લોકસભા ચૂંટણી 2019 : ચેન્નાઈમાં કૉંગ્રેસ પ્રમુખે કહ્યું, મને SIR નહીં, પરંતુ 'રાહુલ' કહો

રાહુલ ગાંધી Image copyright Congress Social Media

લોકસભાની 2019ના ચૂંટણી પ્રચાર અભિયાન દરમિયાન તમિલનાડુની સ્ટેલા મેરિસ (Stella Maris) કૉલેજમાં કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ 3000 વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરી હતી.

આ વાતચીત દરમિયાન એક વિદ્યાર્થિનીએ રાહુલ ગાંધીને સવાલ પૂછતી વખતે સર શબ્દથી શરુઆત કરતા રાહુલ ગાંધીએ એમને અટકાવી દીધા હતા.

રાહુલ ગાંધીએ એ યુવતીને વિનંતી કરતાં કહ્યું, 'શું તમે મને સરને બદલે રાહુલ કહીને સંબોધન કરી શકો છો?'

રાહુલ ગાંધીના આ કૉમેન્ટ ઉપર સ્ટુડન્ટ્સે ચિચિયારીઓ સાથે પ્રતિભાવ આપ્યો હતો.

કૉંગ્રેસ અને મહિલા કૉંગ્રેસે આ ઘટનાનો વીડિયો શૅર કર્યો હતો.

કૉંગ્રેસ અધ્યક્ષ કહ્યું હતું કે તેમની સરકાર સત્તા ઉપર આવશે એટલે મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખશે.

રાહુલે કહ્યું, "કૉંગ્રેસ મહિલાઓ માટે માત્ર સંસદ કે વિધાનસભામાં જ નહીં, પરંતુ કેન્દ્ર સરકાર તથા કેન્દ્રીય જાહેર સંસ્થાઓમાં પણ 33 બેઠકો અનામત રાખશે."

અહીં રાહુલ ગાંધીએ ભણતર ઉપર પણ ભાર મૂક્યો હતો. તેમણે ઍજ્યુકેશન બજેટમાં 6 ટકા વધારો કરવાની પણ જાહેરાત કરી હતી.

આપને આ પણ વાચવું ગમશે

રાહુલ વાડ્રા ભષ્ટ્રાચારમાં સામેલ - સ્મૃતિ ઇરાની

Image copyright BJP Twitter

આ બેઠકમાં રાહુલ ગાંધીને રૉબર્ટ વાડ્રા સામેની તપાસને મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કાયદો દરેક પર સમાન રીતે લાગુ પડવો જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યું, "હું આવું કહેનારો પહેલો વ્યકિત હોઈશ કે તમે રૉબર્ટ વાડ્રાની તપાસ કરો, પરંતુ વડા પ્રધાન મોદીની પણ કરો. કાયદો દરેક પર સમાન રીતે લાગુ થવો જોઈએ."

બીજી તરફ ભાજપના નેતા સ્મૃતિ ઇરાનીએ રાહુલ ગાંધી પર ભષ્ટ્રાચારનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે જીજાજી (રૉબર્ટ વાડ્રા સાથે સાળા સાહેબ (રાહુલ ગાંધી) પણ ભષ્ટ્રાચારમાં સંકળાયેલા છે.

ભાજપે એક સમાચારના હવાલાથી રાહુલ ગાંધી પર આ આરોપ મૂક્યો છે.

ભાજપે આ મુદ્દે આજે સંખ્યાબંધ ટ્ટીટ કર્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો