ચંદા કોચર : આઇસીઆઇસીઆઇ બૅન્કના પૂર્વ સીઇઓ સામે સીબીઆઈની લૂક આઉટ નોટિસ જાહેર

ચંદા કોચર

ઇમેજ સ્રોત, Getty Images

સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશને આઇસીઆઇસીઆઇ બૅન્કના પૂર્વ સીઇઓ ચંદા કોચર સામે લૂક આઉટ નોટિસ જાહેર કરી છે.

સમાચાર સંસ્થા એએનઆઇએ આ અંગે ટ્ટીટ કરી માહિતી આપી છે.

આઇસીઆઇસીઆઇ બૅન્કના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર રહી ચૂકેલા ચંદા કોચર પર પોતાના પદનો ખોટો ઉપયોગ કરી વીડિયોકોન ગ્રૂપને લોન આપવાનો અને પછી અયોગ્ય રીતે અંગત લાભ મેળવાનો આરોપ છે.

ઉલ્લેખનીય છે કે સીબીઆઇ દ્રારા ચંદા કોચર અને તેમનાં પતિ સામે અપરાધિક ષડ્યંત્રનો અને નાણાકીય ધોખેબાજીનો મામલે તપાસ ચાલી રહી છે.

અગાઉ ચંદા કોચર મામલામાં સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ બીએન શ્રીકૃષ્ણાની અધ્યક્ષતામાં કરાયેલી તપાસ પૂર્ણ થઈ હતી જેમાં ચંદા કોચર દોષિત પૂરવાર થયાં હતાં.

આ અંગે બૅન્ક દ્વારા સ્વતંત્ર તપાસ કરાઈ રહી હતી, જેમાં તેઓ દોષી પૂરવાર થયા હતા અને તેમને તેમના પદ પરથી કાઢી મુકવામાં આવ્યા હતા.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

શું હોય છે લૂક આઉટ નોટિસ?

ચંદા કોચર ઉદ્યોગપતિઓ અને નેતાઓ સાથે

ઇમેજ સ્રોત, Getty Images

લૂક આઉટ નોટિસ એક એ પ્રકારનો આંતરિક નોટિસનો પત્ર છે. બીબીસી બૅન્ક કૌભાંડ

આ નોટિસ તપાસ સંસ્થા દ્વારા એરપોર્ટ ઇમિગ્રેશન વિભાગને મોકલવામાં આવે છે. જેને પગલે ઇમિગ્રેશન અધિકારીઓને તે વ્યકિતને વિદેશ નહીં જવા દેવા અને તેના વિશે માહિતી આપવાના નિર્દેશ આપવામાં આવે છે.

જેના નામે આ નોટિસ હોય તેની ધરપકડ પણ થઈ શકે છે.

આ નોટિસમાં તપાસ એજન્સી દ્વારા જે તે કોઇ વ્યકિત અંગે જે પ્રકારની માહિતી જોઇએ તેનો ઉલ્લેખ કરેલો હોય છે.

અગાઉ ચંદા કોચરને ગત વર્ષે પણ લૂક આઉટ નોટિસ આપવામાં આવી હતી.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

કેવી રીતે કેસ બહાર આવ્યો?

ચંદા કોચરની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

મીડિયામાં આ મામલો પહેલીવાર વ્હિસલ બ્લૉઅર અરવિંદ ગુપ્તાના બ્લોગ ફરિયાદને આધારે આવ્યો હતો. અરવિંદ ગુપ્તા વીડિયોકોન સમૂહમાં એક રોકાણકાર હતા.

એમણે 2016માં આઇસીઆઇસી બૅન્ક અને વીડિયોકોન વચ્ચે થયેલા ટ્રાન્જેક્શન પર સવાલ ઉભા કર્યા. તેમણે વડા પ્રધાન અને નાણા મંત્રીને પત્ર લખી ચંદા કોચરના ખોટાં વ્યવહારો અને હિતોના ટકરાવ વિશે જાણકારી આપી હતી.

એ સમયે અરવિંદ ગુપ્તાની ફરિયાદો પર ખાસ ધ્યાન નહોતું આપવામાં આવ્યુ. એ પછી એમણે દીપક કોચર દ્રારા 2010માં પ્રમોટ કરવામાં આવેલી કંપની એનયૂ પાવર રિન્યૂએબ્લસ અંગે વધારે જાણકારી મેળવી.

ગત વર્ષે માર્ચમાં ર્જ્યારે ઇન્ડિયન એક્સપ્રેસે એક અહેવાલ પ્રકાશિત કર્યો. આ અહેવાલમાં દીપક કોચર અને વેણુગોપાલ ધૂત વચ્ચેના નાણાકીય વ્યવહારો અને બિઝનેસ ડીલ વિશેની વિગતો પર પ્રકાશ પાથરવામાં આવ્યો હતો.

  • આર્ટિકલમાં વર્ષ 2008માં કઈ રીતે દીપક કોચર અને ધૂતે 50-50 પાર્ટનરશિપ કરીને નુપાવર પ્રા. લિમિટેટ કંપની સ્થાપી તેની વિગતો હતી.
  • તેના મહિના પછી ધૂતે કંપનીમાંથી રાજીનામું આપી દીધું અને દીપક કોચરને 2.5 લાખના 25,000 શેર ટ્રાન્સફર કરી દીધા.
  • માર્ચ-2010માં નુપાવરને ધૂતની માલિકીની સુપ્રીમ પાવર ઍનર્જી પ્રા. લિ. તરફથી 64 કરોડની લોન મળી.
  • ધૂત તરફથી કોચરને અને કોચરના સંબંધીની કંપની પેસિફિક કેપિટલ તરફથી ધૂતની માલિકીની કંપની સુપ્રીમ ઍનર્જીને કરવામાં આવેલા એકથી વધુ વખત કરાયેલા શેરનાં ટ્રાન્સફરથી સુપ્રીમ ઍનર્જી નુપાવરમાં 94.9 ટકાની શેરહોલ્ડર બની ગઈ.
  • નવેમ્બર-2010માં ધૂતે આ હોલ્ડિંગ સુપ્રીમ ઍનર્જીમાંથી એક એસોસિયેટ મહેશ ચંન્દ્રા પુગલિયાને ટ્રાન્સફર કર્યાં.
  • વર્ષ 2012માં પુગલિયાએ પિનેકલ ઍનર્જીને ટ્રાન્સફર કર્યા. દીપક કોચર આ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે.
  • નુપાવરને લોન આપ્યાના ત્રણ વર્ષોમાં જ સુપ્રીમ ઍનર્જીને પિનેકલ ઍનર્જી દ્વારા ટેકઓવર કરી લેવાઈ.
  • આ ટ્રાન્સફરના છ મહિના પહેલાં વિડિયોકોન જૂથને આઈસીઆઈસીઆઈ તરફથી 3250 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી.
  • આ લોનના 86 ટકાની લોન - લગભગ 2810 કરોડ રૂપિયાની ચૂકવણી નહોતી થઈ અને વીડિયોકોનનું એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ દ્વારા એનપીએ જાહેર કરી દેવાયું.
લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો