વિજળી વગર ઘરે આવ્યું હજારોનું બિલ
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

પોસ્ટર વુમન : પીએમ આવાસ યોજનાનાં પ્રથમ લાભાર્થીને મળ્યું હજારોનું વીજબિલ

એ મહિલાઓ જે શરૂઆતમાં મોદી સરકારની યોજનાઓની લાભાર્થી બન્યાં, તેમની તસવીરો સરકારી યોજનાઓનાં પોસ્ટર પર આવી. તેમની કહાણીઓ તેમનાં જ શબ્દોમાં. બીબીસીના ખાસ રિપોર્ટ 'પોસ્ટર વુમન'માં.

આ કહાણી છે આગરાનાં મીના દેવીની. મીના દેવી પ્રધાનમંત્રી આવાસ યોજનાનાં પહેલા લાભાર્થી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના મોદી સરકારની તે યોજનાઓમાંથી છે જેમાં સરકારે ગરીબ પરિવારોની મહિલાઓને મકાન બનાવવા માટે પૈસા આપ્યા હતા. એવા ગરીબ જેમની પાસે પોતાની જમીન તો છે પરંતુ મકાન બનાવવા માટે પૈસા નથી. બીબીસીએ આગરા પાસે પોઇયા ગામમાં મીના દેવી સાથે મુલાકાત કરી જેમને આ યોજના હેઠળ મકાન મળ્યું હતું.

મીના દેવીને ચાર બાળકો છે. એમની પાસે 10 બકરી છે અને એક ભેંસ છે. આ બધાં એક 25 વર્ગ મિટરના એક રૂમમાં રહે છે. સગવડોમાં એક રસોડું છે જેમાં ગૅસ ચૂલો છે. એક બાથરૂમ અને એક પરસાળ છે.

ઘરની બાહર એક શૌચાલય પણ છે. પણ જ્યારે બીબીસીની ટીમ તેમના ઘરે પહોંચી તો જોયું કે બાથરૂમમાં બકરીઓ બાંધેલી હતી. ગૅસની જગ્યાએ માટીના ચૂલા પર રસોઈ થઈ રહી હતી. ઘરના કેટલાક સભ્યો શૌચ માટે હજી ખેતરમાં જાય છે.

નવા ઘરમાં મીના દેવીને પાણી-વીજળીની સમસ્યા છે. પીવાના પાણીના પૈસા અલગથી ખર્ચવા પડે છે.

તેમના ઘરમાં વીજળીનું મિટર તો લાગી તો ગયું છે પરંતુ હજુ વીજળી ચાલુ થઈ નથી. આમ છતાં તેમને માર્ચ મહિનામાં 35 હજાર રૂપિયાનું વીજબિલ મળ્યું છે.

તેઓ સરકારી સ્કૂલમાં સાફ-સફાઈનું કામ કરે છે અને બટાકાના ખેતરમાં મજૂરી કરે છે. જોકે, 35 હજારનું વીજબિલ મીના દેવીની સૌથી મોટી સમસ્યા છે.

બીબીસીએ જોયું કે સરકાર દાવા અને સત્ય વચ્ચે અંતર છે. અંતર એ કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લોકોને મકાન તો મળ્યું છે પરંતુ વીજળી, પાણી, શૌચાલય અને રાંધણગૅસ જેવી મૂળભૂત જરૂરિયાતોની ઉપલબ્ધતા અને તેના ઉપયોગ વચ્ચે ઘણી સમસ્યાઓ છે.

રિપોર્ટર- સરોજ સિંહ

કેમરા- પીયૂષ નાગપાલ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા