ગુજરાતમાં ભાજપે લોકસભાની તમામ 26 બેઠકો જીતી, કોનો કેટલા મતથી વિજય?

ભાજપ Image copyright Getty Images

ગુજરાતમાં ભાજપે લોકસભાની તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો છે અને કૉંગ્રેસ એક બેઠક પણ જીતી શકી નથી.

23 મેના રોજ લોકસભા ચૂંટણીનાં આવેલાં પરિણામોમાં ભાજપે 2014ની લોકસભા ચૂંટણીનું પોતાનું પ્રદર્શન જારી રાખ્યું છે.

ગાંધીનગરની બેઠક પરથી ભાજપના અધ્યક્ષ અમિત શાહે કૉંગ્રેસના ઉમેદવાર સી. જે. ચાવડાને 5,57,014 મતોથી પરાજય આપ્યો છે.

અમરેલીની બેઠક પણ કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીને કારણે ચર્ચામાં આવી હતી. પરેશ ધાનાણી વિધાનસભામાં વિપક્ષના નેતા છે અને અમરેલી વિસ્તારમાં તેમના પ્રભુત્વને જોતા તેમને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.

જોકે, ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા સામે પરેશ ધાનાણીનો 2,01,431 પરાજય થયો છે.

અમદાવાદ પૂર્વની બેઠક પર હસમુખ પટેલે કૉંગ્રેસનાં ઉમેદવાર ગીતા પટેલને 4,34,330 મતોથી હાર આપી છે.

અમદાવાદ પશ્ચિમની બેઠક પર ભાજપના કિરીટ સોલંકીનો કૉંગ્રેસના રાજુ પરમાર સામે 3,21,546 મતોથી વિજય થયો છે.

આણંદની બેઠક પર કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી હતા. જેથી આ બેઠકની પણ ચૂંટણી પહેલાં ચર્ચા હતી. જોકે, ભાજપના ઉમેદવાર મિતેષ પટેલ સામે સોલંકી 1,97,718 મતોથી હારી ગયા છે.

બનાસકાંઠાની બેઠક પર ભાજપના પરબત પટેલ અને કૉંગ્રેસના પરથી ભટોળ વચ્ચે મુકાબલો હતો, જોકે, પરબત પટેલે 3,68,296 મતોથી કૉંગ્રેસના ઉમેદવારને હરાવ્યા છે.

બારડોલીમાં ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ કૉંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીને 2,15,447 મતોથી હરાવ્યા છે.

ભરૂચની બેઠક પર ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં એક માત્ર મુસ્લિમ ઉમેદવાર શેરખાન પઠાણ કૉંગ્રેસની ટિકિટ પરથી લડી રહ્યા હતા. જોકે, ભાજપના મનસુખ વસાવા સામે તેમનો 3,34,214 મતોથી પરાજય થયો છે.

ભાવનગરની બેઠક પર ભાજપનાં ભારતી શિયાળનો કૉંગ્રેસના ઉમેદવાર મનહર પટેલ સામે 3,29,519 મતોથી વિજય થયો છે.

છોટાઉદેપુરમાં ભાજપનાં ઉમેદવાર ગીતા રાઠવાએ કૉંગ્રેસના ઉમેદવાર રતનસિંહ રાઠવાને 3,77,943 મતોથી હરાવ્યા છે.

દાહોદમાં કૉંગ્રેસના ઉમેદવાર બાબુ કટારા ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોર સામે 1,27,596 મતોથી હારી ગયા છે.

જામનગરની બેઠક પર કૉંગ્રેસમાંથી હાર્દિક પટેલ ઉમેદવારી કરવાના હોવાથી ચર્ચામાં આવી હતી. જોકે, હાર્દિક પટેલને કોર્ટમાંથી ચૂંટણી લડવાની છૂટ ના મળી. અહીં ભાજપનાં ઉમેદવાર પૂનમ માડમે કૉંગ્રેસના મૂળુ કંડોરિયાને 2,36,804 મતોથી હરાવ્યા છે.

જૂનાગઢ બેઠક પર ભાજપના રાજેશ ચુડાસમાનો 1,50,185 મતોથી વિજય થયો છે, અહીં કૉંગ્રેસના ઉમેદવાર પૂંજા વંશની હાર થઈ છે.

ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ કચ્છની બેઠક પરથી કૉંગ્રેસના ઉમેદવાર નરેશ મહેશ્વરીને 3,05,513 મતોથી હરાવ્યા છે.

ખેડામાં ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો 367145 મતોથી વિજય થયો છે. તેમની સામે કૉંગ્રેસના બિમલ શાહ ચૂંટણી લડી રહ્યા હતા.

મહેસાણા બેઠક પર ભાજપનાં શારદા પટેલે કૉંગ્રેસના એ. જે. પટેલને 2,81,519 મતોથી હરાવ્યા છે.

ગુજરાતમાં સૌથી વધારે લીડથી નવસારીની બેઠક પર ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલ જિત્યા છે. તેમણે કૉંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલને 6,89,668 મતોથી હરાવ્યા છે.

પંચમહાલની બેઠક પર ભાજપના રતનસિંહ રાઠોડે કૉંગ્રેસના વી. કે. ખાંટને 4,28,541 મતોથી હરાવ્યા છે.

પાટણની બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરનો ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી સામે 1,93,879 મતોથી વિજય થયો છે.

પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકે કૉંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાને 2,29,823 મતોથી પરાજય આપ્યો છે.

રાજકોટની બેઠક પર મોહન કુંડારિયા ભાજપની ટિકિટ પરથી લડતા હતા, તેમના સામે કૉંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા હતા. અહીં મોહન કુંડારિયાનો 3,68,407 મતોથી વિજય થયો છે.

સાબરકાંઠાની બેઠક પર કૉંગ્રેસના ઉમેદવારનો 2,68,987 મતોથી પરાજય થયો છે. અહીં ભાજપ તરફથી દીપસિંહ રાઠોડ હતા જ્યારે કૉંગ્રેસે રાજેન્દ્રસિંહ ઠાકોરને ટિકિટ આપી હતી.

સુરતમાં ભાજપનાં ઉમેદવાર દર્શના જરદોશ હતાં, તેમની સામે કૉંગ્રેસના ઉમેદવાર અશોક અધેવાડાનો 5,48,230 મતોથી પરાજય થયો છે.

સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મુંજપરાનો કૉંગ્રેસના ઉમેદવાર સોમા પટેલ સામે 2,77,437 વિજય થયો છે.

વડોદરા બેઠક પર કૉંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલનો ભાજપનાં ઉમેદવાર રંજન ભટ્ટ સામે 5,89,177 મતોથી પરાજય થયો છે.

વલસાડ બેઠકમાં ભાજપે કે. સી. પટેલને ટિકિટ આપી હતી, જેમણે કૉંગ્રેસના જિતુ ચૌધરીને 3,53,797 મતોથી હાર આપી છે.

ગુજરાતની લોકસભા બેઠકોમાં કોણ આગળ?

બેઠકઉમેદવારઆગળ/પાછળ
કચ્છવિનોદ ચાવડા-ભાજપ▲ જીત
નરેશ મહેશ્વરી-કૉંગ્રેસ
બનાસકાંઠાપરબત પટેલ-ભાજપ▲ જીત
પરથી ભટોળ-કૉંગ્રેસ
પાટણભરતસિંહ ડાભી-ભાજપ▲ જીત
જગદીશ ઠાકોર-કૉંગ્રેસ
મહેસાણાશારદા પટેલ-ભાજપ▲ જીત
એ. જે. પટેલ-કૉંગ્રેસ
સાબરકાંઠાદીપસિંહ રાઠોડ-ભાજપ▲ જીત
રાજેન્દ્ર ઠાકોર-કૉંગ્રેસ
ગાંધીનગરઅમિત શાહ-ભાજપ▲ જીત
સી. જે. ચાવડા-કૉંગ્રેસ
અમદાવાદ-પૂર્વએચ. એસ. પટેલ-ભાજપ▲ જીત
ગીતા પટેલ-કૉંગ્રેસ
અમદાવાદ-પશ્ચિમકિરીટ સોલંકી-ભાજપ▲ જીત
રાજુ પરમાર-કૉંગ્રેસ
સુરેન્દ્રનગરમહેન્દ્ર મુંજપરા-ભાજપ▲ જીત
સોમાભાઈ પટેલ-કૉંગ્રેસ
રાજકોટમોહન કુંડારિયા-ભાજપ▲જીત
લલિત કગથરા-કૉંગ્રેસ
પોરબંદરરમેશ ધડૂક-ભાજપ▲ જીત
લલિત વસોયા-કૉંગ્રેસ
જામનગરપૂનમ માડમ-ભાજપ▲ જીત
મૂળુ કંડોરિયા-કૉંગ્રેસ
જૂનાગઢરાજેશ ચુડાસમા-ભાજપ▲ જીત
પૂંજા વંશ-કૉંગ્રેસ
અમરેલીનારણ કાછડિયા-ભાજપ▲ જીત
પરેશ ધાનાણી-કૉંગ્રેસ
ભાવનગરભારતી શિયાળ-ભાજપ▲ જીત
મનહર પટેલ-કૉંગ્રેસ
આણંદમિતેશ પટેલ-ભાજપ▲ જીત
ભરતસિંહ સોલંકી-કૉંગ્રેસ
ખેડાદેવુસિંહ ચૌહાણ-ભાજપ▲જીત
બિમલ શાહ-કૉંગ્રેસ
પંચમહાલરતનસિંહ રાઠોડ-ભાજપ▲ જીત
વિ. કે. ખાંટ-કૉંગ્રેસ
દાહોદજશવંતસિંહ ભાભોર-ભાજપ▲જીત
બાબુ કટારા-કૉંગ્રેસ
વડોદરારંજન ભટ્ટ-ભાજપ▲જીત
પ્રશાંત પટેલ-કૉંગ્રેસ
છોટાઉદેપુરગીતા રાઠવા-ભાજપ▲ જીત
રણજીત રાઠવા-કૉંગ્રેસ
ભરૂચમનસુખ વસાવા-ભાજપ▲ જીત
શેરખાન પઠાણ-કૉંગ્રેસ
બારડોલીપ્રભુ વસાવા-ભાજપ▲ જીત
તુષાર ચૌધરી-કૉંગ્રેસ
સુરતદર્શના જરદોશ-ભાજપ▲જીત
અશોક અધેવાડા-કૉંગ્રેસ
નવસારીસી. આર. પાટીલ-ભાજપ▲જીત
ધર્મેશ પટેલ-કૉંગ્રેસ
વલસાડકે. સી. પટેલ-ભાજપ▲ જીત
જીતુ ચૌધરી-કૉંગ્રેસ
Source: ECI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો