લોકસભા ચૂંટણી 2019 : શું કૉંગ્રેસ નેતા ઊર્મિલા માતોંડકરના પતિ પાકિસ્તાની છે?

મોહસિન અખ્તર અને ઉર્મિલા Image copyright FACEBOOK/URMILA MATONDKAR
ફોટો લાઈન મોહસિન અખ્તર અને ઉર્મિલા

સોશિયલ મીડિયામાં એવી અફવા ફેલાવવામાં આવી રહી છે કે બોલીવૂડ અભિનેત્રી ઊર્મિલા માતોંડકરના પતિ પાકિસ્તાની મૂળના બિઝનેસમૅન છે.

શુક્રવારે કૉંગ્રેસમાંથી લોકસભાની ટિકિટ ફાઇનલ થયા બાદ ઊર્મિલા વિરુદ્ધ આ અફવાને જમણેરી પ્રભાવ ધરાવતા ફેસબુક અને વ્હોટ્સઍપ ગ્રૂપ્સમાં ખૂબ જ ઝડપથી ફેલાવવામાં આવી રહી છે.

આ ગ્રૂપ્સમાં ઊર્મિલા અને તેમના પતિની તસવીર સાથે એવો સંદેશ શૅર કરવામાં આવી રહ્યો છે કે 'ઓછા લોકો જાણે છે કે ઊર્મિલાએ એક પાકિસ્તાની સાથે લગ્ન કર્યું છે.'

મોટા ભાગનાં ગ્રૂપ્સમાં ઊર્મિલા માતોંડકર વિરુદ્ધ એક સમાન સંદેશ લખવામાં આવ્યો છે જેને જોઈને લાગે છે કે આ સંદેશ કૉપી કરવામાં આવેલો છે.

પરંતુ એ જાણકારી સાર્વજનિક રીતે ઉપલબ્ધ છે કે ઊર્મિલાના પતિ મોહસીન અખ્તર મીર કાશ્મીરના છે.

Image copyright SM VIRAL POST

ઊર્મિલાથી 9 વર્ષ નાના મોહસીન કાશ્મીરના બિઝનેસ પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોહસીનનો પરિવાર નકશીકામ કરે છે. પરંતુ મોહસીન 21 વર્ષની ઉંમરમાં મુંબઈ આવી ગયા હતા અને મૉડલિંગ ઇન્ડસ્ટ્રીમાં કરિયરની શરૂઆત કરી હતી.

વર્ષ 2007માં મોહસીને 'મિસ્ટર ઇંડિયા કૉન્ટેસ્ટ'માં ભાગ લીધો હતો. આ સિવાય વર્ષ 2009માં આવેલી બોલીવુડ ફિલ્મ 'લક બાય ચાન્સ' ફિલ્મમાં પણ તેમણે એક નાનકડી ભૂમિકા ભજવી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ 2014માં ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની ભત્રીજીનાં લગ્નમાં ઉર્મિલા અને મોહસિનની પ્રથમ મુલાકાત થઈ હતી.

3 માર્ચ, 2016ના રોજ ઊર્મિલા અને મોહસીને સાદગીથી લગ્ન કર્યા હતાં.

ત્યારબાદ મોહસીને એ વાતની પુષ્ટિ કરી હતી કે લગ્ન બાદ કર્યું હતું.એ ધર્મ અને નામ બદલ્યાં નથી.

ઊર્મિલા અંગે એવી અફવા પણ ફેલાઈ છે કે તેઓ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની ભત્રીજી છે. પરંતુ ઉર્મિલાએ આ વાતનું ખંડન કર્યું છે.

કૉંગ્રેસમાં પ્રવેશ

Image copyright INSTAGRAM/URMILAMATONDKAROFFICIAL

કૉંગ્રેસે સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે ઊર્મિલા ઉત્તર મુંબઈની લોકસભા બેઠકથી ચૂંટણી લડશે.

કૉંગ્રેસમાં જોડાયા બાદ અમુક લોકોએ ઊર્મિલાના કામ અને ચરિત્ર પર સવાલો કર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેરઠથી પોતાના ચૂંટણી કૅમ્પેનની શરૂઆત કરી હતી. અહીં તેમણે એવાં નિવેદનો આપ્યાં જેના આધારે લોકો 'કૉંગ્રેસ અને પાકિસ્તાન' વચ્ચે સંબંધ છે તેવું વિચારવા લાગ્યા.

ભાજપના પ્રવક્તાઓ પુલવામા હુમલા બાદ કૉંગ્રેસને 'દેશ વિરોધી' અને 'પાકિસ્તાનના હિમાયતી' તરીકે રજૂ કરાવાના પ્રયાસો કરી રહ્યા છે.

ભાજપના નેતાઓનું માનવું છે કે કૉંગ્રેસનું એક વિપક્ષ તરીકે સેનાની કાર્યવાહી પર અને મોદી સરકાર પાસેથી પુરવા માગવા દેશવિરોધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો