોર્ટ અંગે રાજકીય ક્ષેત્રે ભૂકંપ જેવી સ્થિતિ છે.

વરિષ્ઠ પત્રકાર એન.રામે આ રિપોર્ટમા દસ્તાવેજના હવાલાથી કહ્યું હતું કે રફાલ સોદા વખતે પીએમઓ અને ફ્રાંસ વચ્ચે સમાનાંતર વાતચીત અંગે રક્ષા મંત્રાલયે વાંધો નોંધાવ્યો હતો.

ત્યારબાદ ધ હિંદુએ આ ડીલ અંગે અન્ય એક રિપોર્ટ પ્રકાશિત કર્યો અને એમાં દાવો કરવામાં આવ્યો કે રફાલ સોદા સમયે ઘણા નિયમોનું પાલન કરાયું નથી.

બીબીસી તમિલ સંવાદદાતા મુરલીધરન કાસી વિશ્વનાથને હિંદુ ગ્રૂપના પ્રમુખ રહેનાર અને આ રિપોર્ટ લખનાર એન.રામ સાથે ખાસ વાતચીત કરી.


પ્રશ્ન : આ ડીલમાં શું વાંધા છે?

જવાબ : આ મુદ્દે ધ હિંદુએ ત્રણ લેખ પ્રકાશિત કર્યા છે. અમે કેટલાક દસ્તાવેજ રજૂ કર્યા છે. હું તમને એ બધું જ બતાવું છું જે અમારી તપાસમાં મળ્યું.

પહેલી વાત છે - આ વિમાનોની કિંમત. વર્ષ 2007માં આ વિમાનની ખરીદીની વાતચીત શરૂ થઈ હતી. વર્ષ 2012માં આ સોદાની વાતચીતમાં ગંભીરતા આવી. પણ વર્ષ 2016માં અચાનક આ ડીલ જ બદલાઈ ગઈ અને 126ના બદલે 36 વિમાન ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો.

ત્યારબાદ આ સોદામાંથી એચએએલનું નામ બહાર નીકળી ગયું. પ્રતિ વિમાનની કિંમત ઘણી વધી ગઈ. હવે વાત કરીએ તેની કિંમત વધવાના કારણોની.

આ વિમાનોને ભારત માટે કસ્ટમાઇઝ કરવાનાં હતાં અને એમાં કુલ 13 સ્પેસિફિકેશન હોવા જોઈતાં હતાં. દસો એવિએશને કહ્યું કે આ વિમાનોને કસ્ટમાઇઝ કરવા માટે 1.4 બિલિયન યુરો આપવા પડશે.

આ કિંમતને વાતચીત બાદ ઓછી કરીને 1.3 બિલિયન યુરો કરી દેવામાં આવ્યા. જ્યારે 126ના બદલે 36 વિમાન ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે પ્રતિ વિમાન પ્રમાણેની કિંમત ખૂબ વધી ગઈ.

એક વિમાનની કિંમતમાં 41 ટકાનો વધારો થયો. ઘણા લોકોએ સંસદમાં આ અંગે પ્રશ્નો ઉઠાવ્યા પણ સરકારે જવાબ ન આપ્યો.

તમે આ વાંચ્યું કે નહીં?

સરકારે કહ્યું કે કિંમતની માહિતી આપવાથી આ અંગે અન્ય દેશોને પણ જાણ થઈ જશે. એ સિવાય અમને અમારી તપાસમાં જાણવા મળ્યું કે જે સમયે સંરક્ષણ મંત્રાલય અને ફ્રાંસ વચ્ચે સોદા અંગે વાતચીત ચાલી રહી હતી, એ જ વખતે વડા પ્રધાન કાર્યાલય અને ફ્રાંસ વચ્ચે વાતચીત ચાલી રહી હતી.

સેના માટે ગોળો-બારુદ અને અન્ય સામગ્રીઓની ખરીદી અંગે પહેલાંથી જ નિયમ છે. ખીરીદી પહેલાં તજજ્ઞોની એક ટીમ બનાવાય છે અને આ ટીમ નિર્માતા અને સરકાર બન્ને સાથે વાત કરે છે.

સંરક્ષણ મંત્રાલયના દસ્તાવેજમાં ખબર પડે છે કે કેન્દ્ર સરકાર પણ એ જ સમયે ફ્રાંસ સાથે વાત કરતી હતી, જ્યારે તજજ્ઞોની ટીમ રફાલ જેટ વિમાનોની ખરીદી અંગે દાસો અને એમબીડીએ સાથે વાતચીત કરતી હતી. એમબીડીએ કંપની જેટ માટે હથિયારો પૂરા પાડતી કંપની છે.

'સમાનાંતર વાત'નો આ મુદ્દો નીચલા સ્તરના અધિકારીઓથી માંડીને રક્ષા સચિવ સુધીના લાકો દ્વારા ઉઠાવાયો હતો. તેમણે કહ્યું કે આ પ્રકારની 'સમાનાંતર વાતચીત'થી ભારત અને ફ્રાંસ વચ્ચેની વાતચીત નબળી થશે.

તેમણે એવું પણ કહ્યું કે ફ્રાંસની કંપની આ સ્થિતિનો ઉપયોગ કરી શકે છે અને તે ભારત વિરુદ્ધ જઈ શકે છે. આ ખાસ ફાઇલ પર્વ સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકરને મોકલાઈ રહી હતી.

સામાન્ય રીતે પર્રિકર આ પ્રકારના દસ્તાવેજો પર તરત પ્રતિક્રિયા આપે છે પણ આ કિસ્સામાં તેમણે આ ફાઇલને પોતાના સુધી જ સીમિત રાખી હતી.

Image copyright Getty Images

લાંબા સમય સુધી તેમને ખ્યાલ નહોતો આવતો કે શું કરવું જોઈએ. થોડા સમય બાદ તત્કાલિન સંરક્ષણ મંત્રીએ એક નોંધ લખી, જેમાં કહેવાયું હતું કે ઉત્તેજિત ન થાવ અને વડા પ્રધાનના સચિવ સાથે વાત કરીને આ મુદ્દાનું સમાધાન કરી લેવામાં આવે.

જો પર્રિકર સંરક્ષણ મંત્રીના આ પ્રશ્નોથી સંમત ન હોત તો આ અંગે તેમણે પ્રતિક્રિયા આપી ન હોત.

2016ના સપ્ટેમ્બર મહિનામાં રફાલ સોદા પર હસ્તાક્ષર કરતા પહેલાં કેટલીક અન્ય ઘટનાઓ પણ થઈ.

એ આઠ નિયમોની ઉપેક્ષા કરવામાં આવી, જેણે ગોળો-બારુદ ખરીદતી વખતે પાલન કરવાની જરૂર હોય છે. એમાં લાંચખોરી વિરુદ્ધના નિયમ પણ સામેલ છે. સરકારે 'પેનલ્ટી ફૉર અનડ્યૂ ઇંફ્લૂઅંસ'ના નિયમને પણ હટાવી દેવાયો.

આ નિયમ કહે છે, "કમિશનના નામે લેવાયેલી લાંચ પર સજા થવી જોઈએ. એ સિવાય આર્થિક સ્થિરતા સાથે જોડાયેલા નિયમોમાં પણ છૂટ આપવામાં આવી. આ બધું જ છેલ્લી ઘડીએ થયું જ્યારે વડા પ્રધાન કાર્યાલયે આ મામલામાં હસ્તક્ષેપ કર્યો."

ડાસો કંપની ઘણાં આર્થિક સંકટોમાંથી પસાર થઈ છે. એવામાં કંપનીએ 'સૉવરેન ગૅરંટી' આપવી જ જોઈએ. એનો અર્થ એવો થાય છે કે ફ્રેંચ સરકાર કંપની તરફથી ગેરંટી આપે.

કંપની આર્થિક સંકટનો સામનો કરી રહી હતી, એટલે ભારતની ત્રણ સભ્યોવાળી વિશેષ સમિતિએ 'સૉવરેન ગૅરંટી' માગી, પણ આ નિયમોમાં ઢીલ આપવામાં આવી છે.

નિયમોમાં આ ઢીલથી શંકા પેદા થાય છે. અમે સંરક્ષ મંત્રીના સલાહકાર સુધાંશુ મોહંતીએ લખેલો રિપોર્ટ પણ જાહેર કર્યો. અચાનક રક્ષા મંત્રાલયે નિયમ બદલી કાઢ્યા અને આ અંગે મોહંતીનો મત માગવામાં આવ્યો. તેમને રિપોર્ટ વાંચવાનો પૂરતો સમય પણ આપવામાં ન આવ્યો.

ઉતાવળમાં રિપોર્ટ વાંચીને મોહંતીએ ત્રણ મુદ્દા સૂચવ્યા.

Image copyright Getty Images

સૌથી મહત્ત્વનું સૂચન હતું કે આર્થિક સંકટના કારણે દાસો એવિએશન, એમડીપીએ માટે એક એસ્ક્રો અકાઉન્ટ ખોલવામાં આવે. એસ્ક્રો અકાઉન્ટ એક એવું અકાઉન્ટ હોય છે જેમાં સોદા પ્રમાણે વિમાન મળવા પર ભારત સરકાર હપતેથી કંપનીને ચૂકવણી કરી હોત. પણ મહંતીના આ સૂચનને માનવામાં ન આવ્યું.

સરવાળે આ સમજૂતીમાં ઘણી ઉણપ છે. સૌથી મોટી ચિંતાનો વિષય 'પેનલ્ટી ફૉર અનડ્યૂ ઇંફ્લૂએંસ' નિયમમાં ઢીલ આપવી છે.

વડા પ્રધાન ફ્રાંસ ગયા અને કહ્યું કે વાતચીતમાં સરકાર 36 રફાલ વિમાન ખરીદવાની સંમતિ સાધી શકી છે. એવું લાગતું હતું કે તત્કાલિન સંરક્ષણ મંત્રી મનોહર પર્રિકર આ બેઠકનો ભાગ જ નહોતા.

આ એલાનના થોડા દિવસ પહેલાં જ દાસોના સીઈઓ એરિક ટ્રૅપિયરે કહ્યું હતું કે તેઓ એચએએલ સાથે 94 ટકા વાતચીત પૂર કરી ચૂક્યા છે.

સરકારે એચએએલને સોદામાંથી બહાર કરવાનો નિર્ણય કરીને 'મેક ઇન ઇંડિયા'ને પણ આનાથી ખતમ કરી દીધું. આ ડીલ સ્વભાવિક રીતે રાષ્ટ્રીય હિતને પ્રભાવિત કરનાર છે.

Image copyright Getty Images

સમાન્ય રીતે આ પ્રકારના સોદામાં કહેવામાં આવે છે કે 30 ટકા મૅનુફૅક્ચરિંગ ભારતમાં કરવામાં આવે. પણ દસો આ ડીલમાં 50 ટકા સુધી લોકલ ઉત્પાદન પર સંમત હતું.

પણ, એચએએલને સોદાથી બહાર કરીને અનિલ અંબાણીની રિલાયંસ ડિફેન્સને ડીલનો ભાગ બનાવવામાં આવ્યો. એ વખતે ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસુઆં ઓલાંદ કહી ચૂક્યા છે કે 'એમની પાસે કોઈ વિકલ્પ નહોતો.'

અમને રિલાયન્સ ડિફેન્સની આર્થિક સ્થિતિ અંગે ખબર નથી પણ એ સ્પષ્ટ છે કે અનિલ અંબાણી પહેલાંથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.


પ્રશ્ન : તમે સંરક્ષણ અધિકારીની ચિઠ્ઠી પ્રકાશિત કરી પણ તમે મનોહર પર્રિકરની ચિઠ્ઠી કેમ ન છાપી?

જવાબ : એ દિવસે અમને મનોહર પર્રિકરના જવાબ સાથેના દસ્તાવેજ નહોતા મળ્યા એટલે એમાં અમે એ રિપોર્ટને સામેલ નહોતો કર્યો.

સરકારે આ દસ્તાવેજ એક દિવસ પછી જાહેર કર્યો. હવે અમારા પર એ આરોપ લગાવાઈ રહ્યો છે કે અમે છાપ્યો કેમ નહીં. અમે આવું કંઈ જ કર્યું નથી.

જો તમે એક-એક કરીને માહિતીઓ જાહેર કરશો, તો અમે તેને એ જ રીતે પહોંચાળીશું ને.

મનેહર પર્રિકરને ભલે આ ડીલ વિશેમાં જાણકારી ન હોય પણ નિયમોમાં થઈ રહેલા બદલાવની તેમન જાણકારી હતી. તેમને આ સાથે જોડાયેલા દસ્તાવેજ ડિસેમ્બર 2015માં આપવામાં આવ્યા હતા.


પ્રશ્ન : રક્ષા સચિવ જી. મોહન કુમાર આ પ્રકારની ગડભડ થયાને નકારી કાઢે છે

જવાબ : તેઓ હવે ઇનકાર કરી રહ્યા છે પણ તેમને આ વખતે ચિઠ્ઠી કેમ લખી હતી. શું તેમણે એ નહોતું લખ્યું કે સમાનાંતર વાતચીતથી અમારી વાતચીત પ્રભાવિત થશે?


પ્રશ્ન : રફાલ ડીલ અંગે બનેલી કમિટીના ચીફ ઍર માર્શલ એપીપી સિંહાએ તમારા રિપોર્ટની આલોચના કરી છે

Image copyright Getty Images

જવાબ : 1980ના દસકા પછી સંરક્ષણ અધિકારીઓને ક્યારેય પણ આ પ્રકારના સોદાનો ભાગ બનાવાયા નથી. પણ, તેમને સમિતિના પ્રમુખ તરીકે નિયુક્તિ કરાઈ હતી.

તેમણે એમ. કે. શર્માની જૂની ચિઠ્ઠીઓની પણ આલોચના કરી હતી. પણ, રક્ષા સચિવની ચિઠ્ઠી પણ આ ફાઇલોનો ભાગ રહી હતી. એ વિશે એમનું શું કહેવું છે?


પ્રશ્ન : શું તમને લાગે છે કે આ સોદામાં ઘોટાળો થયો છે?

જવાબ : અમે એક રાજકીય પક્ષની જેમ વાત ન કરી શકીએ. અમારે પરિણામ સુધી પહોંચતા પહેલા ડગલેને પગલે બાબતોને સમજવી પડે છે.


પ્રશ્ન : શું આ પહેલાંના કોઈ સંરક્ષણ સોદામાં રકારનો આ પ્રકારે હસ્તક્ષેપ થયો છે?

જવાબ : હા થયો છે, પણ બોફોર્સ ઘોટાળા બાદ કેન્દ્ર સરકાર નવા વિસ્તૃત નિયમ લઈને આવી. સરકાર એ દાવો કરી રહી છે કે વાતચીત ફ્રાંસની સરકારી સાથે કરાઈ રહી હતી.

પણ ડાસો એ ફ્રાંસની સરકારી કંપની છે. 'સૉવરેન ગૅરંટી' અપાઈ હોત તો સારું થયું હોત.

પણ ફ્રાંસે આવું ન કર્યું. ફ્રાંસની સરકારે એક દસ્તાવેજ આપ્યો, જેને 'લેટર ઑફ કંફર્ટ' કહેવાય છે.

કાયદા પ્રમાણે 'લેટર ઑફ કંફર્ટ' કોઈ કાયદકીય માન્યતા હોતી નથી. જો ભવિષ્યમાં ડાસો કંપની આ સોદો પૂરો ન કરી શકે તો આ દસ્તાવેજ કોઈ કામનો નથી.


પ્રશ્ન : પણ મામલાને સુનાવણી પછી સુપ્રીમ કોર્ટે રદ કરી છે.

જવાબ : આ સુપ્રીમ કોર્ટ માટે પણ એક ખરાબ સ્થિતિ છે. તેઓ ખોટી જાણકારી સાથે આ નિષ્કર્ષ પર પહોંચ્યા.

મને લાગે છે કે કોઈને કોઈ વકીલ આ મામલાને ફરીથી સુપ્રીમ કોર્ટમાં લઈ જશે. અરૂણ શૌરી અને યશવંત સિંહાએ તો આ માટે પુનર્વિચાર અરજી પણ દાખલ કરી છે.


પ્રશ્ન : ઑગસ્ટ 2019માં જો સરકાર બદલાય તો સોદો રદ થઈ શકે?

Image copyright DASSAULT RAFALE

જવાબ : રફાલ એક સારું વિમાન છે. પણ યુરો-ફાઇટર પણ એક સારો વિકલ્પ છે.

બ્રિટન, જર્મની, ઇટલી અને સ્પેને મળીને એક સંઘ બનાવ્યો છે, જેના વિમાનને યુરો ફાઇટર કહેવાય છે. તેઓ 20 ટકા ડિસ્કાઉન્ટ આપતા હતા. આ વિમાન રફાલ કરતાં સસ્તાં હતાં.

પણ આ વિમાન ખરીદવામાં ન આવ્યાં. એનું કારણ છે એપ્રિલ 2015 પછી સરકારનું વાતચીતમાં સામેલ થવું. એનાથી તજજ્ઞોની શક્તિ ઓછી થઈ ગઈ. અમે આ ડીલને રદ કરી શકતા નથી. હા તપાસ કરી શકાય છે.


પ્રશ્ન : રફાલ અને બોફોર્સની સ્થિતિમાં શું અંતર છે?

જવાબ : અમે બોફોર્સ અંગે અનેક પ્રતિક્રિયાઓનો સામનો કર્યો હતો. ઘણા મીડિયાએ આ અંગે સમાચાર છાપ્યા. હવે ઘણી ન્યૂઝ ચૅનલ્સે રફાલ અંગે સમાચાર દેખાડ્યા. સોશિયલ મીડિયા પર પણ આ અંગે ચર્ચા થઈ રહી છે.

જ્યારે બોફોર્સ મામલો સામે આવ્યો હતો ત્યારે ઘણાં અખબારોએ પ્રાથમિકતા આપીને એ અંગે છાપ્યું હતું. બોફોર્સ ઘોટાળાનો પર્યાય બની ગયો હતો.

મીડિયામાં અમારા ઘણા પ્રતિદ્વંદીઓ એને પ્રકાશિત નથી કરી રહ્યા પણ તેઓ એને નજરઅંદાજ પણ નથી કરી શકતા.


પ્રશ્ન : શું બોફોર્સ વખતે તમને કોઈ ધમકી મળી હતી?

જવાબ : ના, પણ કેટલીક અફવાઓ હતી. અરુણ શૌરી દ્વારા અપાયેલી માહિતી આધારે એમ કરુણાનિધિ અને તામિલનાડુના તત્કાલિન મુખ્ય મંત્રીએ મારા માટે સુરક્ષાનો બંદોબસ્ત કર્યો હતો. રાજીવ ગાંધીએ મારી સાથે સીધી વાત કરી હતી.

અમે શ્રીલંકાના મુદ્દે વાત કરતા હતા પણ તેમણે મારી સાથે બોફોર્સ મામલે વાત નથી કરી.

એક વખત અમારી મુલાકાત થઈ, મેં તેમને બધું જ કહ્યું. તો રાજીવ ગાંધીએ મને કહ્યું કે તને શું લાગે છે કોણે પૈસા લીધા?

મેં કહ્યું, શું આ મોટા નેતાઓની સંમતિ વગર શક્ય છે? પણ તેમણે એ વાતથી ઇનકાર કર્યો કે બોફોર્સ ઘોટાળા સાથે તેમનો કે તેમના પરિવારનો કોઈ સંબંધ નહોતો. તેમણે સહજ રીતે મારી સાથે વાત કરી.

ત્યારબાદ વી. પી. સિંહ ભારતના વડા પ્રધાન બન્યા અને કેટલાક પત્રકારોએ તેમને બોફોર્સ અંગે પ્રશ્નો પૂછ્યા.


પ્રશ્ન : રફાલ મુદ્દે કઈકઈ બાબતો સામે લાવાનો છે?

જવાબ : હું હમણાં કઈ નથી કહી શકતો પણ ઘણી ચોંકવનારી વાતો સામે આવી શકે છે. અમને ઘણા અન્ય દસ્તાવેજ મળી રહ્યા છે.


પ્રશ્ન : સોશિયલ મીડિયા પર કહેવાય છે કે ધ હિંદુ ડાબેરી વિચારધારા ધરાવે છે અને તમે પણ ડાબેરી તરફ ઝોક ધરાવો છે.

જવાબ : હું છુપા એજેન્ડા ધરાવતા લોકોને જવાબ આપવા ઇચ્છુક નથી. આ સાચું કે હું પ્રગતિશીલ ડાબેરી વિચાર ધરાવું છું. પણ આ મુદ્દો અને મારી વિચારધારા વચ્ચે શું સંબંધ છે?

જો જમણેરી લોકો આ પ્રકારની વાત કહે તો બરાબર છે. જો તેઓ વાંધો નોંધાવવા માગતો હોય તો તેમણે મારા અહેવાલ અંગે વાંધો ઉઠાવવો પડે.

મેં પર્રિકરની નોટ્સ પ્રકાશિત કેમ ન કરી, આ કોઈ તર્ક નથી. કેટલીક ચીજો કેવળ ક્રમશઃ સામે આવે છે. બોફોર્સમાં પણ એવું જ થયું હતું.

રફાલ પર બધા જ ચર્ચા કરે છે. શું અમે દસ્તાવેજો હાથમાં લઈને બેસી રહીએ. જેમ-જેમ દસ્તાવેજ મળશે અમે એ પ્રકાશિત કરીશું.

રફાલ મુદ્દે પહેલો રિપોર્ટ પ્રકાશિત કરવામાં કેટલાંક અઠવાડિયાં લાગ્યાં હતાં. રાત્રે 10.30 વાગ્યા સુધી આ રિપોર્ટ લખતા રહ્યા હતા.


પ્રશ્ન : ભારતમાં ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝ્મની સ્થિતિ શું છે?

જવાબ : ઘણા પત્રકાર છે જેઓ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝ્મ કરે છે પણ ઘણી વખત તેમની સંસ્થાઓ તેમને આવું કરવાથી રોકી દે છે.

ધ વાયર, કારવાં, સ્કૉલ અને ધ હિંદુ આ બધા એવું જ પત્રકારત્વ કરી રહ્યા છે. કારવાં આ દિશામાં ઘણી સારી કામગીરી કરી છે.

પાડોશી દેશ બાંગ્લાદેશમાં ડેલી સ્ટાર સાચી દિશામાં કામ કરી રહ્યા છે. આ સંસ્થાઓ પર સરકાર એવા કેસ પણ કરે છે પણ તેઓ પોતાનું કામ કરી રહ્યા છે. પાકિસ્તાનનું ડૉન એનું ઉદાહરણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ