#missionshakti : મોદીએ આચારસંહિતાનો ભંગ નથી કર્યો : ચૂંટણી પંચ

મોદી Image copyright Reuters

આચારસંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણી પંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપી છે.

ભારતની પ્રથમ ઍન્ટિ સેટેલાઇટ મિસાઇલ પરિક્ષણની જાહેરાત કરીને મોદીએ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું હોવાની કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા(સીપીએમ-માર્ક્સવાસી)ના મહાસચિવ સીતારામ યેચુરીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર વડા પ્રધાનની જાહેરાતમાં દૂરદર્શન કે ઑલ ઇન્ડિયા રેડિયો જોવા સરકારી માધ્યમોનો ઉપયોગ ના કરાયો હોવાથી આચરસંહિતાનો ભંગ થયો ના ગણી શકાય એવું ચૂંટણી પંચે જણાવ્યં છે.

આ મામલે સરકારી મશીનરીનો ઉપયોગ કરાયો હતો કે કેમ એ અંગેની તપાસ પાંચ સભ્યોની સમિતિને સોંપવામાં આવી હતી.

સમિતિએ જણાવ્યું કે 'દૂરદર્શન દ્વારા એએનઆઈ(સમાચાર સંસ્થા)ની ફીડનો જ ઉપયોગ કરાયો હતો. જ્યારે ઑલ ઇન્ડિયા રેડિયો દ્વારા દૂરદર્શન સમાચારમાંથી જ ઑડિયો આઉટપુટનો ઉપયોગ કર્યો હતો.'

તમે આ વાંચ્યું કે નહીં?

#SaravanaBhavan : ભારતના 'ઢોસા કિંગ'ને આજીવન કેદની સજા

Image copyright Getty Images

દેશભરમાં અને વિદેશમાં દક્ષિણ ભારતીય ફૂડ ચેઇન 'સર્વણા ભવન'ના માલિક રાજાગોપાલને 18 વર્ષ જૂના કેસમાં સુપ્રીમ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 7 જૂલાઈ સુધીમાં તેમને આત્મસમર્પણ કરવા જણાવાયું છે.

રાજગોપાલને 18 વર્ષ પહેલાં ઑક્ટોબર 2001માં પ્રિન્સ સંતકુમાર નામના યુવકના અપહરણ અને બાદમાં હત્યા કરવાના કેસમાં દોષી ગણાવાયા છે.

સંતકુમારની હત્યા એવા માટે કરવામાં આવી હતી કે રાજગોપાલ તેમનાં પત્ની(સંતકુમારના પત્ની) સાથે લગ્ન કરી શકે.

મદ્રાસ હાઇકોર્ટે વર્ષ 2009માં આ મામલે રાજગોપાલને આજીવન કેદની સજા ફટકારી હતી.

આ પહેલાં વર્ષ 2004માં વિશેષ કોર્ટે રાજગોપાલ અને તેમના પાંચ સાથીઓને દસ વર્ષ માટે આકરી કેદની સજા સંભળાવી હતી.

કોઈ પણ બેઠક પરથી ચૂંટણી લડવાં તૈયાર છું :પ્રિયંકા

Image copyright Getty Images

ઉત્તર પ્રદેશમાં અયોધ્યાની મુલાકાતે પહોંચેલાં કૉંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ કહ્યું છે કે પાર્ટી જ્યાં પણ નક્કી કરે ત્યાંથી તેઓ ચૂંટણી લડવાં માટે તૈયાર છે.

તેમણે કહ્યું, "વારાણસનીના સાંસદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ વારાણસી પર ધ્યાન આપી રહ્યા નથી. મોદીજી સમગ્ર દુનિયામાં ફરે છે પણ પોતાના મતવિસ્તારના એક પણ ગામમાં જવાનો તેમની પાસે સમય નથી."

પોતાની અયોધ્યા મુલાકાત વિશે તેમણે કહ્યું, "આ મામલો હજુ સુપ્રીમ કોર્ટમાં છે એટલે હું રામલલાના દર્શન માટે નથી આવી."


કૉંગ્રેસે સ્વાર્થ માટે 'હિંદુ આતંકવાદ'નો નારો આપ્યો

Image copyright Getty Images

કેન્દ્રિય નાણા મંત્રી અરુણ જેટલીએ શુક્રવારે કૉંગ્રેસના નેતૃત્વ વાળી યૂપીએ સરકાર પર નિશાન તાકતા 2007ના સમજૌતા વિસ્ફોટના તમામ આરોપીઓને મળેલી ક્લીન ચીટ માટે જવાબદાર ગણાવી.

જેટલીએ કહ્યું કે કોર્ટમાં કેસ યૂપીએ શાસન દરમિયાન એકઠા થયેલા પુરાવાને આધારે ચાલ્યો.

તેમણે કહ્યું કે રાજકીય લાભ ખાટવા માટે કૉંગ્રેસ 'હિંદુ આતંકવાદ'ની વિચારધારા લઈને આવી અને ખોટા લોકોને પકડ્યા. જ્યારે ખરા દોષિતો ન પકડાયા.

એક પત્રકાર પરિષદને સંબોધતા જેટલીએ કહ્યું, "કૉંગ્રેસ રાજકીય લાભ ખાટવા માટે 'હિંદુ આતંક'ની ખોટી વિચારધારા લઈને આવી. તેમણે સમગ્ર હિંદુ સમાજને બદનામ કર્યો."

"તેમણે સમાજની માફી માગવી જોઈએ. ભારતના ઇતિહાસમાં પહેલી વખત કોઈ પુરાવા વિના કૉંગ્રેસે હિંદુ આતંકના નારા લગાવ્યા. ત્રણ-ચાર લોકોની ધરપકડ થઈ પણ અદાલતે તેમના મુક્ત કરી દીધા."


સરકાર બની તો નીતિ આયોગ ખતમ કરી દઈશું :રાહુલ ગાંધી

Image copyright AFP

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નીતિ આયોગની રચના અને ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો તેમને સત્તા મળી તો તેઓ નીતિ આયોગને જ ખતમ કરી દેશે.

ટ્વીટ કરીને રાહુલે કહ્યું કે નીતિ આયોગથી કોઈનું ભલું નથી થતું, તે માત્ર વડા પ્રધાન મોદી માટે માર્કેટિંગ પ્રેઝન્ટેશન અને ખોટી માહિતી ફેલાવવાનું કામ કરે છે.

ટ્વીટમાં રાહુલે લખ્યું, "અમે નીતિ આયોગના બદલે એવું પ્લાનિંગ કમિશન બનાવીશું જેમાં જાણિતા અર્થશાસ્ત્રીઓ અને નિષ્ણાતોના સ્ટાફની સંખ્યા 100થી પણ ઓછી હશે."

ઉલ્લેખનીય છે કે નીતિ આયોગ 2015માં અસ્તિત્વમાં આવ્યું. જે પહેલાં પ્લાનિંગ કમિશન અથવા યોજના પંચના નામે જાણીતું હતું.

નીતિ એટલે કે 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટશન ફૉર ટ્રાન્સફૉર્મિંગ ઇન્ડિયા'ને ભારત સરકારનું 'પ્રીમિયર પૉલિસી થિંક ટૅંક' માનવામાં આવે છે.

યોજના આયોગની રચના 1950માં થઈ હતી, જે પંચવર્ષીય યોજના ઘડવાનું કામ કરતું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો