આ વીડિયોને કારણે ગુજરાતનાં મહિલા કૉન્સ્ટેબલ સસ્પેન્ડ થયાં

પોલીસ સ્ટેશનમાં ટિકટોક વીડિયો બનાવનારાં કૉન્સ્ટેબલ અલ્પિતા ચૌધરી સસ્પેન્ડ.

આ વીડિયો મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશનનો છે.

કૉન્સ્ટેબલ પોલીસ સ્ટેશનમાં ટિકટોક વીડિયો બનાવતા નજરે પડે છે.

આ સિવાય પણ તેઓ અનેક ટિકટોક વીડિયો બનાવી ચૂક્યાં છે.

જો કે, પોલીસ સ્ટેશનના વીડિયો પછી વિવાદ સર્જાતા સસ્પેન્ડ કરાયા.

આ ઘટના વિશે મહેસાણાના DYSP મંજિતા વણજારાએ જણાવ્યું હતું કે અલ્પિતાએ ડ્યૂટી દરમિયાન આ વીડિયો શૂટ કર્યો હતો. જેના કારણે સસ્પૅન્ડ કરવામાં આવ્યાં છે.

તેમજ તેમણે વધુમાં કહ્યું, વીડિયોથી જાણકારી મળે છે કે તેમને ડ્યૂટી દરમિયાન પોલીસની વર્દી નહોતી પહેરી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો