ગાંધીનગર ચૂંટણી પરિણામ 2019 : ભાજપના અમિત શાહ અને કૉંગ્રેસના સી.જે. ચાવડાની પ્રતિષ્ઠા દાવ ઉપર

અમિત શાહ Image copyright Getty Images

ગુજરાતની બહુપ્રતિષ્ઠિત બેઠકોની વાત કરીએ તો ગાંધીનગર બેઠકની ચર્ચા કરવી જ રહે. તે રાજ્યની પાટનગર બેઠક તો છે જે, પરંતુ આ બેઠક ઉપરથી શાસકપક્ષ ભાજપના અધ્યક્ષ અમિત શાહ ઉમેદવાર છે.

અગાઉ તેઓ ગાંધીનગર લોકસભા બેઠક હેઠળ આવતી સરખેજ તથા નારણપુરા બેઠક ઉપરથી રેકર્ડ બહુમત સાથે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. 2009 સુધી શાહ આ બેઠકનું મૅનેજમૅન્ટ કરતા હતા.

શાહ પહેલાં પૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયી તથા પૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી આ બેઠક ઉપરથી ચૂંટાઈને લોકસભા સુધી પહોંચ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

શાહ સામે ઉમેદવાર

ગાંધીનગર (નંબર- 6) બેઠક ઉપર કૉંગ્રેસના ડૉ. સી. જે. ચાવડા તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહની વચ્ચે મુખ્ય મુકાબલો છે.

ઇમ્તિયાઝે ખેડા લોકસભા બેઠક પરથી 'અપના દેશ પાર્ટી' તરફથી ઉમેદવારી નોંધાવી છે, જ્યારે તેમના ભાઈ ફિરોઝ પઠાણે ગાંધીનગર લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે.

2012માં થાનગઢમાં ગોળીબારમાં પુત્ર ગુમાવનારા વાલજીભાઈ રાઠોડ અપક્ષ ઉમેદવાર છે. એ સમયે અમિત શાહ ગુજરાતના રાજ્યકક્ષના ગૃહ મંત્રી, જ્યારે તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી પાસે ગૃહખાતું હતું. દલિત આગેવાન જિગ્નેશ મેવાણીએ પણ તેમના માટે પ્રચાર કર્યો હતો.

ગાંધીનગરની લોકસભા બેઠક હેઠળ ગાંધીનગર-પૂર્વ, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા આવે છે.

આ બેઠક ઉપર 1003707 પુરુષ, 941395 મહિલા તથા 47 અન્ય સહિત કુલ 1945149 મતદારો છે.

શાહની ABVPથી BJP સુધીની સફર

Image copyright Getty Images

શાહનો જન્મ 22 ઑક્ટોબર, 1964માં મુંબઈમાં એક વણિક પરિવારમાં થયો હતો.

14 વર્ષની વયે ગાંધીનગર જિલ્લાના માણસામાં તેઓ 'તરુણ સ્વંયસેવક' તરીકે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘમાં જોડાયા હતા.

તે રીતે નાની વયે જ તેઓ રાજકારણના પરિચયમાં આવ્યા હતા.

અમિત શાહ કૉલેજ કરવા માટે અમદાવાદ આવ્યા ત્યારે ભાજપની વિદ્યાર્થી પાંખ એબીવીપીમાં જોડાયા હતા.

1982માં બાયૉ-કેમિસ્ટ્રીનું ભણી રહેલા અમિત શાહને અમદાવાદ એબીવીપીમાં મંત્રી બનાવવામાં આવ્યા હતા.

બાદમાં તેઓ અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં મંત્રી બન્યા હતા. તે પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તેમણે પ્રદેશ ભાજપમાં અનેક મહત્ત્વના હોદ્દાઓ પર કામ કર્યું છે.

ગુજરાતની લોકસભા બેઠકોમાં કોણ આગળ?

બેઠકઉમેદવારઆગળ/પાછળ
કચ્છવિનોદ ચાવડા-ભાજપ▲ જીત
નરેશ મહેશ્વરી-કૉંગ્રેસ
બનાસકાંઠાપરબત પટેલ-ભાજપ▲ જીત
પરથી ભટોળ-કૉંગ્રેસ
પાટણભરતસિંહ ડાભી-ભાજપ▲ જીત
જગદીશ ઠાકોર-કૉંગ્રેસ
મહેસાણાશારદા પટેલ-ભાજપ▲ જીત
એ. જે. પટેલ-કૉંગ્રેસ
સાબરકાંઠાદીપસિંહ રાઠોડ-ભાજપ▲ જીત
રાજેન્દ્ર ઠાકોર-કૉંગ્રેસ
ગાંધીનગરઅમિત શાહ-ભાજપ▲ જીત
સી. જે. ચાવડા-કૉંગ્રેસ
અમદાવાદ-પૂર્વએચ. એસ. પટેલ-ભાજપ▲ જીત
ગીતા પટેલ-કૉંગ્રેસ
અમદાવાદ-પશ્ચિમકિરીટ સોલંકી-ભાજપ▲ જીત
રાજુ પરમાર-કૉંગ્રેસ
સુરેન્દ્રનગરમહેન્દ્ર મુંજપરા-ભાજપ▲ જીત
સોમાભાઈ પટેલ-કૉંગ્રેસ
રાજકોટમોહન કુંડારિયા-ભાજપ▲જીત
લલિત કગથરા-કૉંગ્રેસ
પોરબંદરરમેશ ધડૂક-ભાજપ▲ જીત
લલિત વસોયા-કૉંગ્રેસ
જામનગરપૂનમ માડમ-ભાજપ▲ જીત
મૂળુ કંડોરિયા-કૉંગ્રેસ
જૂનાગઢરાજેશ ચુડાસમા-ભાજપ▲ જીત
પૂંજા વંશ-કૉંગ્રેસ
અમરેલીનારણ કાછડિયા-ભાજપ▲ જીત
પરેશ ધાનાણી-કૉંગ્રેસ
ભાવનગરભારતી શિયાળ-ભાજપ▲ જીત
મનહર પટેલ-કૉંગ્રેસ
આણંદમિતેશ પટેલ-ભાજપ▲ જીત
ભરતસિંહ સોલંકી-કૉંગ્રેસ
ખેડાદેવુસિંહ ચૌહાણ-ભાજપ▲જીત
બિમલ શાહ-કૉંગ્રેસ
પંચમહાલરતનસિંહ રાઠોડ-ભાજપ▲ જીત
વિ. કે. ખાંટ-કૉંગ્રેસ
દાહોદજશવંતસિંહ ભાભોર-ભાજપ▲જીત
બાબુ કટારા-કૉંગ્રેસ
વડોદરારંજન ભટ્ટ-ભાજપ▲જીત
પ્રશાંત પટેલ-કૉંગ્રેસ
છોટાઉદેપુરગીતા રાઠવા-ભાજપ▲ જીત
રણજીત રાઠવા-કૉંગ્રેસ
ભરૂચમનસુખ વસાવા-ભાજપ▲ જીત
શેરખાન પઠાણ-કૉંગ્રેસ
બારડોલીપ્રભુ વસાવા-ભાજપ▲ જીત
તુષાર ચૌધરી-કૉંગ્રેસ
સુરતદર્શના જરદોશ-ભાજપ▲જીત
અશોક અધેવાડા-કૉંગ્રેસ
નવસારીસી. આર. પાટીલ-ભાજપ▲જીત
ધર્મેશ પટેલ-કૉંગ્રેસ
વલસાડકે. સી. પટેલ-ભાજપ▲ જીત
જીતુ ચૌધરી-કૉંગ્રેસ
Source: ECI

1991થી અડવાણી ગાંધીનગરથી સાંસદ

લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગર બેઠક પર આશરે બે દાયકા જેટલા સમયનું શાસન ધરાવે છે.

સૌ પ્રથમ વખત વર્ષ 1991માં અડવાણી અહીંથી ચૂંટણી જીત્યા હતા. ત્યારબાદ 1998, 2004, 2009 અને 2014ની લોકસભા ચૂંટણીમાં તેઓ ગાંધીનગર બેઠક પરથી સંસદ બન્યા હતા.

બીબીસી સંવાદદાતા રેહાન ફઝલ નોંધે છે, "આ એ જ અડવાણી છે જેમણે 1984માં માત્ર બે બેઠક જીતનારા પક્ષ ભાજપને રસાતળમાંથી કાઢીને ભારતીય રાજકારણના કેન્દ્રમાં પહોંચાડ્યો હતો."

"તેમણે ભાજપને 1998માં પહેલીવાર સત્તાનો સ્વાદ ચખાડ્યો હતો. 2004 અને 2009ની સતત ચૂંટણીમાં હાર બાદ ઘટતા વળતરનો સિદ્ધાંત અડવાણીને પણ લાગુ પાડવામાં આવ્યો હતો."

"એક જમાનામાં અડવાણીની છત્રછાયામાં ઉછરેલા નરેન્દ્ર મોદીએ તેમની જગ્યા લઈ લીધી હતી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો