#INDvAUS : ઑસ્ટ્રેલિયાએ ભારતને ત્રણ વિકેટે હરાવ્યું

મહેન્દ્રસિંહ ધોની Image copyright Getty Images

વિશાખાપટ્ટનમમાં ભારત વિરુદ્ધ બે મૅચોની શૃંખલાની પ્રથમ ટી-20 મૅચમાં ઑસ્ટ્રેલિયા સામે યજમાન ભારતની ટીમ 126 રનનો સરળ લક્ષ્યાંક જ આપી શકી.

જેને ઑસ્ટ્રેલિયાએ હાંસલ કરી લેતા શૃંખલામાં 1-0ની બઠત મેળવી લીધી છે. જોકે, લક્ષ્ય હાંસલ કરવામાં ઊતરેલી મહેમાન ટીમની શરૂઆત સારી ન રહી અને શરૂઆતમાં જ તેની બે વિકેટ પડી ગઈ. પાવર પ્લૅની ઓવર્સ દરમિયાન ઑસ્ટ્રેલિયા 2 વિકેટના નુકસાન પર 41 રન કર્યા.

આ પહેલાં બૅટિંગનું આમંત્રણ મળ્યા બાદ ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાને મોટો પડકાર આપવામાં નિષ્ફળ રહી.

20 ઓવરમાં 7 વિકેટના નુકસાને ટીમ ઇન્ડિયા માત્ર 126 રન જ કરી શકી. જેમાં કે.એલ. રાહુલના 50 અને મહેન્દ્રસિંહ ધોનીના 29 રન મહત્ત્વપૂર્ણ રહ્યા.

કૅપ્ટન વિરાટ કોહલીએ 17 બૉલમાં 24 રન બનાવ્યા. જોકે, આ ત્રણ સિવાય અન્ય કોઈ ખેલાડી બેવડી સંખ્યામાં પણ રન ના બનાવી શક્યા.

ઑસ્ટ્રેલિયા તરફથી નથાન કૉલ્ટર નિલ ભારત માટે મુશ્કેલી બન્યા અને તેમણે ચાર ઓવરમાં 26 રન આપીને ત્રણ વિકેટો લીધી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો