લોકસભા 2019 : ભાજપ 25 તથા શિવસેના 23 બેઠક ઉપર ચૂંટણી લડશે.

ભાજપ શિવસેના જોડાણ Image copyright AMIT SHAH @TWITTER

ભાજપ અને શિવસેનાએ ફરીથી સાથે મળીને લોકસભા તથા વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

ભાજપના પાર્ટી અધ્યક્ષ અમિત શાહ અને શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસે આ જાહેરાત કરી હતી.

લોકસભાની ચૂંટણીમાં ભાજપ 25 તથા શિવસેના 23 બેઠક ઉપર ચૂંટણી લડશે.

વિધાનસભામાં સાથી પક્ષોની બેઠકોને બાદ કરતા વધતી બેઠકો ઉપર સરખા ભાગે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

શાહે આશા વ્યક્ત કરી હતી કે આગામી લોકસભામાં યુતિ 45 બેઠક જીતશે. યુતિ કેન્દ્ર તથા રાજ્ય સરકારમાં સરકાર બનાવશે.

શાહ અને ઠાકરેએ કહ્યું હતું કે તેઓ ભૂતકાળને ભૂલીને એક થઈને આગામી ચૂંટણી લડશે.

આ માટે બંને પક્ષના નેતાઓ રાજ્યભરનો પ્રવાસ ખેડશે અને કાર્યકરોને યુતિ માટે કામ કરવા સમજાવશે.

બંને પક્ષોનું કહેવું છે કે 'રામ મંદિર' તથા 'રાષ્ટ્રવાદ' જેવા સમાન વિચારને કારણે આ ગઠબંધન થયું છે.

કૉંગ્રેસે ટ્ટિટર પર આ જોડાણ પર પ્રતિક્રિયા આપી હતી. જેમાં પાર્ટીએ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને મોદી વિરુદ્દ કરેલા નિવેદનોનો હવાલો આપી


યુતિનો ત્રીજો પડાવ

Image copyright Getty Images

બીબીસી મરાઠીના સંપાદક આશિષ દિક્ષિત જણાવે છે, "મને લાગે છે કે આ બંનેની રાજકીય જરૂરિયાત છે. ભાજપ જોડાણ માટે ઉત્સુક હતું તેથી તેમણે શિવસેનાની ઘણી માગનો સ્વીકાર કર્યો."

"આટલા દિવસ સુધી અહંકારની ભાષામાં વાત કરવનારી ભાજપની સેન્ટ્રલ લીડરશીપની ભાષા હવે અચાનક બદલાઈ ગઈ. શિવસેનાની માગ તો પુરી થઈ પણ શિવસેના માટે હવે વિશ્વસનીયતાનો પ્રશ્ન ઉભો થશે."

"કારણ કે સાડા ચાર વર્ષ સુધી તેઓ દિવસ રાત ભાજપની ટીકા કરતા, મોદીને અફઝલ ખાન કહ્યા અને હવે એ જ મોદી માટે તેઓ વૉટ માગવા જશે."

"હવે શિવસેના અને ભાજપની યુતિનો ત્રીજો પડાવ શરૂ થયો છે, એવું લાગે છે."

તમે આ વાંચ્યું કે નહીં?

આ નવા પડાવ વિશે વાત કરતાં તેઓ જણાવે છે "પ્રથમ પડાવમાં પ્રમોદ મહાજન અને બાલ ઠાકરે હતા, ત્યારે બંને પાર્ટીઓમાં વિશ્વાસનો માહોલ હતો.

મોદી અને અમિત શાહના આવ્યા બાદ અવિશ્વાસનો માહોલ બન્યો અને જોડાણ તૂટંયું."

"હવે આ ત્રીજા પડાવમાં બંને પાર્ટીમાં વિશ્વાસ નથી પણ બંનેને એકબીજાની જરૂરિયાત સમજાઈ છે."

"હવે મહારાષ્ટ્રમાં એક સ્પષ્ટ ઘષર્ણ હશે, ભાજપ અને શિવસેના એક તરફ અને કોંગ્રેસ અને એનસીપી બીજી તરફ. કૉંગ્રેસ અને એનસીપી હવે 2014થી વધુ સારી સ્થિતીમાં છે."

"પરંતુ આ જોડાણ બાદ બંને પાર્ટીના કાર્યકર્તાઓનો વિશ્વાસ જરૂર વધશે."


Image copyright Getty Images

લગભગ બે દાયકા સુધી ભાજપ અને શિવસેના એકબીજાના સમર્થનમાં રહ્યા બાદ, ચારેક વર્ષથી આ સંબંધ ખાટાં-મીઠાં રહ્યાં છે.

શિવસેના એવો પક્ષ છે, જે સમર્થનમાં રહ્યો હોવા છતાં તેણે ભાજપ વિશે સૌથી વધુ ટીકાત્મક નિવેદનો કર્યા હતા.

તાજેતરમાં રફાલ મુદ્દો હોય કે તાજેતરમાં પુલવામાના સીઆરપીએફના (સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સ) જવાનો પરના હુમલા મુદ્દે શિવસેનાએ ટીકા કરી હતી.

ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પણ શિવસેના ભાજપ પર નિશાન તાકવાનું ચૂક્યું નહોતું.

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને 23 અને શિવસેનાને 18 સીટ પર જીત મળી હતી.

આપને આ પણ વાચવું ગમશે

શિવસેનાના સાંસદ સંજય રાઉતે એએનઆઈ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આગામી મુખ્યમંત્રી શિવસેનાના હશે, જેના આધારે એવું માનવામાં આવે છે કે કદાચ આગામી સમયમાં સંઘર્ષ થશે.

વિરોધ પક્ષે આ જોડાણની પણ ટીકા કરી છે.

એનસીપીના નેતા નવાબ મલિકે કહ્યું કે, ઉદ્ધવ ઠાકરે એ કહ્યું હતું કે 'ચોકીદાર ચોર છે', જો શિવસેના ભાજપ સાથે જોડાય તો તેઓ પણ 'ચોરના ભાગીદાર' કહેવાશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો