ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ : ભારતીય ટીમની પસંદગી મામલે ગાંગુલીએ કેમ સવાલો ઉઠાવ્યા?

ગાંગુલી Image copyright Getty Images

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટેની ટીમની પસંદગી પર કેટલાક સવાલો ઉઠાવ્યા છે.

ઇંગ્લૅન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપના સેમિફાઇનલમાં ભારતીય ટીમના ધબડકા બાદ મિડલ ઑર્ડર અને કપ્તાની મામલે પણ સવાલો થઈ રહ્યા છે.

3 ઑગસ્ટના રોજ શરૂ થનારા વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં ટીમ ઇન્ડિયા ત્રણ ટી-20, ત્રણ વન-ડે અને બે ટેસ્ટ મૅચ રમશે.

આ ત્રણેય ફૉર્મેટમાં વિરાટ કોહલી જ કપ્તાની કરશે, વન-ડે અને ટી-20માં રોહિત શર્મા ઉપકપ્તાન હશે, જ્યારે ટેસ્ટમાં રહાણે ઉપકપ્તાન હશે.

જ્યારે ધોનીની જગ્યાએ ત્રણેય ફૉર્મેટમાં રિષભ પંતને વિકેટકીપર તરીકે લેવામાં આવ્યા છે.


સૌરવ ગાંગુલીએ શું પ્રશ્નો ઉઠાવ્યા?

Image copyright Getty Images

સૌરવ ગાંગુલીએ ટીમની પસંદગી કરનારા પસંદગીકર્તાઓ પર ટ્વીટ કરીને કેટલાક સવાલો ઉઠાવ્યા છે.

ગાંગુલીએ કહ્યું, "હવે સમય આવી ગયો છે કે ભારતીય ટીમના પસંદગીકર્તાઓએ એવા ખેલાડીઓની પસંદગી કરવી જોઈએ કે જે રમતનાં તમામ ફૉર્મેટમાં રમી શકતા હોય."

"જેથી રમતનો લય જળવાઈ રહે અને ભરોસો બન્યો રહ્યો."

ગાંગુલીએ કહ્યું કે માત્ર થોડા જ ખેલાડીઓ છે જે તમામ ફૉર્મેટમાં રમી રહ્યા છે. સારી ટીમ માટે જરૂરી છે કે કેટલાક ખેલાડીઓ સતત ટીમમાં હોય.

તેમણે કહ્યું કે આ બધાને ખુશ કરવા માટે નથી પરંતુ દેશ માટે સૌથી સારી પસંદગી કરવા સાથે જોડાયેલું છે.


રહાણે અને શુભમન ગિલ અંગે શું કહ્યું?

સૌરવ ગાંગુલીએ અજિંક્ય રહાણે અને શુભમન ગિલ મામલે પણ પસંદગીકર્તાઓ પર સવાલો ઉઠાવ્યા છે.

ગાંગુલીએ આ અંગે પણ ટ્વીટ કરીને પોતાના મનની વાત રજૂ કરી હતી.

તેમણે કહ્યું કે ટીમમાં સ્કૉવડમાં ઘણા એવા ખેલાડીઓ છે જેઓ દરેક ફૉર્મેટમાં રમી શકે છે. મને એ જોઈને ખૂબ આશ્ચર્ય થયું કે અજિંક્ય રહાણે અને શુભમન ગિલનું નામ વન-ડેની ટીમમાં નથી.

અજિંક્ય રહાણેને ટેસ્ટ ટીમમાં ઉપકપ્તાન બનાવવામાં આવ્યા છે પરંતુ તેમનો વન-ડે કે ટી-20માં સમાવેશ કરવામાં આવ્યો નથી.


વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટેની ભારતીય ટીમ

Image copyright Getty Images

ટી-20 માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કપ્તાન), રોહિત શર્મા (ઉપકપ્તાન), શિખર ધવન, કે. એલ. રાહુલ, શ્રેયાંશ ઐયર, મનિષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), કૃણાલ પંડ્યા, રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, રાહુલ ચહર, ભૂવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, દીપક ચહર, નવદીપ સાઈની.


વન-ડે ઇન્ટરનેશનલ માટેની ટીમ

વિરાટ કોહલી (કપ્તાન), રોહિત શર્મા (ઉપકપ્તાન), શિખર ધવન, કે. એલ, રાહુલ, શ્રેયાંશ ઐયર, મનિષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, કેદાર જાધવ, મોહમ્મદ શમી, ભૂવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ, નવદીપ સાઈની.


ટેસ્ટ માટેની ભારતીય ટીમ

વિરાટ કોહલી (કપ્તાન), અજિંક્ય રહાણે (ઉપકપ્તાન), મયંક અગ્રવાલ, કે. એલ. રાહુલ, ચેતેશ્વર પૂજારા, હનુમાન વિહારી, રોહિત શર્મા, રિષભ પંત (વિકેટકીપર), સાહા (વિકેટકીપર), આર. અશ્વિન, રવીન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, ઉમેશ યાદવ.


ભારત વિ. વેસ્ટ ઇન્ડીઝ - કાર્યક્રમ

તારીખ અને સમય સ્થળ
પ્રથમ ટી-20 3 ઑગસ્ટ, રાત્રે 8 વાગ્યે ફ્લોરિડા
બીજી ટી-20 4 ઑગસ્ટ, રાત્રે 8 વાગ્યે ફ્લોરિડા
ત્રીજી ટી-20 6 ઑગસ્ટ, સાંજે 8 વાગ્યે ગુયાના
પ્રથમ વન-ડે 8 ઑગસ્ટ, સાંજે 7 વાગ્યે ગુયાના
બીજી વન-ડે 11 ઑગસ્ટ, સાંજે 7 વાગ્યે ત્રિનિદાદ
ત્રીજા વન-ડે 14 ઑગસ્ટ, સાંજે 7 વાગ્યે ત્રિનિદાદ
પ્રથમ ટેસ્ટ 22-26 ઑગસ્ટ, સાંજે 7 વાગ્યે એન્ટિગુઆ
બીજી ટેસ્ટ 30 ઑગસ્ટ-3 સપ્ટેમ્બર, રાત્રે 8 વાગ્યે જમૈકા

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો