ગુજરાત બજેટ 2019 : 'નળ દ્વારા જળ' માટે ત્રણ વર્ષમાં રૂ. 20 હજાર કરોડ ખર્ચાશે

નીતિન પટેલ Image copyright Nitin Patel FB

આજથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે અને નાણા મંત્રી નીતિન પટેલ ગુજરાતનું 2019-20નું બજેટ રજૂ કર્યું.

વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકારો સાથે વાત કરતા આશા વ્યક્ત કરી હતી કે રાજ્ય સરકાર જનતાની સમસ્યાને ધ્યાને લેશે અને તેને દૂર કરવા માટેની જોગવાઈઓ બજેટમાં કરશે.

સાથે જ ધાનાણીએ 'સકારાત્મક વિપક્ષ'ની ભૂમિકા ભજવવાની વાત કહી હતી.

ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીને લક્ષમાં લઈને ગુજરાત સરકારે ગત ફેબ્રુઆરી માસમાં રૂ. 1.92 લાખ કરોડનું વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.


2019-20ના બજેટની મુખ્ય જોગવા

Image copyright Getty Images

ગુજરાતની સ્થાપના પછી પ્રથમવાર બે લાખ કરોડથી વધારે મોટું બજેટ.

2022 સુધીમાં દરેક ઘર સુધી 'નળ મારફત જળ' પહોંચાડવાની કેન્દ્ર સરકારની યોજનાને સાર્થ કરવા રાજ્ય સરકાર પ્રયાસ કરશે. આ માટે ત્રણ વર્ષ દરમિયાન રૂ. 20 હજાર કરોડ ખર્ચાશે.

શહેરી વિસ્તારમાં ગટરના પાણીને ટ્રિટ કરીને શુદ્ધ કરીને ખેતી-ઉદ્યોગમાં વપરાશ માટે 300 MLDના પ્રોજેક્ટ્સ મંજૂર કરાયા.

ત્રણ વર્ષમાં 15 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવશે.

કેન્દ્ર સરકારની યોજના કિસાન સન્માનનિધિની રકમની રાજ્ય સરકારે ચૂકવી.

2022 સુધીમાં સૌર- પવન ઊર્જા દ્વારા 30 હજાર મેગાવૉટ વીજઉત્પાદનનું લક્ષ્યાંક.

આંગણવાડી બહેનોના પગારમાં 900 રૂપિયાનો વધારો કરવામાં આવશે.

પ્રદૂષણ અટકાવવાની યોજના માટે રૂ. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી.

ગીરના સિંહોના સંરક્ષણ માટે રૂ. 132 કરોડની જોગવાઈ કરવામાં આવી.

બજેટમાં 'નવી વ્હાલી દીકરી યોજનાની જાહેરાત. મુજબ 2 લાખની આવક ધરાવતા પરિવારોને સહાય અપાશે. દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000ની અને 9મા ધોરણમાં આવે ત્યારે 6000ની સહાય અપાશે. દીકરી 18 વર્ષ પૂર્ણ કરે ત્યારે 1 લાખની સહાય અપાશે. 133 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આવતી અષાઢી બીજ સુધીમાં 1 લાખ 25 હજાર ખેડૂતોને વીજ કનેક્ષન આપવામાં આવશે.

અષાઢી બીજથી નર્મદાના મેઇન ગેટ ખોલી પાણી આપવામાં આવશે.

આગામી ત્રણ વર્ષમાં નવા 60,000 સરકારી કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.

સરકારી હૉસ્પિટલમાં વિનામૂલ્યે સારવાર માટે રૂ. 500 કરોડની જોગવાઈ કરવામાં આવી.

રાજ્યનો ગ્રોથ 11.65 ટકા, ડબલ ડિજિટમાં છે. છેલ્લા 16 વર્ષમાં ગુજરાતે કદી ઓવરડ્રાફ્ટ લેવો પડ્યો નથી.

નાણાકીય શિસ્ત જાળવી રાખીએ છીએ. સાતમી વખત બજેટ રજૂ કરી રહ્યો છું, તેનો મને આનંદ છે.

પાકવીમા યોજનામાં ગુજરાત 1073 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી.

ખેડૂતોને રાસાયણિક ખાતર પૂરું પાડવા રૂ. 25 કરોડની સહાયની જોગવાઈ.

પાકવીમાના પ્રશ્નોમાં સરકાર ટેકનૉલૉજીનો ઉપયોગ કરશે. સેટેલાઇટ, ડ્રોન વગેરે માટે 25 કરોડની જોગવાઈ.

સજીવ ખેતી માટે રૂ. 15 કરોડની જોગવાઈ કરવામાં આવી.

કામધેનુ યુનિવર્સિટી હેઠળ નવી વેટરનરી કૉલેજ સ્થાપવાની જોગવાઈ.

જામનગર, ગોંડલ અને ભાવનગરના ડેમો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા પાઇપલાઈનની યોજના.

સહકારી મંડળીઓને, પશુપાલકોને સાધનસામગ્રી માટે 36 કરોડની જોગવાઈ કરવામાં આવી.

ગૌસેવા, ગૌસેવા માટે, ગૌસંરક્ષણ માટે 38 કરોડની જોગવાઈ કરવામાં આવી.

માછીમારી ઉદ્યોગમાં વિકાસ માટે જીપીએસ સિસ્ટમ અપનાવવા 60 કરોડની જોગવાઈ કરવામાં આવી.

સૌની યોજનામાં આગામી વર્ષમાં 35 જળાશયોમાં પાણી પહોંચડવાની યોજના રૂ. 2058 કરોડના કામો શરૂ થયા છે. આ વખતે રૂ. 1880 કરોડની જોગવાઈ કરવામાં આવી. જેનો લાભ ભાવનગરને મળશે.

નર્મદા યોજના માટે 6595 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂતોની જમીન સંપાદન માટે 300 કરોડની જોગવાઈ કરવામાં આવી.

સ્ટૅચ્યૂ ઑફ યુનિટી બન્યા પછી સવા લાખ લોકો મુલાકાત લઈ ચૂક્યા છે. તેના વિકાસ માટે 260 કરોડની જોગવાઈ કરવામાં આવી. 

30 હજાર 45 કરોડ શિક્ષણ માટે ખર્ચવામાં આવશે. આ 5000 નવા વર્ગોનું નિર્માણ કરવામાં આવશે.

શહેરોમાં પણ ગ્રામ્ય વિસ્તારની જેમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોનું માળખું ઉભું કરવામાં આવશે.

3751 આશા વર્કર બહેનોના પગારમાં માસિક 2000નો વધારો કરવામાં આવશે.

વિધવા પેન્શન યોજનામાં પુખ્ત વયના પુત્રની મર્યાદા દુર કરવામાં આવી.

વિધવા પેન્શન યોજનામાં પુખ્ત વયના પુત્રની મર્યાદા દુર કરવામાં આવી અને પેન્શનની રકમમાં 250 રૂપિયા પ્રતિમાસનો વધારો કરવામાં આવ્યો. હવે વિધવા બહેનોને 1250 રૂપિયા પ્રતિમાસ પેન્શન મળશે.

જૈનો માટે અમદાવાદથી શંખેશ્વર સુધી 20 કરોડને ખર્ચે 103 કિલોમિટરની પગદંડી બનાવવામાં આવશે.

અમરેલી, ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં 8 ડી સેલિનેશન પ્લાન્ટ સ્થપાશે જેના દ્વારા દરરોજ 37 કરોડ લિટર મીઠું પાણી લોકોને અપાશે.

મહાનગરપાલિકાઓમાં 54 અને નગરપાલિકાઓમાં 21 થી કુલ 75 નવાં ફ્લાયઓવર બનાવવામાં આવશે, સૌથી વધારે 20 ફ્લાયઓવર અમદાવાદમાં બનશે.

રાજ્ય સરકારે પાત્રતા ધરાવતા તમા કૃષિ વીજ જોડાણો, ગ્રામીણ વિસ્તારના તમામ રહેઠાણ વીજ જોડાણો, ગ્રામ્ય વિસ્તારના નાના ધંધાદારીઓના વીજ જોડાણો અને શહેરી વિસ્તારમાં બીપીએલ વર્ગના રહેણાંક વીજ જોડાણોમાં બિલના મુદ્લ, વ્યાજ અને દંડની તમામ રકમ માફ કરવાનો નિર્ણય. આ મુજબ 691 કરોડની વીજ લેણાંની રકમ માંડવાળ કરાશે.

ખેડૂતોને મળતી વ્યાજ સહાય એક સાથે અને નિયમિત મળી રહે તે માટે સરકાર 500 કરોડનું રિવોલ્વિંગ ભંડોળ ઉભું કરશે.

ગીર અને કાંકરેજ ઓલાદ માટે પાટણ ખાતે સેક્સ સિમેન લેબોરેટરી 47.50 કરોડને ખર્ચે બનવામાં આવશે.

ઝીંગા ઉછેર માટે વધારાની 5000 હેક્ટર જમીન ફાળવામાં આવશે.

બોટધારક માછીમારોની સબસિડી રૂપિયા 12ને બદલે 15 કરવામાં આવી.

મા અને મા વાત્સલ્ય યોજનાને આયુષમાન ભારત સાથે જોડવામાં આવી. હવેથી 3 લાખને બદલે 5 લાખ સુધીનું સુરક્ષા કવચ. આવક મર્યાદા 1 લાખ ઘટાડી 4 લાખ કરાઈ.

રાજ્યમાં સી-પ્લેન શરૂ કરવા 5 કરોડના ખર્ચે વોટર એરોડ્રામ બનાવવામાં આવશે.

બંધ જાળવણી, નહેરોની માળખા સુધારણા, સહભાગી સિંચાઇ યોજના જેવા જળ સંપત્તિના કામ માટે રૂ. 7157 કરોડની ફાળવણી કરાઈ.

સૌની યોજનામાં રૂ.1880 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં થરાદથી સીપુ ડેમ પાઇપ લાઇન માટે 100 કરોડ, આદિજાતિ વિસ્તારોમાં સિંચાઇ માટે 962 કરોડ, તાપી-કરજણ લીક પાઇપલાઇન માટે 720 કરોડ, અંબિકા નદી પર રીચાર્જ પ્રોજેકટ માટે 372 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

3 વર્ષમા નવા 60 હજાર કર્મચારીઓની ભરતી કરાશે, 70 હજાર સખી મંડળ બનાવાશે.

કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 7111 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આદિજાતિ વિકાસ માટે 24981 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત માહિતી અને પ્રસારણ માટે 174 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

રાજ્યમાં નવી 434 કોર્ટો શરૂ કરવાની નીતિન પટેલની જાહેરાત.


રૂ. બે લાખ કરોડને પાર જશે?

ગુજરાતનું 2018-19નું બજેટ 1,83,666નું હતું એ જોતા આ વખતે બજેટ બે લાખ કરોડને પાર કરી જાય એવી શક્યતાઓ નકારી શકાય એમ નથી.

નાગરિક કલ્યાણ યોજનાઓ માટે ફાળવણી ઉપંરાત સરકારનું દેવું ઘટાડવાનો પડકાર નીતિન પટેલ સામે છે.

એ બજેટમાં સ્ટૅચ્યૂ ઑફ યુનિટી માટે ખાસ જોગવાઈ કરવામાં આવી હતી તો આશા વર્કર બહેનોના પગાર વધારવાની જાહેરાત કરાઈ હતી.

માળખાગત સુવિધાઓ સરકારે 75 નવા ફ્લાયઓવર બનાવવાની જાહેરાત કરી હતી.

ગત લોકસભામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે અને ગુજરાતની તમામ બેઠકો ભાજપે જીતી છે, ત્યારે નાણામંત્રી સામે લોકરંજક બજેટ રજૂ કરવાનો પણ પડકાર છે.


લેખાનુદાન બજેટમાં નીતિન પટેલે કઈ જાહેરાતો કરી હતી?

ઉચ્ચ વર્ગના ગરીબ તબક્કા માટે 10 ટકા અનામતની નીતિનો અમલ કર્યો છે.

દરિયાકાંઠાના વિસ્તારો અને કચ્છને પાણી માટે મળી રહે એના માટે આઠ ડિસેલિનેશન પ્લાન્ટ પીપીપી (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મૉડલ હેઠળ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે.

રિસાઇકલ પાણીનો ઉપયોગ ખેતી, સફાઈ જેવાં કામ માટે શરૂ કરવામાં આવશે.

ધોલેરા વિસ્તાર દરિયા કાંઠે ખેતી કરવી મુશ્કેલ છે, કારણ કે તે ખારાશવાળી જમીન છે, ત્યારે 5000 મેગાવૉટનો વિશ્વનો સૌથી મોટો સોલર પ્લાન્ટ સ્થાપવામાં આવશે, સિક્સ લેન હાઇવે માટે કામ શરૂ કરવામાં આવેલ છે.

જમીનને બિનખેતી કરવાની પ્રક્રિયાને ઑનલાઇન કરવામાં આવશે.

ગુજરાતનો વાર્ષિક વૃદ્ધિ દર 9.9 ટકા રહ્યો છે.

અછતના વર્ષમાં ગુજરાત સરકાર ખેડૂતોના પડખે રહી છે. 96 તાલુકામાં 6,176 ગામડાઓને અસરગ્રસ્ત જાહેર કરેલ છે. ખેડૂતોને સૌથી વધારે રાહત પૅકેજ તરીકે વિજય રૂપાણીની સરકાર દ્વારા રૂ. 1557 કરોડ રૂપિયાની રકમ ચુકવી દેવામાં આવી છે.

ખેડૂતોને પાક બચાવવા માટે 10 કલાક વીજળી પૂરી પાડી છે અને એનું ભારણ સરકાર પર આવ્યું છે. તે સંદર્ભે સરકારે 436 કરોડ રુપિયા વિદ્યુત બોર્ડને ચુકવયા છે.

વડા પ્રધાન પાક વીમા યોજના માટે 27 લાખ ખેડૂતોને 353 લાખ હેક્ટર ખેતી જમીનને પાક વીમા અંતગર્ત જાહેર કરવામાં આવી છે.

ખેડૂતો માટે 500 કરોડ રૂપિયાનું રિઝર્વ ફંડ ઊભું કર્યું છે એટલે હવે ખેડૂતોના ખાતામાંથી વ્યાજ નહીં કપાય.

પંચમહાલ જિલ્લામાં ઑર્ગેનિક યૂનિવર્સિટી સ્થપાવામાં આવશે.

ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે, હજારો ખેડૂતો અને માછીમારોને મદદરૂપ થવા માટે ગુજરાત સરકારે ઝીંગા માછલીનો ઉછેર વધારવા, એનો લાભ 5000 હેક્ટર સરકારી ખારાશવાળી જમીન ( દરીયા કાંઠે- પડતર) ફાળવવાનો નિર્ણય કર્યો છે.

10 હજાર વધુ માછીમારોને 12 રૂપિયાની ડીઝલ સબસિડી આપવામાં આવતી હતી પણ હવે સરકારે માછીમારોને બોટના ડીઝલ માટે 15 રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

પાકિસ્તાનની જેલમાં હોય તે માછીમારોના પરિવારોને સહાય દૈનિક રૂ. 150ની બદલે રૂ. 300ની સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

જામનગર માટે રણજીત સાગર, ભાવનગરનાં જળાશયો અને રાજકોટના ન્યારી ડેમમાં સૌની યોજનાના બીજા તબક્કામાં નર્મદાનું પાણી ટૂંક સમયમાં પૂરૂં પાડવાની જાહેરાત થઈ હતી.

નર્મદા યોજનાની સંપૂર્ણ ઊંચાઈ પૂરી થઈ ગઈ છે, 84 ટકા કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અત્યાર સુધી 2001-2018 સુધીમાં નર્મદા યોજના માટે રૂપિયા 51, 786 કરોડ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની મદદથી ખર્ચ કર્યા છે. 9083 ગામડાં અને 166 શહેરોમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં અત્યારસુધીમાં વાત્સલ્ય યોજના હેઠળ ત્રણ લાખની આવક મર્યાદા હતી, પણ હવે તે વધારીને ચાર લાખ કરવામાં આવશે. 15 લાખ વધુ પરિવારોને તેનો લાભ મળશે.

એશિયાની સૌથી મોટી સિવિલ હૉસ્પિટલ મેડિસિટી કેમ્પસ, 1200 બેડની નવી હૉસ્પિટલ, કૅન્સર, આંખ અને ડેન્ટલ હૉસ્પિટલનું કામ પુરૂં થયું છે, તેનું લોકાર્પણ 4 માર્ચે વડા પ્રધાનના હસ્તે કરવામાં આવશે.

રાજ્યની વિધવા બહેનોને દોઢ લાખ રૂપિયા પેન્શન ચૂકવવામાં આવે છે, પણ શરત પ્રમાણે એ વિધવા બહેનનો દીકરો 18 વર્ષનો થાય તો પેન્શન બંધ થઈ જાય, પણ હવે સરકારે આ પેન્શન આજીવન ચાલુ રાખવાનો અને પેન્શનમાં 250 રૂપિયા વધારીને 1250 રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સવા બે લાખ બહેનોને તેનો લાભ મળશે.

આઈટીઆઈમાં ગરીબ તથા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ આવે છે, તેમને મફત ટેબલેટ આપવામાં આવે છે.

ગુજરાતનો સ્કૂલ ડ્રૉપઆઉટ રેશિયો 1.42 ટકા થયો છે.


2018-19નું બજેટ કેવું હતું?

Image copyright Getty Images

ગત વર્ષે 2018-19નું બજેટ રૂ. 1,83,666 કરોડનું હતું. એ બજેટમાં નીતિન પટેલ યુવાનો માટે મુખ્ય મંત્રી ઍપ્રેન્ટિસ યોજના લાવ્યા હતા. આ યોજનામાં પ્રતિમાસ તાલીમ માટે 3000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

ગત બજેટમાં સરકારે ખેતી ક્ષેત્રે રૂ. 6755 કરોડ, શિક્ષણમાં રૂ. 27500 કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ. 9750.50 કરોડની ફાળવણી કરી હતી.

ગુજરાતમાં કુપોષણ મોટો મુદ્દો છે ત્યારે ગત બજેટમાં સરકાર મહિલા અને બાળ કલ્યાણ માટે 3080 કરોડની ફાળવણી કરી હતી.

માળખાગત સુવિધાઓની વાત કરીએ તો સરકારે રસ્તાઓ અને બાંધકામ માટે રૂ. 9252 કરોડ અને આવાસ માટે રૂ. 5420 કરોડની ફાળવણી કરી હતી.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો