ક્રિકેટ વર્લ્ડ કપ : ભારત ક્યારે કોની સામે મૅચ રમશે, જાણો સમગ્ર કાર્યક્રમ

ભારતી ટીમ Image copyright BCCI/TWITTER

30 મે, 2019ના રોજ વિશ્વ કપની શરૂઆત થશે અને ફાઇનલ મૅચ 14 જુલાઈના રોજ રમાશે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે વર્ષ 1983 અને 2011માં વિશ્વ કપ જીત્યો હતો.

ભારતીય ટીમના ઇંગ્લૅન્ડ પ્રવાસ અગાઉ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પત્રકારપરિષદ સંબોધી હતી.

પત્રકાર પરિષદમાં કૅપ્ટન કોહલીએ કહ્યું હતું કે આ વખતના વર્લ્ડ કપનું ફૉર્મેટ ટીમ માટે પડકારજનક છે. જેમાં કોઈ પણ ટીમ ઊલટફેર કરી શકે છે.

કોહલીએ એવું પણ કહ્યું હતું કે કોઈ એક ટીમ પર ફોકસ કરી શકાય નહીં. જો વર્લ્ડ કપ જીતવો હોય ક્ષમતાઓના આધારે રમવું પડશે.

બીજી તરફ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે ધોની આ વર્લ્ડ કપમાં સૌથી મોટા ખેલાડી સાબિત થશે. કૅપ્ટન કોહલી અને ધોની વચ્ચે ખૂબ સારો તાલમેલ છે.

30 મેના રોજ ઇંગ્લૅન્ડમાં શરૂ થઈ રહેલા વર્લ્ડ કપમાં પ્રથમ મૅચ ઇંગ્લૅન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે હશે.

ભારતીય ટીમ પોતાની પ્રથમ મૅચ 5 જૂનના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમશે. ભારતીય ટીમની પ્રથમ ચારેય મૅચ પડકારજનક છે.

દક્ષિણ આફ્રિકા બાદ 9 જૂનના રોજ ભારત ઑસ્ટ્રેલિયા સામે ટકરાશે. જે બાદ 13 જૂનના રોજ ન્યૂઝિ લૅન્ડ અને 16 જૂનના રોજ પાકિસ્તાન સામે ભારતીય ટીમનો સામનો થવાનો છે.

આ વખતે વર્લ્ડ કપનું ફૉર્મેટ એવું છે કે દરેક ટીમ 9 મૅચ રમશે. જે બાદ ટૉપની ચાર ટીમ સેમિફાઇનલમાં પહોંચશે. આ રીતે જોતાં ભારતીય ટીમની પ્રથમ ચાર મૅચ ખૂબ મહત્ત્વની છે.

આ ચાર મૅચ બાદ ટીમ ઇન્ડિયા 22 જૂને અફઘાનિસ્તાન, 27 જૂને વેસ્ટઇન્ડીઝ, 20 જૂને ઇંગ્લૅન્ડ, 2 જુલાઈએ બાંગલાદેશ અને 6 જુલાઈના રોજ શ્રીલંકા સામે મૅચ રમશે.

તમે આ વાંચ્યું કે નહીં?

ભારતીય ટીમ ક્યારે કોની સામે રમશે મૅચ?

Image copyright BCCI/TWITTER

25 મે, (વૉર્મ-અપ) ભારત વિ. ન્યૂઝિ લૅન્ડ, ઓવલ

28 મે, (વૉર્મ-અપ) ભારત વિ. બાંગ્લાદેશ, કાર્ડિક

વર્લ્ડ કપમાં રમાનારી મૅચની તારીખો

5 જૂન- ભારત વિ. સાઉથ આફ્રિકા - સાઉથેમ્પટન

9 જૂન - ભારત વિ. ઑસ્ટ્રેલિયા - ધ ઓવલ

13 જૂન - ભારત વિ. ન્યૂઝિ લૅન્ડ - ટ્રેંટ બ્રિજ

16 જૂન - ભારત વિ. પાકિસ્તાન - ઓલ્ડ ટ્રેફર્ડ

22 જૂન - ભારત વિ. અફઘાનિસ્તાન - સાઉથેમ્ટન

27 જૂન - ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ - ઓલ્ડ ટ્રેફર્ડ

30 જૂન - ભારત વિ. ઇંગ્લૅન્ડ - એજબેસ્ટન

2 જૂલાઈ - ભારત વિ. બાંગ્લાદેશ - એજબેસ્ટન

6 જુલાઈ - ભારત વિ. શ્રીલંકા - લૉર્ડ્ઝ


ભારતીય ટીમમાં ત્રણ ગુજરાતીઓ

Image copyright BCCI/TWITTER

બીસીસીઆઈની પસંદગી સમિતિએ 15 એપ્રિલના રોજ 15 સભ્યોની ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી હતી. ટીમ આ મુજબ છે :

વિરાટ કોહલી (કપ્તાન), રોહિત શર્મા (ઉપકપ્તાન), શિખર ધવન, કે. એલ. રાહુલ, વિજય શંકર, એમ. એસ. ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને રવીન્દ્ર જાડેજા.

આ ટીમમાં ત્રણ ગુજરાતી ક્રિકેટરો, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને રવીન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ