નરેન્દ્ર મોદીની જીત પર પાકિસ્તાન, અમેરિકા, યૂકેમાં ઉજવણી થઈ? - ફૅક્ટ ચેક

નરેન્દ્ર મોદી Image copyright Getty Images
ફોટો લાઈન 17મી લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી વખત ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી

સોશિયલ મીડિયા પર ઘણા દેશી વિદેશી વીડિયો અને તસવીરો એ દાવા સાથે સર્કુલેટ થઈ રહી છે, સાથે દાવો થઈ રહ્યો છે કે સમગ્ર દુનિયામાં નરેન્દ્ર મોદીની લોકસભા ચૂંટણી 2019માં મળેલી જીતની ખુશી ઉજવવામાં આવી રહી છે.

નરેન્દ્ર મોદીએ આ ચૂંટણીમાં ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી છે તેમાં કોઈ શંકા નથી અને તેઓ બીજી વખત વડા પ્રધાન બનવામાં સફળ રહ્યા છે.

સાથે જ નહેરુ યુગ બાદ 1971માં ઇંદિરા ગાંધીનાં ચૂંટાયાં બાદ નરેન્દ્ર મોદી એકમાત્ર એવા વડા પ્રધાન બન્યા છે જેમને જનતાએ બીજી વખત પૂર્ણ બહુમતી સાથે ચૂંટ્યા છે.

પરંતુ તેમના સમર્થકો સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે જેનો લોકસભા ચૂંટણી કે ચૂંટણીના પરિણામો સાથે કોઈ સીધો સંબંધ નથી.

અમને જાણવા મળ્યું કે ભ્રામક દાવા સાથે સોશિયલ મીડિયા પર આવા બોગસ વીડિયો એક લાખ કરતાં વધારે વખત શૅર કરવામાં આવ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

નોટ ઉડાવતા ભારતીય બિઝનેસમેન?

Image copyright SM VIRAL POSTS

સોશિયલ મીડિયા પર એક વીડિયો એ દાવા સાથે સર્કુલેટ કરવામાં આવી રહ્યો છે કે ન્યૂ યૉર્કમાં રહેતા એક ભારતીય વેપારીએ મોદીની જીત પર એક લાખ અમેરિકન ડૉલર લોકોને વહેંચી દીધા.

આ વીડિયોમાં દેખાય છે કે એક વ્યક્તિ રસ્તા પર નોટ ઉડાવી રહી છે અને તેમની આસપાસ ઊભેલાં લોકોની ભીડ નોટ ઉઠાવી રહી છે.

કેટલાક લોકોએ દાવો કર્યો છે કે આ વીડિયો અમેરિકાનો નહીં, પણ કૅનેડાનો છે.

અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો તો સાચો છે, રસ્તા પર નોટ ઉડાવવાની ઘટના ઘટી હતી, પરંતુ તેની સાથે જે દાવો કરવામાં આવ્યો છે તે ખોટો છે.

Image copyright INSTAGRAM/KOLHAOLAM

વાઇરલ વીડિયોમાં જે વ્યક્તિ રસ્તા પર નોટ ઉડાવતી જોવા મળી રહી છે, તેમનું નામ જો કુશ છે. તેઓ વ્યવસાયે મ્યુઝિક પ્રોડ્યુસર અને વીડિયો એન્જિનિયર છે, કોઈ ભારતીય અબજપતિ બિઝનેસમૅન નહીં.

રિવર્સ ઇમેજ સર્ચથી જાણવા મળે છે કે ન્યૂ યૉર્કના 'કોલહોલમ' નામના ઇન્સ્ટાગ્રામ યૂઝરે 16 મે 2019ના રોજ આ વીડિયો પોસ્ટ કર્યો હતો.

આ વીડિયો સાથે ઇન્સ્ટાગ્રામ યૂઝરે લખ્યું, "મેનહેટન શહેરની 47મી સ્ટ્રીટ પર આ વ્યક્તિ નોટ ઉડાવતા જોવા મળી. કદાચ તેઓ કોઈ વીડિયો શૂટ કરી રહ્યા હતા."

અમને જાણવા મળ્યું કે જો કુશે પોતાના પર્સનલ ઇન્સ્ટાગ્રામ પેજ પર નોટ ઉડાવવાના બીજા ઘણા વીડિયો પણ પોસ્ટ કર્યા છે.

બલૂચિસ્તાનમાં મોદીની જીતની ઉજવણી?

Image copyright SM VIRAL POST
ફોટો લાઈન પાકિસ્તાનમાં કેટલીક બુરખાધારી મહિલા 'મોદી મોદી'ના નારા લગાવતી હોય તેવો વીડિયો વાઇરલ

આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બલૂચિસ્તાનમાં પણ મોદીની મોટી જીતની ઉજવણી કરવામાં આવી.

આ વાઇરલ વીડિયોમાં કેટલીક બુરખો પહેરેલી મહિલાઓ ગીત ગાતી અને 'મોદી- મોદી'ના નારા લગાવતા જોવા મળે છે. ભીડમાં કેટલાક લોકો જોવા મળે છે કે જેમણે ભાજપના ઝંડા પકડીને રાખ્યા છે.

વીડિયો સાથે લખવામાં આવ્યું છે, "ભાજપે પાકિસ્તાનમાં પોતાની પહેલી શાખા ખોલી દીધી છે. ભારતમાં રહેતા ગદ્દાર મોટાભાગે પાકિસ્તાનના ઝંડા ફરકાવે છે, પરંતુ પાકિસ્તાનમાં આજે આવું જોયું તો તબિયત ખુશ થઈ ગઈ."

પરંતુ સોશિયલ મીડિયા પર કરવામાં આવતો આ દાવો ખોટો છે.

Image copyright TWITTER/BJP

20 એપ્રિલ 2019ના રોજ બીબીસીની ફૅક્ટ ચેક ટીમે તેના પર એક રિપોર્ટ તૈયાર કર્યો હતો અને જાણવા મળ્યું હતું કે વીડિયો બલૂચિસ્તાનનો નહીં, પણ ભારત પ્રશાસિત કાશ્મીરના અનંતનાગ સંસદીય ક્ષેત્રનો છે.

ભાજપ જમ્મૂ- કાશ્મીરના ઔપચારિક ટ્વિટર હેન્ડલ પરથી આ વીડિયો 31 માર્ચ 2019ના રોજ ટ્વીટ કરવામાં આવ્યો હતો.

સાથે જ અનંતનાગ સંસદીય બેઠકથી ભાજપના ઉમેદવાર રહી ચૂકેલા સોફી યૂસુફે ઉમેદવારી નોંધાવ્યા બાદ આ વીડિયો પોતાના ફેસબુક પેજ અને ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો.

લંડનની બસો પર 'મોદી જી'!

Image copyright SM VIRAL POST

છેલ્લા ત્રણ દિવસમાં સોશિયલ મીડિયા પર આ તસવીર 50 હજાર કરતાં વધારે વખત શૅર કરવામાં આવી છે.

તસવીર સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદીના સ્વાગત માટે લંડનની બસો પર સંદેશ લખવામાં આવ્યા છે.

જે લોકોએ આ તસવીર શૅર કરી છે, તેમણે લખ્યું છે કે જુઓ, દુનિયા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કેટલું સન્માન આપી રહી છે. આવું પહેલા ક્યારેય થયું નથી.

પરંતુ રિવર્સ ઇમેજ સર્ચથી અલગ જ કહાણી સામે આવી. અમને જાણવા મળ્યું કે આ તસવીરનો લોકસભા ચૂંટણી 2019 સાથે કોઈ સંબંધ નથી.

Image copyright TWITTER

ઑક્ટોબર 2015માં છપાયેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર યૂકેની સરકારે જ નહીં, પરંતુ યૂકેમાં રહેતા ભારતીય મૂળના લોકોએ કેટલીક બસ (મોદી એક્સપ્રેસ) ભાડે લીધી હતી અને એક મહિના સુધી તેને પ્રવાસીઓ માટે લંડન શહેરમાં ચલાવવામાં આવી હતી.

તેમાંથી કેટલીક બસો પર લખ્યું હતું, 'વેલકમ, મોદી જી.'

Image copyright TWITTER/BJP

નરેન્દ્ર મોદી નવેમ્બર 2015માં ત્રણ દિવસના લંડન પ્રવાસે ગયા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો