જ્યારે મતદાનમથક પર વીવીપેટમાંથી સાપ નીકળ્યો

સાપ

ઇમેજ સ્રોત, Alamy

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

લોકસભાના ત્રીજા તબક્કાના મતદાન દરમિયાન કેરળના કન્નુરમાં એક મતદાનમથક પર વીવીપેટ મશીનમાંથી સાપ નીકળ્યો હતો.

મીડિયામાં આવેલા અહેવાલો પ્રમાણે માયિલ કંડક્કાઈમાં એક બૂથ પર વીવીપેટ મશીનમાંથી નાનો સાપ નીકળતા અફરાતફરી મચી ગઈ હતી.

મશીનમાંથી સાપ નીકળતા અહીં મતદાન પણ થોડી વાર માટે રોકવામાં આવ્યું હતું.

જોકે થોડા સમય બાદ સાપને દૂર કરવામાં આવ્યો અને ફરી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું.

વીવીપેટ

ઇમેજ સ્રોત, Getty Images

સવારથી મતદાનકેન્દ્ર પર મતદારોની લાઇનો લાગી હતી.

કન્નુરથી લેફ્ટ ડેમૉક્રેટિક ગઠબંધનના વર્તમાન સાંસદ પી.કે. શ્રીમથી, યુડીએફથી કે. સુરેન્દ્રન અને એનડીએ તરફથી સી. કે. પદ્મનાભન ચૂંટણીમેદાનમાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો