નર્મદા કિનારે સ્ટેન્ડઅપ કૉમેડિયન મનન દેસાઈએ સાંભળી સરદાર પટેલના મનની વાત

મનન દેસાઈ અને ગ્રામવાસીઓ

ગુજરાત રાજ્ય દેશમાં તેના વિકાસને કારણે સતત ચર્ચામાં રહ્યું છે. દેશમાં આવતી રાજ્ય કે કેન્દ્રની ચૂંટણીમાં ગુજરાત મૉડલ અને તેના વિકાસની સતત ચર્ચા થતી રહે છે.

જેમાં હવે સરદાર સરોવર ડેમની પાછળના ભાગમાં વિશ્વની સૌથી ઊંચી સરદારની પ્રતિમા બનાવવામાં આવી છે.

વર્ષ 2018માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 182 મીટર ઊંચી સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું ઉદ્ધાટન કર્યું હતું. જેની કલ્પના તેમણે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે કરી હતી.

જે બાદ સમગ્ર દેશમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી વિશે ચર્ચા જાગી, તેનાથી થનારા ફાયદા-ગેરફાયદા, પર્યટનમાં થનારો વધારો, ઉપરાંત તેમાં જમીન ગુમાવનારા આદિવાસી સહિતની.

આ લોકસભા ચૂંટણી પહેલાં બીબીસી ગુજરાતીએ #BBCRiverStories પ્રોજેક્ટ અંતર્ગત આ જ વિસ્તારની મુલાકાત લીધી.

બીબીસી ગુજરાતી સાથે હતા સ્ટેન્ડઅપ કૉમેડિયન મનન દેસાઈ, જેઓ સ્ટેચ્યૂ ઑફ યુનિટીના વિસ્થાપિતોને મળ્યા.

તેની આજુબાજુનાં ગામડાંની શું દશા છે? ત્યાંના લોકોનું જીવન શું છે? વિકાસની સ્થિતિ શું છે. આ વગેરે બાબતોને આ ફિલ્મમાં આવરી લેવામાં આવી છે.

તો જુઓ સ્ટેન્ડઅપ કૉમેડિયન મનન દેસાઈ સાથે સ્ટેચ્યુ ઑફ યુનિટી અને ત્યાંના વિસ્તારની સફર.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો