અમરેલીના યુવાનનું નાક કેમ કાપવામાં આવ્યું?

પ્રકાશ Image copyright BIPIN TANKARIA

અમરેલી જિલ્લાના બાબરા તાલુકામાં પોતાની કથિત પ્રેમિકાને મળવા ગયેલ એક યુવાનનું નાક કાપી નાખવા આવ્યું હતું.

જેમને સારવાર માટે રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અમરેલીમાં બાબરા પોલિસ સ્ટેશનના અધિકારી કે. વી. મેતાએ જણાવ્યું કે પ્રકાશ મકવાણા પોતાની પ્રેમિકાને મળવા માટે એના ઘરે ગયેલા હતા.

તેના વિશે તેમની પ્રેમિકાના પરિવાર વાળાઓને ખબર પડી એટલે તેમણે પ્રકાશ પર હુમલો કર્યો. તેમણે પ્રકાશનું નાક છરીથી કાપી નાખ્યું હતું અને દૂર ફેંકી દીધું હતું.

તેમણે જણાવ્યું કે આ બનાવ શનિવારની રાત્રે 16-17 ફૅબ્રુઆરીની મોડી રાત્રે બન્યો હતો જ્યારે પ્રકાશ દીવાલ કૂદી કથિત પ્રેમિકાને ત્યાં ગયા હતા.

એમ વી મેતાએ જણાવ્યું,''આ સંદર્ભમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે.''

''આ લોકો પ્રકાશની કથિત પ્રેમિકાના પરિવારજનો છે. જેમાં જગદીશ પીપળવા, શારદા જગદીશ પીપળવા, સુરેશ પીપળવા,અતુલ પીપળવા, કાળુ પીપળવા સામેલ છે.''

જોકે પ્રકાશનાં પરિવારજનો આને પ્રેમ સંબંધનો મુદ્દો નથી માનતા, તેમનું કહેવું છે કે આ જમીનનો વિવાદ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પ્રેમ સંબંધ કે જમીન વિવાદ?

Image copyright BIPIN TANKARIA

રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે આવેલા પ્રકાશના પિતા ચંદુ મકવાણાએ કહ્યું:

''અમારા પરિવારો જીવાપર ગામમાં રહે છે. અમારા પરિવારો વચ્ચે જમીન મુદ્દે વિવાદ છે અને મારા દીકરાનો કોઈ પ્રેમ સંબંધ નહોતો.''

પ્રકાશનો પરિવાર જીવાપર ગામમાં ખેતીનું કામ કરે છે.

મંગળવારે પ્રકાશનું રાજકોટ ખાતે ઑપરેશન કરવામાં આવ્યું હતું.

ચંદુ મકવાણા કહે છે,''જે લોકોએ પ્રકાશને માર્યો છે તેઓ તેમના સંબંધી છે અને એક જ ગામમાં રહે છે.''

તેઓ જણાવે છે, ''યોજનાબદ્ધ રીતે ફૉન કરીને મારા પુત્ર પ્રકાશને બોલાવ્યો હતો. જગદીશ પીપળવા સાથે મારા ખેતરમાં પાણીના મુદ્દે પણ વિવાદ છે. ''

આપને આ પણ વાંચવું ગમશે

ચંદુ મકવાણા આગળ જણાવે છે કે તે લોકોએ પ્રકાશના પગ અને પીઠ પર માર માર્યો અને ભેગા થઈને નાક કાપી લીઘું હતું.

તેના નાકમાંથી બહુ લોહી વહી જતા, તાત્કાલિક 108 ઍમ્બુલન્સ બોલાવીને તેને હૉસ્પિટલ લઈ જવાયા હતા.

બીજી તરફ રાકેશ મનસુખ પીપળવા ફોન વાત કરતા જણાવ્યું હતું, ''જમીન કોઈ જ વિવાદ નથી, મારી પાસે ઑરિજિનલ દસ્તાવેજ છે, પ્રકાશને રાતનાં બે વાગે ઘર માં આવેલ.''

બાબરા પીએસઆઈ ગીતા આહીરે જણાવ્યું કે આ બાબતની તપાસ ચાલુ છે.

તેમએ જણાવ્યું, આ પરિવારો જમીન વિવાદ તો છે, ''જમીન પ્રકરણ વિવાદ જૂનો છે, બન્ને પરિવારો બોલતાંજ નથી, પણ પ્રેમ પ્રકરણ એક વર્ષ થી ચાલે છે, તેમ પ્રકાશે કીધું છે.''

''બીજું ઘણાં કેસ જોયાં છે, જેમાં જમીન વિવાદનું પ્રકરણ હોય તો પેટ છરી મારે હાથ પગ ભાંગી નાખે, પણ પ્રેમ પકરણને લીધે જ નાક કાપેલ અને ગુપ્ત ભાગમાં મારેલ છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા