તામિલનાડુમાં મંત્રીના ઘરમાંથી 10.5 લાખ મળ્યા, લોકસભાની ચૂંટણી રદ

જપ્ત થયેવા પૈસા

ચૂંટણીપંચે તામિલનાડુના વેલ્લોર મતવિસ્તારની ચૂંટણી રદ કરી છે, જ્યાં મતદારોને ખુશ કરવા માટે રોકડા પૈસા વહેંચવાની ઘટના સામે આવી છે.

આ મતવિસ્તારમાંથી મોટા પ્રમાણમાં નાણાં મળી આવતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ચૂંટણીપંચના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, "ચૂંટણીપંચ દ્વારા 14 એપ્રિલના રોજ કરવામાં આવેલી ભલામણના જવાબમાં રાષ્ટ્રપતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 8-વેલ્લોર બેઠક પરની લોકસભા ચૂંટણી રદ કરવામાં આવી છે."

આ નિર્ણય બાદ વેલ્લોર પ્રથમ બેઠક બની છે, જ્યાં પૈસાની વહેંચણીના કારણે ચૂંટણી રદ કરવામાં આવી હોય.

ડીએમકેના ખજાનચી અને મંત્રી દુરાઈમુરુગનના ઘરે 30 માર્ચના રોજ ઇન્કમટૅક્સ વિભાગ દ્વારા છાપો મારવામાં આવ્યો હતો. તેમના કેટલાક સંબંધીઓનાં ઘરે પણ છાપો મરાયો હતો. ત્યારથી એવી ખબરો વહેતી થઈ હતી કે દુરાઇમુરુગનના ઘરમાંથી આઈટી વિભાગ દ્વારા 10.5 લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

Image copyright TWITTER
ફોટો લાઈન તામિલનાડુના કથિર આનંદ સહિતના નેતાઓ

દુરાઇમુરુગનના પુત્ર કથિર આનંદ આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હોવાથી આ ઘટના ચર્ચાનો મુદ્દો બની હતી. તેના બે દિવસ બાદ એવા પણ સમાચાર આવ્યા હતા કે કથિર આનંદના એક સંબંધીને ત્યાંથી આઈટી વિભાગે 11 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા.

ઇન્કમટૅક્સના દરોડાના દિવસે દુરાઇમુરુગને પ્રેસ સાથે વાત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, 'અમે કશું જ છુપાવતા નથી. જે લોકો ચૂંટણીમાં અમારો સામનો કરી શકતા નથી તેઓ આ પ્રશ્નો ઊભા કરે છે.'

તામિલનાડુ પોલીસે 10 એપ્રિલના રોજ કથિર આનંદ, શ્રીનિવાસન અને ધામોધરન વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. આ દરમિયાન ચૂંટણીપંચે રાષ્ટ્રપતિને વેલ્લોરના મતવિસ્તારની ચૂંટણી રદ કરવા ભલામણ કરી હતી. હવે વેલ્લોરની આ બેઠકની ચૂંટણી રદ કરી દેવાઈ છે.

Image copyright Goi

2016ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ ચૂંટણીપંચે અર્વાકુરિચિ અને તાંજોરની ચૂંટણી આ જ કારણથી રદ કરી હતી. મુખ્ય મંત્રી જે. જયલલિતાના અવસાન બાદ વર્ષ 2017માં રાધાક્રિશ્નન નગરમાં પેટાચૂંટણી યોજાવાની હતી, જે નાણાંની વહેંચણીના કારણથી રદ કરવામાં આવી હતી.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો