રાહુલ ગાંધી આજે વલસાડમાં : 'કૉંગ્રેસ સત્તામાં આવશે તો GST બદલી નાખશે'

રાહુલ ગાંધી Image copyright Getty Images

ગુજરાતના ઘરમપુરમાં રાહુલ ગાંધીની જન આક્રોશ રેલી યોજાઈ હતી અને રાહુલ ગાંધીએ સભાને સંબોધન કર્યું હતું.

સંબોધન કરતા રાહુલ ગાંધીએ જીએસટી અને નોટબંધી જેવા મુદ્દે વર્તમાન કેન્દ્ર સરકાર પર ચાબખા કર્યા હતા અને ફરી એક વખત ખેડૂતોનાં દેવાંની વાત છેડી હતી.

તેમણે કહ્યું, "જો કૉંગ્રેસ સત્તામાં આવશે તો જીએસટી બદલી નાંખશે, જીએસટીને સરળ કરી દેશે."

રાહુલ ગાંધીએ કહ્યું, "ઉદ્યોગપતિઓનાં દેવાં માફ કરી રહ્યાં છે. ઉદ્યોગપતિઓનું ત્રણ લાખ કરોડનું દેવું માફ કર્યું."

"વિકાસ કરવો છે પણ વિકાસના નામે આદિવાસીઓનો અવાજ દબાવી ન શકાય."

રાહુલ ગાંધીએ નોટબંધી વિશે વાત કરતા કહ્યું, "નરેન્દ્ર મોદીએ કંઈ પણ વિચાર્યા વગર રાતોરાત નોટબંધીની જાહેરાત કરી. નોટબંધીમાં કોઈ કરોડપતી, ઉદ્યોગપતિઓ લાઇનમાં નહોતા ઊભા રહ્યા."

"પરંતુ ગરીબ, મધ્યમ વર્ગ અને નાના વેપારીઓ, આદિવાસીઓ લાઇનમાં ઊભા રહ્યા .શું તમારી પાસે કાળું નાણું છે? નોટબંધીમાં અનિલ અંબાણીને ઊભેલા જોયા?"

"વર્ષોથી 15-20 લોકોને લાભ પહોંચાડાય છે અને ગરીબો અને આદિવાસીઓને દબાવવામાં આવે છે."

તમે આ વાંચ્યું કે નહીં?

રાહુલ ગાંધીએ કહ્યું, "કૉંગ્રેસ ઇન્કમની ગૅરંટી લાવવાની છે. જેવી રીતે નરેન્દ્ર મોદી અનિલ અંબાણીના ઍકાઉન્ટમાં 30 હજાર કરોડ રુપિયા નાખે છે. એવી રીતે કૉંગ્રેસ ગરીબોનાં ખીસ્સાંમાં પૈસા નાખશે."

"મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની સરકાર ખેડૂતોનાં દેવાં માફ કરે છે."

"ભાજપના નેતા તેમના મનની વાત કરે છે, મારે તમારા મનની વાત સાંભળવી છે. તમે જે હુકમ કરો અમારે એ સાભળવું છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો