GSEB દ્વારા લેવાયેલી SSC પરીક્ષાનાં પરિણામો જાહેર, છોકરીઓ છવાઈ

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

મંગળવારે ગુજરાત સ્ટેટ ઍજ્યુકેશન બોર્ડ દ્વારા માર્ચ-2019માં લેવાયેલી SSCની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. રાજ્યનું સરેરાશ પરિણામ 66.97% આવ્યું છે.

પરીક્ષામાં બેસનારા 62.83% છોકરાઓ પાસ થયા હતા, જ્યારે છોકરીઓનું પરિણામ 72.64% રહ્યું છે.

79.63% પરિણામ સાથે સુરત જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમક્રમે રહ્યો છે. ગત વખતે પણ સુરત જિલ્લો 80.06 ટકા પરિણામ સાથે સમગ્રરાજ્યમાં પ્રથમક્રમે રહ્યો હતો.

સૌથી ઓછું પરિણામ છોટાઉદેપુર જિલ્લાનું આવ્યું છે. કુલ પરીક્ષાર્થીઓમાંથી 46.38% ઉત્તીર્ણ થયા છે.

ગીર સોમનાથ જિલ્લાનું સુપાસી કેન્દ્ર 95.56% પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમક્રમે રહ્યું છે. ગીર સોમનાથનું જ તડ કેન્દ્ર 17.63% પરિણામ સાથે સૌથી નીચે રહ્યું હતું.

ગુજરાતી માધ્યમનાં પરીક્ષાર્થીઓનું પરિણામ 64.58%, અંગ્રેજી માધ્યમનું પરિણામ 88.11% અને હિંદી માધ્યમનું પરિણામ 72.66% આવ્યું છે.

માર્ચ-2018માં લેવાયેલી પરીક્ષામાં સરેરાશ 67.50 ટકા પરિણામ આવ્યું હતું.


SSC પરીક્ષા વિશે

Image copyright Getty Images
  • કુલ પરીક્ષાર્થી 8,22,823
  • પાસ થયેલાં પરીક્ષાર્થી 5,51,023
  • 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 366
  • 0% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 63
  • 30% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 995
  • ફેર પરીક્ષાનું પરિણામ 17.23%
  • ખાનગી ઉમેદવારોનું પરિણામ 10.13%

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા