અક્ષરધામ હુમલાના આરોપી યાસીનની ATSએ ધરપકડ કરી

અક્ષરધામ મંદિર પરિસર Image copyright Getty Images

ગુજરાતમાં 2002માં ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર થયેલા ઉગ્રવાદી હુમલાના આરોપી યાસીનની ઍન્ટિ-ટૅરરિસ્ટ સ્ક્વૉડે ધરપકડ કરી છે.

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ ભારત પ્રશાસિત કાશ્મીરના અનંતનાગથી યાસીન ભાટની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી. એટીએસની ટીમ યાસીનને અમદાવાદ લઈને આવી છે.

હુમલાખોરોએ અક્ષરધામ મંદિર પરિસરમાં પ્રવેશ કરીને રાઇફલથી ગોળીઓ વરસાવીને 30થી વધારે લોકોની હત્યા કરી હતી અને આ હુમલામાં આશરે 80થી વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

24 સપ્ટેમ્બર 2002ની સાંજે ગુજરાતના પાટનગર ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર હુમલો થયો હતો. બીજા દિવસ સવાર સુધી ઉગ્રવાદીઓ મંદિર પરિસરમાં જ હતા.

સમાચાર એજન્સી એએનઆઈ મુજબ 26 નવેમ્બર 2002ના દિવસે ગુજરાતમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પરથી હુમલાના એક અન્ય આરોપી મોહમ્મદ ફારૂક શેખની ધરપકડ કરી હતી. એ સિવાય 2017માં અબ્દુલ રાશિદ અજમેરીને પણ પકડવામાં આવ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ