ગુજરાતમાં 26 બેઠકો પરનું મતદાન જુઓ તસવીરોમાં

બહેનો
ઇમેજ કૅપ્શન,

અમરેલીમાં મતદારો મત આપ્યા બાદ

ભારતમાં 16મી લોકસભા ચૂંટણી માટે મંગળવારે ગુજરાતની 26 બેઠકો પર મતદાન યોજાયું.

ગુજરાતની 26 બેઠકો ઉપરાંત, કેરળની 20, ગોવાની બે, દમણ અને દીવની એક, દાદરા અને નગર હવેલીની એક બેઠક પર પણ મતદાન યોજાયું.

આ સિવાય મહારાષ્ટ્ર (14), કર્ણાટક (14), ઉત્તર પ્રદેશ (10) છત્તીસગઢ (સાત) બિહાર (પાંચ), પશ્ચિમ બંગાળ (પાંચ), આસામ(ચાર), ઓડિશા (છ), ત્રિપુરા (એક) તથા જમ્મુ અને કાશ્મીરની એક બેઠક ઉપર તબક્કાવાર મતદાન યોજાયું.

ગુજરાતની ગાંધીનગર બેઠકના ઉમેદવાર ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેરળની વાયનાડ બેઠકના ઉમેદવાર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું રાજકીય ભાવિ ઈવીએમમાં સીલ થયું.

તમે આ વાંચ્યું કે નહીં?

ઇમેજ કૅપ્શન,

અમદાવાદમાં પહેલી વખત મતદાન કરવા આવેલી યુવતીઓ

ગુજરાતની 26 બેઠકો પર 371 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.

ગુજરાતમાં કુલ 4 કરોડ 51 લાખથી વઘુ મતદારો નોંધાયેલા છે.

ગુજરાતમાં 2 કરોડ 16 લાખ મહિલા મતદારો છે અને 2 કરોડ 34 હજાર પુરુષ મતદારો છે.

ઇમેજ સ્રોત, Darshan Thakkar

ઇમેજ કૅપ્શન,

જામનગરમાં બાળકને સાથે લાવ્યાં મતદારો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યું.

આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ગુજરાતથી ચૂંટણી નથી લડી રહ્યા.

ઇમેજ કૅપ્શન,

સાણંદમાં ચેખલા ગામે 95 વર્ષીય ઝમકુબહેન ભરવાડને ખાટલા પર લાવવામાં આવ્યાં

2014 ચૂંટણીમાં મોદી વડોદરા અને ઉત્તર પ્રદેશના વારણસીથી ચૂંટણીથી લડી રહ્યા હતા. આ વખતે તેઓ માત્ર વારાણસીથી ઉમેદવાર છે.

અને લાલકૃષ્ણ અડવાણીની જગ્યાએ આ વખતે ગાંધીનગરથી ભાજપે તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ઉમેદવાર બનાવ્યા છે.

ઇમેજ સ્રોત, Allah Rakha Pathan

ઇમેજ કૅપ્શન,

છોટા ઉદેપુરમાં મતદારો

2014માં લોકસભા ચૂંટણીમાં ભાજપે ગુજરાતની 26માંથી 26 બેઠક પર વિજય મેળવ્યો હતો.

2019માં ભાજપ અધ્યક્ષ અમિત શાહે ફરીથી 26માંથી 26 બેઠકો ફરી જીતવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

ઇમેજ કૅપ્શન,

અમરેલીમાં મતદાર

ગુજરાતમાં 2019ની લોકસભા ચૂંટણીમાં મતદાન માટે 51 હજાર 709 મતદાનકેન્દ્ર ઊભાં કરવામાં આવ્યાં છે.

ઇમેજ સ્રોત, Daxesh Shah

ઇમેજ કૅપ્શન,

ગોધરામાં 102 વર્ષીય રેશમ બારિયા મતદાન કરવા પહોંચ્યાં

2019માં આશરે 90 કરોડ મતદારોને મતાધિકાર મળ્યો છે, 2014ની સરખામણીએ લગભગ આઠ કરોડ 50 લાખ નવા મતદાતાઓ ઉમેરાયા છે.

ઇમેજ કૅપ્શન,

અમરેલીમાં મતદાર

દમણ અને દીવની એક, દાદરા અને નગર હવેલીની એક બેઠક પર મતદાન યોજાયું.

ઇમેજ સ્રોત, Abdul Pathan

ઇમેજ કૅપ્શન,

દીવમાં વ્હિલચૅર પર મતદાન કરવા પહોંચ્યા મતદાર

પ્રારંભિક તબક્કાથી ગ્રામ્ય વિસ્તારની બેઠકો પર મતદાનની ટકાવારી તુલનામાં સારી નોંધાઈ હતી.

શહેરોમાં અને વિશેષ કરીને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠક પર મતદાનની ટકાવારી ઓછી નોંધાઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો