'મોદીની રેલી માટે ચૂંટણીપંચે પશ્ચિમ બંગાળમાં પ્રતિબંધ મોડો કર્યો?'

મમતા બેનરજી Image copyright Getty Images
ફોટો લાઈન તૃણમૂલ કૉંગ્રેસનાં નેતા અને મુખ્ય મંત્રી મમતા બેનરજી સૌથી વધારે રેલીઓ અને રોડ શો કરી રહ્યાં છે

પશ્વિમ બંગાળમાં ચૂંટણીપંચે ગુરુવાર આજે 10 વાગ્યા પછી ચૂંટણીપ્રચાર પર પ્રતિબંધ મૂક્યો છે જેની સામે અનેક પક્ષોએ ચૂંટણીપંચની ટીકા કરી છે અને નરેન્દ્ર મોદીની તરફેણ કરવાનો આરોપ મૂક્યો છે.

અમિત શાહની રેલીમાં થયેલી હિંસા બાદ ગઈ કાલે ચૂંટણીપંચે આ પ્રતિબંધ મૂક્યો હતો અને એ મુજબ આજે રાત્રે 10 વાગે પશ્ચિમ બંગાળમાં પ્રચાર બંધ થઈ જશે.

વિપક્ષના નેતાઓએ ચૂંટણીપંચની કાર્યવાહી પર અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. મોટા ભાગના નેતાઓએ પ્રતિબંધના સમય પર વાંધો ઉઠાવ્યો છે.


શું મોદીની બે રેલી છે માટે આજે પ્રતિબંધ લાગુ ન કર્યો? : માયાવતી

Image copyright ANI

બહુજન સમાજવાદી પાર્ટીના પ્રમુખ માયાવતીએ આજે સવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, "ચૂંટણીપંચે પશ્વિમ બંગાળમાં પ્રચાર પર ગુરુવાર રાત્રે 10 વાગ્યાથી પ્રતિબંધ લગાવ્યો છે. કારણ કે વડાપ્રધાનની આ સમયે બે રેલીઓ છે. જો તેમજ પ્રતિબંધ લગાવવો જ હતો તો તે આજે સવારે કેમ ન લગાવ્યો ? આ પક્ષપાત છે અને ચૂંટણીપંચ દબાણમાં કામ કરી રહ્યું છે."

તેમણે વધુમાં કહ્યું હતું કે, "આ સ્પષ્ટ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ અને તેમના પાર્ટીના બીજા નેતા મમતા બેનરજીને નિશાન બનાવી રહ્યા છે. આયોજનબદ્ધ રીતે નિશાન બનાવાઈ રહ્યા છે. આ ખૂબ જ ખતરનાક અને અન્યાયપૂર્ણ ટ્રેન્ડ છે જે દેશના વડા પ્રધાનને શોભતું નથી."


મોદીની રેલી માટે પ્રતિબંધ ત્વરિત લાગુ ન કરાયો ? - અહેમદ પટેલ

Image copyright Getty Images

કૉંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલે ઇલેકશન કમિશન સામે પ્રશ્ન ઉઠાવતાં બુધવારે રાત્રે ટ્વિટ કરીને પુછ્યું હતું કે, "બંગાળમાં સ્થિતિ ખરાબ હોવાથી જો ચૂંટણી પ્રચારને રોકવો પડે છે તો ચૂંટણીપંચ આવતી કાલની કેમ રાહ જુએ છે? શું ત્યાં વડા પ્રધાન રેલી આવતીકાલે(ગુરુવારે) કરી રહ્યા છે માટે?"

વધુમાં કહ્યું હતું કે, "શું આ અભૂતપૂર્વ નથી કે ચૂંટણીપંચનું કહેવું છે કે તે પશ્ચિમ બંગાળમાં અભૂતપૂર્વ પરિસ્થિતિ છે પરંતુ પીએમ તેમની જાહેરસભાઓ પૂર્ણ કરે તેની રાહ જોઈ રહી છે?"

કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ દાવો કરતાં કહ્યું હતું કે, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની સામે ચૂંટણી પંચમાં 11 ફરિયાદ કરાઈ છે પરંતુ કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરાઈ નથી, ભાજપ દ્વારા હિંસા કરવામાં આવી છે અને અમિત શાહે ધમકી અપાઇ છે પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં નથી આવી. હવે મોદીને 16 મેના રોજ બે રેલીની પરવાનગી આપવામાં આવી છે અને બીજા તમામ લોકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે."


પ્રચાર રોકવાનો નિર્ણય ચૂંટણીપંચનો નથી, મોદી અને અમિત શાહનો છે : મમતા

Image copyright PTI

મમતા બેનરજીએ બુધવારે કહ્યું હતું કે, "પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જે ઉપહાર આપવામાં આવ્યો છે. તે 'અભૂતપૂર્વ, અસંવૈધાનિક અને અનૈતિક છે.' મેં ક્યારેય આ પ્રકારનું ચૂંટણીપંચ ક્યારેય જોયું નથી. જે આરએસએસના લોકોથી ભરેલું છે. પશ્વિમ બંગાળમાં કાયદો વ્યવસ્થામાં કોઇ પણ પ્રકરાની સમસ્યા નથી કે તેમાં 324ની કલમને લાગુ કરી શકાય. આ અભૂતપૂર્વ, અસંવૈધાનિક અને અનૈતિક છે. આ ખરેખર મોદી અને અમિત શાહને ભેટ છે."

ચૂંટણીપંચે 19મેએ ચૂંટણીના છેલ્લાં તબક્કાનો પ્રચાર સમય પૂરો થાય તે અગાઉ પશ્વિમ બગાળમાં બંધારણની 324ની કલમ લાગુ કરી છે.

ચૂંટણીપ્રચાર શુક્રવાર સાંજ સુધી કરી શકાતો હતો પરંતુ હવે ચૂંટણી પ્રચાર આજે રાત્રે 10 વાગ્યાથી બંધ કરવામાં આવશે.

ચૂંટણીપંચે પશ્વિમ બંગાળના મુખ્ય સચિવ(ગૃહ) અત્રિ ભટ્ટાચાર્ય અને સીઆઇડીના અઘિક મહાનિદેશનક રાજીવ કુમારને તેમના પદ પરથી હટાવવાનો આદેશ આપ્યો હતો.

આધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું હતું કે, "આ ખૂબ જ હેરાન કરનારું છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપ અને અમિત શાહ દ્વારા કરાયેલી ફરિયાદ પર ચૂંટણી કમિશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરે છે છે જ્યારે તૃણમૂલની ફરિયાદની સરળતાથી અવગણવામાં આવે છે."

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો