નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ કૅબિનેટમાંથી રાજીનામું આપ્યું

સિદ્ધુ Image copyright EPA

કૉંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ અમરિન્દર સિંહના મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધું છે.

સિદ્ધુએ ટ્વીટ કરીને કહ્યું છે કે તેઓ પંજાબના મુખ્ય મંત્રી અમરિન્દર સિંહને પોતાનું રાજીનામું મોકલશે.

આ ટ્વીટની થોડી મિનિટો પહેલાં સિદ્ધુએ 10 જૂન 2019ના રોજ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લખેલો પત્ર ટ્વીટ કર્યો હતો.

પંજાબના મુખ્ય મંત્રી અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે અણબનાવના સમાચાર સમયાંતરે મીડિયામાં આવ્યા છે.

લોકસભા ચૂંટણીમાં પંજાબમાં કૉંગ્રેસનું ધાર્યા પ્રમાણે પ્રદર્શન ન રહ્યું એ માટે પણ અમરિન્દરે સિદ્ધુને જવાબદાર ઠેરવ્યા હતા.

એ પછી 6 જૂને મંત્રીમંડળની બેઠકમાં અમરિન્દરે સિદ્ધુ સહિત ઘણા મંત્રીઓનાં ખાતાં બદલી દીધાં હતાં.

કહેવાતું હતું કે મંત્રાલયમાં ફેરફાર બાદ સિદ્ધુએ નવા મંત્રાલયની કામગીરી નહોતી સંભાળી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો