નોટબંધી નહીં મોદીના નામ પર ચૂંટણી : મેનકા ગાંધી

મેનકા ગાંધી

કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીનાં સાંસદ મેનકા ગાંધીએ આ ચૂંટણીમાં માન્યું છે કે ભાજપ આ ચૂંટણી નરેન્દ્ર મોદીના નામ પર લડી રહ્યું છે ન કે નોટબંધી જેવા મુદ્દા પર.

સુલ્તાનપુરથી ભાજપનાં લોકસભાનાં ઉમેદવાર સાંસદ મેનકા ગાંધીએ બીબીસી સાથે કરેલી એક વિશેષ વાતચીત દરમિયાન આ વાત કહી હતી.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભાજપને લાગી રહ્યું છે કે તેમને નરેન્દ્ર મોદીના નામથી ફાયદો પહોંચી શકે છે અથવા પાર્ટી નોટબંધી જેવા મુદ્દાઓને લઈને મતદારો પાસે ફરીથી જવા લાયક નથી? "

મેનકાએ કહ્યું કે, "ચોક્કસ રીતે આ વાતથી ફાયદો છે કે શ્રી મોદી વડા પ્રધાન તરીકે બીજીવાર પીએમ પદના ઉમેદવાર છે કારણ કે કામ પણ કર્યું છે. એ પછી ગૅસ સિલિન્ડરની વાત હોય કે પછી પાકાં મકાન બનાવવાની, ચૂંટણીમાં આ બાબતોથી લીડ મળતી રહે છે."

તેમણે એ વાતથી પણ સહમતિ દર્શાવી કે હાલની લોકસભાની ચૂંટણી વિકાસ, અર્થવ્યવસ્થા અથવા નોકરીઓના મુદ્દા કરતાં વધારે પર્સનાલિટી ડ્રિવન છે.

તેમણે કહ્યું, "એ દરેક ઉમેદવારે પસંદ કરવું પડશે કે તે મુદ્દો કયો બનાવશે. કેટલાક લોકોએ વિકાસને પસંદ કર્યો છે તો કેટલાકે પર્સનાલિટીને પસંદ કરી."

સાત વખતથી સાંસદ રહી ચૂકેલાં મેનકા ગાંધી આ વખતે પોતાની પીલીભીતની બેઠક છોડીને સુલ્તાનપુરથી ચૂંટણી લડી રહ્યા છે.

જ્યાં 2014માં તેમના દીકરા વરુણ ગાંધીએ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી જીતી હતી.

જ્યારે મેનકા ગાંધીને પૂછવામાં આવ્યું કે શું ભાજપને લાગે છે કે આ વખતે વરુણની જગ્યાએ તેઓ સારાં ઉમેદવાર હોઈ શકે છે તો મેનકાએ જવાબ આપ્યો, "કદાચ પાર્ટીએ આ જ વિચાર્યું હતું માટે અદલા-બદલી કરી દીધી."

તમે આ વાંચ્યું કે નહીં?

'લઘુમતી સમાજના લોકો કરે છે મદદ'

મેનકા ગાંધી કૉંગ્રેસના પૂર્વ સાંસદ સંજય સિંહ અને સપા-બસપા મહાગઠબંધનના ચંદ્ર ભદ્ર સિંહ ઉર્ફે 'સોનુ' અને પ્રગતીશીલ સમાજવાદી પાર્ટીનાં કમલા યાદવ સામે ચૂંટણી લડી રહ્યાં છે.

પ્રચાર દરમિયાન મેનકા ગાંધીનાં કેટલાંક વિવાદિત નિવેદનો પણ સાંભળવા મળ્યાં હતાં અને એકમાં તો તેમને જિલ્લા ચૂંટણી અધિકારીએ નોટિસ પાઠવી હતી.

વાઇરલ થયેલા એક વીડિયોમાં પોતાની જીતનો દાવો કરતાં તેમણે કહ્યું કે જીત્યા પછી મુસલમાન તેમની પાસે કામ કરાવવા આવશે તો તેમને આ વિશે વિચારવું પડશે.

તેમણે કહ્યું હતું, "હું જીતી રહી છું. લોકોની મદદ અને પ્યારથી હું જીતી રહી છું. પરંતુ જો મારી જીત મુસ્લિમ વગર થશે, તો મને બહું સારું નહીં લાગે. કારણ કે એટલું કહી શકું છું કે મને દુ:ખ થાય છે. પછી જ્યારે મુસ્લિમ કામ માટે આવે છે તો હું વિચારું છું કે રહેવા દો શું ફરક પડે છે."

બીબીસી સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું કે, "મારા નિવેદનને તોડીમરોડીને રજૂ કરાયું છે અને જે મેં હકીકતમાં કહ્યું તેમાં કોઈ પણ વિવાદ જેવું નથી".

તેમણે કહ્યું, "હું નારાજ થઈ જઈશ જો અલ્પસંખ્યક મને વોટ નહીં આપે તો કારણ કે હું હંમેશાં તેમને એટલો પ્રેમ કરું છે જેટલો બીજાને."

"જો તમે પીલીભીતના લોકોને પૂછશો તો તે તમામ એટલા આગળ છે જેટલા બીજા અને આ સમયે પીલીભીતથી હજાર લોકો અહીં ચૂંટણીમાં મદદ કરવા આવ્યા છે તેમાં અડધાથી વધારે લઘુમતી સમાજના છે."

મેનકા ગાંધીએ સફાઈ આપતાં કહ્યું, "મામલાને ખોટી હવા આપવામાં આવી છે. એક તો તે પબ્લિક મીટિંગ પણ ન હતી અને અમારા બૂથ પ્રમુખોની બેઠક હતી."

"જે ભાજપનાં બૂથ સંભાળે છે, મેં તેમને કહ્યું કે પીલીભીતમાં અમે દરેક ચૂંટણી પછી બૂથ પ્રમુખોની આવડતને જોઈએ છીએ અને જીતનું માર્જિન વગેરેથી તેમના કાર્યને આંકીએ છીએ. દરેક પાર્ટીમાં આ વસ્તુઓ હોય છે જે આંતરિક હોય છે."

તેમને જ્યારે પૂછયું કે શું તેમનું વલણ ભાજપની નીતિઓથી અલગ નથી?

મેનકાએ જવાબમાં કહ્યું, "આ પાર્ટી લાઇનનો સવાલ નથી હું જે કહું છું તે દિલથી કહું છું અને દિલથી બોલું છું. હું દિલથી ઇચ્છું છું કે કોઈ મત આપે અને તે પણ કામના બળ પર."


વરુણના નિવેદન પર બબાલ

છેલ્લા કેટલાક દિવસોથી અહીંના હાલના સાંસદ અને આ વખતથી પીલીભીતથી ચૂંટણી લડી રહેલાં વરુણ ગાંધી પણ અહીં પહોંચ્યા છે અને મેનકા ગાંધીના ચૂંટણીપ્રચારમાં જોડાયા છે. વરુણ ગાંધીએ સુલ્તાનપુર આવીને કંઈક એવું નિવેદન આપ્યું કે જેના કારણે મોટો વિવાદ ઊભો થયો હતો.

જેમ કે તેમણે અખિલેશ યાદવના પરિવાર પર નિશાન તાક્યું અને સાથે સુલ્તાનપુરના મહાગઠબંધનના ઉમેદવાર પર પણ.

મેનકા ગાંધીએ દીકરા વરુણ ગાંધીના નિવેદન પર કહ્યું, "હું એ વિશે કોઈ વાત કરવા માગતી નથી."

મેનકા ગાંધીએ એ વાત પણ માનવાની ના પાડી કે ચૂંટણી દરમિયાન નેતાઓ પર વ્યક્તિગત હુમલાઓ વધી ગયેલા જોઈને જ્યારે 'ચોકીદાર ચોર છે' અથવા સ્વર્ગસ્થ 'વડા પ્રધાન ભ્રષ્ટાચારી નંબર વન' જેવા જુમલાઓ સાંભળવા મળી રહ્યા છે.

તેમણે કહ્યું, "ગત ચૂંટણીઓમાં જોઈએ અને તેના પહેલાંની તમામ ચૂંટણીઓમાં, દરેક વખતે આપ આ પ્રશ્નો પુછો છો કે શું પૉલિટિક્સનું સ્ટાન્ડર્ડ રહ્યું નથી. પ્રાચીન ગ્રીક સભ્યતામાં પણ લોકો આવી વાત કરી રહ્યા છે ન કે નવા લોકોની ભાષા ખૂબ જ નીચીકક્ષાની છે, એવામાં આપણે પણ વાત કરી રહ્યા છીએ કે આજકાલની ચૂંટણી નીચીકક્ષાની છે. આ ખોટું છે."


ખેડૂતો નારાજ

હાલની ચૂંટણીમાં ખેડૂતોની દેવા માફી અને તેમની નારાજગી એક મોટો મુદ્દો બની રહ્યો છે અને જાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે જીતની સ્થિતિમાં તે ખેડૂતોને પૈસા-રૂપિયાથી વધારે મદદ કરશે. મેનકા ગાંધીએ એ વાતને માની કે ભારતમાં ખેડૂતો ગત લાંબા સમયથી નારાજ ચાલી રહ્યા છે.

મેનકાએ કહ્યું, "કેટલાક વખતથી અમે ખેતીને પૈસાની નજરથી જોવાનું ચાલું કર્યું છે. અમે વધારે પૈસા આપીશું."

"અમે ઓછા પૈસા આપીશું, અમે પ્રયાસો પણ કર્યા નથી કે અમે ખેતીની રીતને પણ બદલીએ. આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જેવા સુસ્ત અને નાલાયક સંગઠનને કારણે, તેમના જ દ્વારા આ થઈ રહ્યું છે."

"અમે પ્રયત્ન પણ કર્યા નથી કે મૉડર્ન ફાર્મિંગને અમે લોકો સુધી લઈ જઈએ. આનાથી મારો અભિપ્રાય માત્ર મશીન આધારિત હોવું તેવો નથી."

"મારો મતલબ છે એવી વસ્તુઓ જેમાં ઓછું પાણી લાગે, તેનો ખર્ચ ઓછો હોય, અમે લોકો હૉર્ટિકલ્ચરનું પણ ધ્યાન રાખતા નથી. ભારતનું કૃષિમૉડલ 1930નું જ છે."

છેવટે મેનકા ગાંધીએ એ વાતનો રદિયો આપ્યો કે આ ચૂંટણીમાં ધ્રુવીકરણની રાજનીતિ જોવા મળી રહી છે.

તેમણે કહ્યું કે, "મને લાગતું નથી કે આ સમયે ધ્રુવીકરણની રાજનીતિના કોઈ પ્રયત્ન કરી રહ્યું હોય, મને લાગે છે કે કોઈ પણ પાર્ટી આ નથી કરી રહી."

આ પૂછયા પછી કે સંદેશ તો ધ્રુવીકરણનો જ જાય છે જ્યારે માલેગાંવ બૉમ્બ બ્લાસ્ટનાં આરોપી પ્રજ્ઞા ઠાકુરને ભોપાલમાં લોકસભાનાં ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે.

મેનકા ગાંઘીનો જવાબ હતો કે, "હું આના પર કહેવા માગતી નથી."

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો