પુલવામા હુમલો: સૈનિકોનાં શબ પાસે બેસીને યોગી આદિત્યાનાથ હસતા હતા?

ભાજપના નેતાઓ Image copyright SM VIRAL POST

કેટલાક લોકોનો દાવો : "જ્યારે સમગ્ર દેશ પુલવામાના ઉગ્રવાદી હુમલામાં માર્યા ગયેલા જવાનોનો શોક મનાવી રહ્યો હતો, ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી આદિત્યનાથ યોગી તિરંગામાં વિંટાયેલાં શબો પાસે બેસીને હસી રહ્યા હતા."

આ દાવા સાથે મુખ્ય મંત્રી યોગી, ભાજપના નેતા મોહસિન રઝા, બિહારના ગવર્નર લાલજી ટંડન અને યૂપીના કૅબિનેટ મંત્રી આશુતોષ ટંડનનો એક 30 સેકંડની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શૅર થઈ રહ્યો છે.

ફૅસબુક અને ટ્વિટર પર આ ફોટોને સેંકડો વખત શૅર કરવામાં આવ્યો છે. તેને શૅર કરનાર લોકોનો એક જ હેતુ છે. 'એ દર્શાવવું કે ભાજપના નેતા સંવેદનહીન છે.'

Image copyright SM VIRAL POST

યુટ્યૂબ અને ઘણી ચૅટિંગ ઍપ પર 14 ફેબ્રુઆરીના પુલવામા હિલાને જોડીને આદિત્યનાથ યોગીનો આ વીડિયો શૅર થઈ રહ્યો છે.

ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલામાં 45થી વધુ જવાનોનાં મૃત્યુ થયાં અને ઘણા ઘાયલ થયા.

પરંતુ અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે જે વીડિયોના આધારે ભાજપના નેતાઓ આ ઘટના પ્રત્યે ગંભીર હોવાની વાત કરે છે, તે જુની છે અને પુલવામા હુમલા સાથે તેને કોઈ સંબંધ નથી.


હવે વાસ્તવિકતા..

Image copyright @MYOGIADITYANATH

આદિત્યનાથ યોગી અને અન્ય ભાજપના નેતાઓ હસી રહ્યા છે તે વીડિયો ગયા વર્ષનો છે. જ્યારે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્ય મંત્રી એન. ડી. તિવારીના અંતિમ સંસ્કાર થયા.

દિગ્ગજ નેતા એન ડી તિવારીનું અવસાન 18 ઑક્ટોબરના રોજ દિલ્હી ખાતે થયું, તેઓ 93 વર્ષના હતા.


Image copyright @MYOGIADITYANATH

એન. ડી. તિવારીના અંતિમ સંસ્કારમાં ઉત્તર પ્રદેશના સીએમ આદિત્યનાથ યોગી, ભાજપના નેતા મોહસિન રઝા સાથે શું વાત કરી રહ્યા હતા કે ચારેય નેતાઓ પાર્થિવ શરીર પાસે બેસીને હસે છે. તેની માહિતી તો જાહેર માધ્યમમાં ઉપલબ્ધ નથી. પરંતુ ભાજપના નેતાઓની આ હરકતથી પાર્ટીની ઘણી ટીકા થઈ હતી.

આ વીડિયો વર્ષ 2018માં પણ વાઇરલ થયેલી અને લોકોએ આદિત્યનાથ યોગીની બૉડિ લૅંગ્વેજની ટીકા કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ