મોદી સરકારની મજાક ઉડાવતી વાઇરલ તસવીરનું સત્ય શું છે? : ફૅક્ટ ચેક

કૉંગ્રેસની ટ્વીટ Image copyright TWITTER/@INCINDIA

એક ટ્રકની તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરીને નરેન્દ્ર મોદી સરકાર પર કટાક્ષ કરવાના ચક્કરમાં કૉંગ્રેસની ભારે મજાક ઊડી રહી છે.

'વર્લ્ડ સ્લિપ ડે' એટલે કે 15 માર્ચના દિવસે કૉંગ્રેસ પક્ષના અધિકૃત ટ્વિટર હૅન્ડલથી #WorldSleepDay સાથે ટ્રકની એક જૂની તસવીર ટ્વીટ કરવામાં આવી.

આ તસવીરમા ટ્રકની પાછળ લખ્યું હતું, "કૃપા કરીને હૉર્ન ના વગાડો, મોદી સરકાર ઊંઘી રહી છે."

સોશિયલ મીડિયા પર પક્ષના આ પ્રકારના મજાકની કેટલાય લોકો ટીકા કરી રહ્યા છે.

જોકે, એવા લોકો પણ ઓછા નથી કે જેમણે આ તસવીરને લઈને કૉંગ્રેસ પર નિશાન તાક્યું હોય.

તમે આ વાંચ્યું કે નહીં?

ફોટોશૉપની અસર?

ગત કેટલાક મહિનામાં એવા બિલ અને લગ્નનાં કાર્ડ્સ સોશિયલ મીડિયા પર મોટા પ્રમાણમાં શૅર કરાયાં, જેના પર મોદીની તસવીર લાગી હોય કે તેમના સમર્થકોની મોદીને મત આપવાની અપીલ કરાઈ હોય.

કેટલાક લોકો આ ટ્રકની તસવીરને એ તમામ વસ્તુઓને કૉંગ્રેસનો જવાબ ગણાવી રહ્યા છે.

જોકે, રાજસ્થાનમાં નોંધણી કરાવાયેલા આ ટ્રકની અસલી તસવીરમાં એવું કંઈ જ નથી લખ્યું, જે કૉંગ્રેસના ટ્વીટમાં જોવા મળી રહ્યું છે.

કોઈએ એડિટિંગની મદદથી આ ટ્રકની પાછળ એવી સફેદ પ્લેટ જોડી દીધી છે, જેના પર કંઈક લખી શકાય એમ છે.

જોકે, આ પ્રથમ વખત નથી ઘટ્યું કે ટ્રકની આ જ તસવીરનો આ પ્રકારનો ઉપયોગ કરાયો હોય.

રિવર્સ સર્ચ એન્જિનનાં પરિણામ દર્શાવે છે કે ફોટોશૉપ થકી ટ્રકની પાછળ મોદી જ નહીં, કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ પણ આ પ્રકારના સંદેશ લખાઈ ચૂક્યા છે.

એક વર્ષ પહેલાં પણ આ તસવીર જોવા મળી હતી.

કર્મશીલ અને લેખિકા મધુ કિશ્વરે ગત વર્ષે ફેબ્રુઆરીમાં આ તસવીર ટ્વીટ કરી હતી.

એ જ કારણ કેટલાક લોકો સોશિયલ મીડિયા પર તેમનો પણ મજાક ઉડાવી રહ્યા છે.

તેમનું કહેવું છે કે શું કૉંગ્રેસ અને મધુ કિશ્વર એક જ વ્હૉટઍપ ગ્રૂપમાં સામેલ છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો