પાકિસ્તાનમાં ભારતના પાઇલટ અને દુર્ઘટનાગ્રસ્ત વિમાનની ખોટી તસવીરો વાઇરલ

સોશિયલ મીડિયા પર તસવીરો Image copyright SM VIRAL POSTS

પાકિસ્તાનમાં સ્થાનિક મીડિયામાં ઘણી તસવીરો અને મોબાઇલ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યા છે અને આ તસવીરોને ભારતીય વાયુસેના ઊપર પાકિસ્તાની સેનાની જવાબી કાર્યવાહી તરીકે દર્શાવવામાં આવી છે.

પણ બીબીસીની તપાસમાં જાણવા મળ્યું કે આ બધા દાવા ખોટાં છે અને આ જૂની તસવીરોને ભારત તથા પાકિસ્તાન વચ્ચે બુધવારે થયેલી સૈન્ય કાર્યવાહી સાથે કોઈ લેવા-દેવા નથી.

પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફૂરે બુધવારે સવારે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે પાકિસ્તાની વાયુસેનાએ બુધવાર સવારે ભારત પ્રશાસિત કાશ્મીરમાં છ જગ્યાઓ પર હવાઈ હુમલો કર્યો છે.

ત્યાર બાદ પાકિસ્તાની સેનાએ કહ્યું કે તેમણે બે ભારતીય પાઇલટની ધરપકડ કરી છે અને ભારતના બે ફાઇટર વિમાન તોડી પાડ્યા છે.

પકડાયેલા એક પાઇલટનો વીડિયો પાકિસ્તાની સેનાએ સોશિયલ મીડિયા પર રજૂ કર્યો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

14 ફેબ્રુઆરીએ ભારત પ્રશાસિત કાશ્મીરમાં સીઆરપીએફના કાફલા પર થયેલ આત્મઘાતી હુમલા બાદ બન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. આ હુમલામાં 40 જવાનો મૃત્યુ થયા હતા.

Image copyright SM VIRAL POST

આ બાબતે ભારત સરકારે મંગળવારે દાવો કર્યો કે પુલવામા હુમલા માટે જવાબદાર જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં કૅમ્પોને ભારતીય વાયુસેનાએ નિશાન બનાવ્યા છે.

આ હુમલાાં જૈશ-એ-મોહમ્મદની કેટલી ક્ષતિ થઈ, આની નિષ્પક્ષ સૂત્રો તરફથી પુષ્ટિ નથી કરવામાં આવી.

પાકિસ્તાની સેના દ્વારા હુમલાનો દાવો સામે આવ્યા બાદ #Pakistaniarmyzindabad, #Pakistanairforceourpride અને #Pakistanstrikesback જેવા હૅશટેગ ટ્રૅન્ડમાં આવી ગયા હતાં.


પાકિસ્તાની મીડિયામાં વાપરવામાં આવી તસવીરો

Image copyright Twitter

પણ એની સાથે જ હૅશટેગ સાથે અમુક જૂની તસવીરો તથા વીડિયો ફેસબુક અને ટ્વિટર પર શૅર થવા લાગ્યા.

આ તસવીરોનો બુધવારે થયેલા ઘટનાક્રમ સાથે કોઈ ઘટનાક્રમ નથી, પણ પાકિસ્તાની મીડિયાએ ટીવી અને ઑનલાઇન સમાચારોમાં આ વાઇરલ તસવીરોનો ઉપયોગ કર્યો છે.


ઘાયલ પાલટનો વીડિયો

Image copyright Twitter

પાકિસ્તાનમાં ઘણાં ટ્વિટર યૂઝર્સે ગંભીર રૂપે ઇજાગ્રસ્ત ભારતીય પાઇલટનો વીડિયો શૅર કર્યો છે.

લોહીમાં લથપથ આ પાઇલટને પાકિસ્તાનની સેના દ્વારા પકડવામાં આવેલ પાઇલટ તરીકે દર્શાવીને આ વીડિયો શૅર કરવામાં આવી રહ્યો છે.

લોકોએ દાવો કરી રહ્યા છે કે પાકિસ્તાની સેનાએ ભારતીય પાઇલટને જીવિત પકડી લીધો છે.

આ વાત સાચી છે કે પાકિસ્તાની સેનાએ બે ભારતીય પાઇલટને જીવિત પકડી લેવાનો દાવો કર્યો છે.

આપને આ પણ વાંચવું ગમશે

પણ પાકિસ્તાનમાં વાઇરલ આ વીડિયો પાકિસ્તાની સેનાના દાવા સાથે મેળ નથી ખાતો.

વાઇલ વીડિયો ભારતીય વાયુ સેનામાં વિંગ કમાન્ડર વિજય શેલ્કનો છે, જે 19 ફેબ્રુઆરી 2019ના બેંગલુરુ ઍર શો પહેલાં બે સૂર્યકિરણ વિમાનો અથડાતા ઘાયલ થયા હતા.

તેમની મદદ માટે સ્થાનિક લોકો ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતાં.

આ દરમિયાન પાઇલટ અને લોકો વચ્ચે જે વાતચીત થઈ એ પણ વીડિયોમાં સાંભળી શકાય.


વિમાન ક્રૅશનો ફોટો

Image copyright Twitter

ભારતીય વિમાનના ક્રૅશની આ તસવીર સેંકડોવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવમાં આવી છે.

આ તસવીર માત્ર સોશિયલ મીડિયા પર નહીં, પરંતુ સ્થાનિક મીડિયા પણ સમાચારમાં તરીકે રજૂ થઈ છે.

પાકિસ્તાનના અમુક મીડિયા સંસ્થાનોએ આ તસવીરોને સરકારી એજન્સી તરફથી રજુ કરવામાં આવી બતાવી છે.

પરંતુ ભારતી ફાઇટર વિમાનની આ તસવીર વર્ષ 2015ની છે તથા આનું વિમાન સાથે કોઈ કનેક્શન નથી.

ભારતીય વાયુસેનાનું આ વિમાન ટેક્નિકલ ખરાબીના કારણે ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં 3 જૂન 2015ના તૂટ્યું હતું.

આ દુર્ઘટનગ્રસ્ત વિમાનની ઘણી તસવીરો ફોટો એજન્સી ગેટી પર ઉપલબ્ધ છે.

(જો તમને કોઈ સંદિગ્ધ સમાચાર, તસવીરો, વીડિયો કે દાવા મળે તો તેની વિગતો બીબીસી ન્યૂઝને +91 9811520111 ઉપર અથવા તો અહીં ક્લિક કરો અને તેની સત્યતા ચકાસો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો