વિવેક ઓબેરૉયે ઐશ્વર્યા સાથેનું મીમ શેર કરતાં નોટિસ, ન માગી માફી

Image copyright Getty Images

લોકસભા ચૂંટણીના ઍક્ઝિટ પોલની જ્યારે ચારેતરફ ચર્ચા ચાલી રહી છે. એ સમયે આ પોલ પર એક મીમ શેર કરીને બોલીવૂડના અભિનેતા વિવેક ઓબેરૉય વિવાદમાં ફસાયા છે.

વિવેક ઓબેરૉયે એક મીમ પોતાના ટ્વિટર હૅન્ડલ પર શૅર કર્યું છે, જેના પર લોકો તીખી પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.

વિવેક ઓબેરૉયે ટ્વિટ કરીને આ મીમ શેર કરતાં લખ્યું કે હાહા! ક્રિએટિવ! અહીં કોઈ રાજકારણ નહીં... માત્ર લાઇફ

આ મીમમાં સલમાન ખાન ઐશ્વર્યા રાય, ખુદ વિવેક, અભિષેક બચ્ચન અને અભિ-એશની પુત્રી છે.

વિવેક ઓબેરોયના આ મીમમાં હાલની લોકસભાની ચૂંટણીને લઈને ઓપિનિયન પોલ, એક્ઝિટ પોલ અને અંતિમ પરિણામનો સંદર્ભ છે.

હવે આ મામલે સોશિયલ મીડિયામાં વિવેક ઓબેરૉય ટ્રૉલ થઈ રહ્યા છે.


મહિલા આયોગે મોકલી નોટિસ

Image copyright Twitter/@vivekoberoi

વિવેક ઓબેરૉયે આ પ્રકારની તસવીર શેર કરતાં હવે મહિલા આયોગે વિવિકે ઓબેરૉયને નોટિસ મોકલી છે.

મહિલા આયોગે નોટિસ મોકલીને વિવેક પાસેથી ઍક્ઝિટ પોલ પરના તેમના ટ્વીટ પર સ્પષ્ટીકરણ અને માફીની માગ કરવામાં આવી છે.

સોશિયલ મીડિયા પર લોકો વિવેકને અન્ય લોકોની વ્યક્તિગત જિંદગીની જાહેરમાં મજાક ઉડાવવા મામલે ટ્રૉલ કરી રહ્યા છે.

મહારાષ્ટ્રની એનસીપીએ પણ વિવેક ઓબેરૉયના આ ટ્વીટ મામલે આકરી ટિપ્પણી કરી છે.


વિવેક ઓબેરોય કહ્યું માફી માટે કારણ આપો

Image copyright ANI

આ મામલે વિવેક ઓબેરોયે કહ્યું કે લોકો માફી માગવાનું કહે છે અને મને માફી માગવા સામે વાંધો નથી પરંતુ મારો વાંક શું છે? જો મેં કંઈ ખોટું કર્યું હોય તો હું માફી માગું. મને નથી લાગતું કે મેં કંઈ ખોટું કર્યું હોય. કોઈએ મીમ ટ્ટીટ કર્યું અને હું એના પર હસ્યો એમાં ખોટું શું છે?

વિવક ઓબેરોયે એમ પણ કહ્યું મને નથી લાગતું કે મેં કંઈ ખોટું કર્યું છે. હું મહિલાપંચને મળીશ અને મારો પક્ષ રજૂ કરીશ.

એમણે જેમનું મીમ છે એમને વાંધો નથી તો લોકોને કેમ આમાં રસ પડે છે એવો સવાલ પણ કર્યો.

લોકો શું કહી રહ્યાં છે?

પવન તિવારી નામના એક યૂઝર્સે લખ્યું, "કોઈના ખાનગી મામલામાં આ રીતે ટ્વીટ કરવું યોગ્ય નથી. ખાસ કરીને ત્યારે, જેમાં ખુદ તમે પણ હોવ."

કમલેશ સુતાર નામના યૂઝર્સે લખ્યું છે કેટલાક લોકો જિંદગીમાં મોટા થતા નથી. આ વ્યક્તિને ખબર જ નથી કે મહિલાને કેવી રીતે માન અપાય. એવું પણ ના વિચારશો કે તે ક્યારેય પણ શીખશે.

અદિતી રાવલે લખ્યું કે જો વિવેક ઓબેરૉય સોરી સાથે આ ટ્વીટ દૂર નહીં કરે તો હું તેમને અનફોલો કરી દઈશ. તેમની આવનારી ફિલ્મોનો રિવ્યુ પણ નહીં કરું.

આયેશાએ લખ્યું કે આ તમે જે ટ્વીટ કર્યું તે ખરેખર વાહિયાત છે. કોઈ બાળકને આવા મામલામાં લાવતા પહેલાં તમારે 1000 વખત વિચારવું જોઈએ.

ક્લાઉડી જેટ લી નામના એક યૂઝર્સે લખ્યું કે વિવેક ઓબેરૉયને ઐશ્વર્યા રાયનું અપમાન કરવા બદલ ટ્રોલ ના કરો. તે માત્ર મોદીના બાયૉપિકનું પ્રમોશન કરવા માટે મોદીના રોલમાં આવી રહ્યા છે.

આ યૂઝર્સે લખ્યું કે મહિલા સામે ઊતરતી કૉમેન્ટ કરવા બદલ વિવેક ઓબેરૉય પર આરોપ ના મૂકો. એ તેનો વાંક નથી. તાજેતરમાં જ ફિલ્મમાં ભજવેલા એક પાત્રમાંથી તે બહાર આવવાની કોશિશ કરી રહ્યા છે.

અજય વર્મા નામના યૂઝર્સે લખ્યું કે જબરદસ્તી સલમાન ખાનથી માર ખાવાની કોશિશ કરી રહ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો