અમેઠીમાં સ્મૃતિ ઈરાનીના સહયોગી નેતાની હત્યા બાદ તણાવ

સ્મૃતિ ઈરાની Image copyright Ani

ઉત્તર પ્રદેશના અમેઠીથી લોકસભામી ચૂંટણી જીતનાર ભાજપનાં સ્મૃતિ ઈરાનીના સહયોગી નેતાની હત્યા કરી દેવાઈ છે.

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે પોલીસ આ હત્યાને રાજકીય હત્યા માનવાનો ઇનકાર કરી રહી છે.

અમેઠીના એડિશનલ એસપી દયા રામે પીટીઆઈને જણાવ્યું કે બરૌલિયાના પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહની શનિવારે રાત્રે 11.30 વાગ્યે ગોળી મારીને હત્યા કરવાનો પ્રયાસ થયો, ત્યારબાદ તેમને લખનૌ લઈ જવાયા પણ આ દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું.

પોલીસે જણાવ્યું કે બે લોકોની આ માલે ધરપકડ કરાઈ છે અને તેમની પૂછપરછ કરાઈ રહી છે.

સ્મૃતિ ઈરાની પર અમેઠી પહોંચી શકે છે.


જગનમોહન રેડ્ડી : ઇશ્વરે 'કુકૃત્યો' માટે ચંદ્રબાબુને સજા આપી

Image copyright Getty Images

વાય.એસ.આર. કૉંગ્રેસના અધ્યક્ષ જગન મોહન રેડ્ડીએ શનિવારે પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોને સંબોધિત કરતા કહ્યું હતું કે ઇશ્વરે ચંદ્રબાબુ નાયડુને તેમનાં 'કુકૃત્યો'ની સજા આપી હતી.

અંગ્રેજી અખબાર ડેક્કન ક્રોનિકલના અહેવાલ મુજબ રેડ્ડીએ ધારાસભ્યોને કહ્યું:

"2014ની ચૂંટણી પછી કૉંગ્રેસે પાર્ટીના 23 ધારાસભ્યોને 'ખરીદ્યા' હતા હવે ટીડીપી પાસે માત્ર 23 ધારાસભ્ય જ રહ્યા છે."

"ટીડીપીએ ગેરકાયદેસર રીતે ત્રણ સાંસદ ખેરવ્યા હતા, હવે તેમની પાસે ત્રણ જ સાંસદ રહ્યા છે."

175 ધારાસભ્યોવાળી વિધાનસભામાં રેડ્ડીને પાર્ટીને 151 બેઠક મળી છે, જ્યારે 25માંથી 22 સાંસદ ચૂંટાયા છે.

જગન મોહન ત્રીસમી મેના દિવસે આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે.


જેટ ઍરવેઝના નરેશ ગોયલને અટકાવાયા

Image copyright Reuters

શનિવારે જેટ ઍરવેઝના પૂર્વ ચૅરમૅન નરેશ ગોયલ તથા તેમનાં પત્ની અનિતાને વિદેશ જતા અટકાવાયાં હતાં.

અંગ્રેજી અખબાર બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ પ્રમાણે, NRI ગોયલ દંપતી દુબઈ જવા માટે રવાના થઈ રહ્યું હતું ત્યારે તેમને અટકાવવામાં આવ્યાં હતાં. અમિરાત ઍરવેઝનું વિમાન ઉડાણ ભરવા માટે રન-વે ઉપર પહોંચી ગયું હતું, ત્યાંથી તેને પાછું બોલાવવામાં આવ્યું હતું.

અમિરાત ઍરવેઝે નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, 'અમે જે-તે દેશના કાયદાથી બંધાયેલા છીએ અને સંબંધિત વિભાગોને પૂર્ણ સહકાર આપવા કટિબદ્ધ છીએ.'


ગર્ભપાત કરાવવો એટલે 'હત્યાની સોપારી' આપવી

Image copyright EPA

શનિવારે ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધર્મગુરુ પોપ ફ્રાન્સિસે કહ્યું કે ગર્ભપાત કરાવવોએ અયોગ્ય બાબત છે તથા તે માફીપાત્ર નથી.

વૅટિકનમાં ગર્ભપાતવિરોધી એક પરિસંવાદને સંબોધતા કહ્યું હતું કે ગર્ભપાતએ 'ધાર્મિક નહીં માનવીય વિષય' છે.

નવભારત ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે, પોપે કહ્યું કે ગર્ભસ્થ શિશુને કોઈ બીમારી હોય તો પણ તબીબોએ ગર્ભધારણની પ્રક્રિયા પૂર્ણ કરાવે તથા બાળકનાં મૃત્યુને નિયતિ ઉપર છોડી દે.

પોપે કહ્યું કે ગર્ભપાતએ 'સમસ્યાને ઉકેલવા માટે હત્યારાને સોપારી આપવા સમાન છે અને તે ગેરકાયદેસર છે.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો